યુવતી નોકરી લેવા ગઈ ત્યાંતો હવસનાં ભૂખ્યા યુવકે, કરી નાખ્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો…….

0
333

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.મિત્રો આજના આ કિસ્સા માં નોકરી આપવાના બહાને મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર.

મિત્રો તમને જણાવી દઈએ કે આખા દેશમાં મહિલાઓ સાથેના માનસિક તેમજ શારીરિક ત્રાસની ઘટનામાં નોધપાત્ર વધારો થયો છે. જયારે લોકડાઉન હતું ત્યારે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થયો હતો. પરંતુ લોકડાઉન ખુલતાની જ સાથે એકદમથી વધારો થઇ ગયો છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં એક યુવતીની સાથે કુલ 4 નરાધમોએ દુષ્કર્મ આચરીને એની જીભ કાપી નાંખી હતી.

ત્યારબાદ વધુમાં જણાવી દઈએ કે આ બનાવ બાદ આખા દેશમાં આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. હવે ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ સ્ત્રીઓ સુરક્ષિત નથી. ગુજરાતમાં પણ છેડતી તેમજ દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો થયો છે.સુરત શહેરમાં આવેલ કતારગામ વિસ્તારમાં લોન-ફાયનાન્સની ઓફિસમાં નોકરી માટે ગયેલ યુવતીને યુવકે જણાવ્યું કે, તું મારી સાથે શારીરિક સંબંધ બાંધશે તો હું તને જેટલા રૂપિયાની જરૂર હશે એટલા રૂપિયા આપીશ. આ કેસમાં યુવતી દલિત હોવાને લીધે છેડતી તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતી નોકરી માટે આરોપી યુવક જે લોન-ફાયનાન્સનું કામ કરે છે તેની ઓફિસે ગઈ હતી ત્યારે યુવકે યુવતીની કહ્યું હતું કે, તારે મારી ઓફિસ પણ સંભા‌ળવી પડશે. સાથે સાથે થોડુક કામ પણ કરવું પડશે.યુવકે તેણીને આગળ જણાવ્યું હતું કે, મારી સાથે શારીરિક સંબંધ બાંધશે તો હું તને જેટલા રૂપિયાની જરૂર હશે એટલા આપીશ. યુવતીએ યુવકને જણાવ્યું કે, તે નોકરી માટે આવી છે ત્યારે યુવકે યુવતીના જાતિને લઈને અપમાન કર્યું હતું.

જો કે છેલ્લે યુવતીએ યુવકના આવા ત્રાસ વિષે પરિવારજનોને જણાવ્યું હતું. તે બાદ બીજા દિવસે યુવતીએ કતારગામ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં જ યુવકની વિરુદ્ધ છેડતી તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઇડર તાલુકાના ઉમેદપુરા ગામની 24 વર્ષિય યુવતીની નબળી આર્થિક સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી નોકરીની લાલચ આપી ભિલોડા તાલુકાના ટોરડા ગામે લઇ જઇ કેટલાક કાગળોમાં સહીઓ કરાવી લઇ લગ્નની નોંધણી કરાવી લીધાના ચારેક માસ બાદ નોકરીના બહાને ફરીથી અમદાવાદ લઇ જઇ કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ફોટા અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દોઢેક માસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

ઉમેદપુરા ગામની યુવતી નોકરીની શોધમાં હોઇ ગામના જ નિલેશકુમાર રમણલાલ પટેલ નામના શખ્સે મારે એક અધિકારી સાથે ઓળખાણ છે કહી ભિલોડા તાલુકાના ટોરડા ગામે લઇ ગયો હતો. એક અધિકારી જેવા વ્યક્તિ સાથે મળી યુવતીના તમામ કાગળો આપી કેટલાક કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી અને બંનેના મોબાઇલમાં ફોટા પાડી બે ત્રણ માસમાં નોકરીનુ ફાઇનલ થઇ જશે તેવુ જણાવ્યુ હતું.

ત્યારબાદ ચારેક માસ પછી નોકરીના બહાને અમદાવાદ લઇ ગયો હતો અને તેના પરિચિતના ફ્લેટ પર લઇ જઇ પીણામાં કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દુષ્કર્મ આચર્યું હતુ અને યુવતીના ફોટા વીડીયો ઉતારી ત્રણ-ચાર દિવસ ગોંધી રાખી તારી સાથે મારા લગ્ન થઇ ગયા છે મારુ કહ્યુ નહી કરે તો ડોક્યુમેન્ટસ અને ફોટા વિડીયો વાયરલ કરીશ તેવી ધમકી આપી યુવતીને ઇડર લઇ આવ્યો હતો અને દોઢેક માસ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના નામે હિન્દુ યુવતીને ફસાવીને મુસ્લિમ શખ્શે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ત્રણ વર્ષ પહેલા મુસ્લિમ વ્યક્તિએ યુવતીને ફોન કરીને કહ્યું કે, તમને સારી નોકરી અપાવીશ, રૂબરૂ મળવું પડશે. ત્યાર બાદ યુવતીએ તેના પર વિશ્વાસ મુક્યો હતો.

જો કે મુસ્લિમ શખ્શે યુવતીને લાલચ આપીને ત્રણ વર્ષ સુધી અલગ અલગ હોટલમાં લઇ જઇને તેનું શારીરિક શોષણ કર્યું હતું. આટલું જ નહી યુવતીને આર્થિક રીતે પણ પાયમાલ કરી નાખી હતી. યુવતી પાસેથી 19 લાખ રૂપિયા જેટલી અલગ અલગ બહાનાઓ હેઠળ પડાવી લીધી હતી.

