યુવકે મિત્ર ની મા ને કહ્યું કે હું તમને પૈસા આપું તમે મને શરીર સુખ આપો,પણ મા એ કર્યું એવું કે…..

0
144

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરમાં હોય તેવું જાણવા મળ્યું છે મિત્રો આ ઘોર કળયુગના લોકોને અનુભવ કરાવતી ઘટનાઓ શહેરમાં પ્રકાશમાં આવી રહી છે. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બનેલી ઘટના તમે કલ્પના પણ ના કરી શકો તેવી છે. બિમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર ઉભી થતાં ચારેતરફ હાથ લંબાવી નિરાશ થયેલી 39 વર્ષીય મહિલાએ પુત્રના 21 વર્ષીય મિત્ર પાસે મદદ માંગી હતી. યુવકે પૈસાની મદદના બદલામાં મહિલા પાસે શારીરિક સબંધ બાંધવાની માંગણી કરી નાંખી હતી. પુત્રના મિત્રની માંગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ પતિ અને પુત્રને યુવકની બિભસ્ત માંગણી અંગે વાત કરી હતી અને ત્યાર બાદ નજીકના પોલીસે યુવક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મિત્રો વધુમાં જાણવા મળ્યું છે કે આ જીવરાજ પાર્ક ખાતે વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતાં કાજલબહેન (નામ બદલ્યું છે)ના પરિવારમાં પતિ, 21 વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી છે. કાજલબહેનના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ ત્રણ દિવસથી બિમાર રહેતાં હોઈ પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી.

મિત્રો કાજલબહેને તેમના સગા સબંધી અને પુત્રના મિત્ર વર્તુળમાં પૈસા માટે ફોન કરી મદદ માંગી હતી. જોકે કોઈ પાસેથી પૈસા મળ્યા ન હતાં. ગત તા.17મીના રોજ સેજલબહેને તેમના પુત્રના આંબાવાડી ખાતે રહેતાં મિત્ર રાહુલને ફોન કરી પતિ બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માંગી હતી.

બીજા દિવસે રાહુલ કાજલબહેનના ઘરે પહોંચ્યો હતો. કાજલબહેન બેડરૂમમાં હતા તેમના પતિ મેઈન રૂમમાં જ્યારે પુત્ર તેના રૂમમાં સૂતો હતો. રાહુલ કાજલબહેન પાસે પહોંચ્યો અને રૂ.300 આપી બોલ્યો તમે ચિંતા કરશો નહીં. હું તમારી જોડે છું. તમારે કેટલા પૈસાની જરૂર છે? કાજલબહેને 10થી 15 હજારની જરૂર હોવાનું જણાવતા રાહુલ હું મારા પપ્પાને વાત કરી વ્યવસ્થા કરી આપીશ તેમ જણાવ્યું બાદમાં તે કાજલબહેનના શરીરના અંગ પર હાથ ફેરવવા લાગ્યો હતો.

શનિવારે કાજલબહેને સવારે 10.30 વાગ્યે રાહુલને ફોન કરતા તેણે ઘરે મળવાની વાત કરી હતી. ફોન પર જ રાહુલે કાજલબહેનને જણાવ્યું કે, હું તમને પૈસા તો આપીશ બદલામાં તમે મને શું આપશો? કાજલબહેને વ્યાજ આપીશ તેમ કહેતાં રાહુલ મારે વ્યાજ નહી તમારી જોડે શારીરિક સબંધ બાંધવો છે. પુત્રના મિત્રની બિભસ્ત માંગણીથી પહેલાં સ્તબ્ધ થઈ ગયેલા કાજલબહેને ફરી સ્વસ્થતા ધારણ કરી આવું કરવાની ના પાડી હતી.

રાહુલે તમે મારા પપ્પાને કે બીજા કોઈને વાત કરતા નહીં. જો તમે કોઈને વાત કરી તો હું તમારા દિકરાને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ બાબતે પતિ અને પુત્રને વાત કરી કાજલબહેને બિભસ્ત માંગણી કરતા આરોપી રાહુલ વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા યુવાન યોગેશ બારૈયાને તેની માતા અને મિત્ર સોહિલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ ગઈ હતી. જેથી સોહિલ સાથે તેને અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાની દાઝ રાખી અને પ્રેમમાં નડતરરૂપ મિત્રનું કાસળ કાઢી નાખવા સોહિલ એ પ્લાન બનાવ્યો હતો જેમાં તેણે તેના અન્ય ત્રણ મિત્રોની પણ મદદ લીધી હતી.

જેથી તેઓ ચારેય યુવાનો તેના ઘર નજીક ગયા હતા, ત્યારે યોગેશ બારૈયા તેના ઘર પાસે ઉભો હતો, જેથી તેની સાથે ઝઘડો કરી યોગેશ કાઈ સમજે એ પહેલાં ચારેય યુવાનો તેના પર તૂટી પડ્યા હતા અને સાથે લાવેલા તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યોગેશ ત્યાંજ ફસડાઈ પડ્યો હતો.જ્યારે ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઘવાયેલા યોગેશને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રની હત્યા થતા માતાએ ચારેય યુવાનો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડીરાત્રે ચારેય હત્યારાઓને ઝડપી લીધા હતા.

તેમજ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી, પોલીસે ચારેય આરોપીઓને નજરકેદ રાખી પ્રથમ તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેના નેગેટિવ રિપોર્ટ આવી જતા તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.