યુવતી હોટલમાં ગયા બાદ તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ ફોટા વાયરલ કરવાની અને પરિવારજનોને મારી નાખવાની સતત ધમકીઓ આપી હતી. આખરે તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સામાન્ય સંજોગોમાં ભાગ્યે જ બનતો લાંચનો કિસ્સો ગુરુવારે સાંજે પાંચ વાગ્યે સપાટી પર આવ્યો છે. પોસ્ટ ખાતાના કર્મચારી અને તેના બે એજન્ટો રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાની લાલચના બદલામાં લાંચ માગી હતી.

પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાની લાલચ આપી એક યુવાન પાસેથી રૂ. પાંચ લાખની લાંચ વલસાડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટે માગી. બીજી બાજુ આ યુવાને એન્ટિ કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો. ગુરુવારે સાંજે પાંચ વાગ્યે લાંચની રકમ નવસારી જિલ્લાના ખેર ગામ ખાતે સ્વીકારવાનું નક્કી થયું. એ સમયે એસીબીની ટીમ પણ ગુપ્તરાહે ત્યાં હાજર હતી. આ રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રણને પકડી પાડ્યા છે.

સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, વલસાડ ડિવિઝન, વલસાડ ખાતે પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવનારા ધોળિયા પટેલ જગદીશ ખંડુ પટેએ તેના બે એજન્ટ નીલેશ છગન પટેલ અને ઘનશ્યામ શાંતિ પટેલ મારફતે નવસારી જિલ્લાના ચિખલીના ખુંદપોપડા ગામના એક યુવાનનો સંપર્ક કર્યો હતો. આ યુવાનની પત્નીને પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. નોકરી મેળવવાના બદલામાં રૂ. પાંચ લાખ આપવાની વાત કરી હતી.

બીજી બાજુ આ યુવાને લાંચ રુશ્વત વિરોધ દળના સુરત એકમના મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલનો સંપર્ક કરી સઘળી વાત કરી હતી. જેના કારણે એસીબીના પીઆઇ સી.કે. પટેલ અને તેમની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. નવસારી જિલ્લાના ખેર ગામ ખાતે દશેરા ટેકરી ચાર રસ્તા પાસે આ લાંચની રકમ સ્વીકારવાનું નક્કી થયું હતું. એ રીતે લાંચની રકમ સ્વીકારવા ત્રણેય આવ્યા અને પકડાઈ ગયા હતા. આ રીતે પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપી હોય અને રૂ. પાંચ લાખની માગણી કરી હોય તેવી સુરત સહિત દક્ષિણ ગુજરાતની આ સંભવત: અભૂતપૂર્વ ઘટના છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હાલોલ પંથકમાં બેરોજગારને કંપનીઓમાં નોકરી અપાવાની લાલચ આપી રૃપિયા પડાવી લઈ નોકરી નહીં અપાવી બેરોજગાર યુવાનો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરનાર પ્લેસમેન્ટ ચલાવતા ઈસમ સામે હાલોલ શહેર પોલીસે ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે.

હાલોલ ગોધરા રોડ પર કાર ના શોરૃમ સામે આવેલ રોયલ પ્લેસમેન્ટ ની ઓફ્સિ ચલાવતા કમલકુમાર ગીરીશભાઈ પંચાલ રહે. જ્યોતિનગરનાએ સોસીયલ મીડિયા પર હાલોલ સહિતની નામાંકિત કંપનીઓ માં જુદી જુદી જગ્યો માટે નોકરી પર લેવાના છે તેમ કહી ઓફ્સિનો સંપર્ક કરવા અંગેની જાહેરાતો કરતા બેરોજગાર યુવાનો નોકરી મળશેની લાલચ માં લાઈનો લગાવી હતી

ફ્રિયાદી અક્ષયકુમાર અશોકભાઈ ચાવડા રહે. કંજરીએ નોકરી માટે કમલ પંચાલની ઓફ્સિે ગયો હતો.જ્યાં કમલે કાલે તમારા ડોક્યુમેન્ટ અને રૃપિયા લઇને આવજો નું કેહતા બીજા દિવસે અક્ષયે તેના મિત્રો વિષ્ણુ અશોકભાઈ, મહેશ અશોકભાઇ ભરત, અરવિંદભાઈ મહેન્દ્રભાઈ ડોક્યુમેન્ટ કમલ પંચાલને આપ્યા હતા. કમલ પંચાલે પાકો વિશ્વાસ આપી જણાવેલ કે તમને કોઈપણ જાતના ઇન્ટરવ્યૂ વગર એમ.જી.કંપની માં નોકરી લગાવી દઈશ.

ત્યાર બાદ સમય વીતતા અક્ષય અને તેના મિત્રો એ એમજી કંપની પર જઈ તપાસ કરતા કમલ પંચાલની એમજી કંપનીમાં કોઈ ઓળખાણ ન હોવોની સાથે તેના દ્વારા કંપનીમાં કોઈ ભરતી થતી ન હોવાનું જાણવા મળતા બેરોજગાર યુવાનો પર જાણે આભ તૂટી પડયું હતું. ત્યાર બાદ કમલ પંચાલનો સંપર્ક કરતા તેને ગલ્લાતલ્લા કરી નોકરી મળી જશેનો દિલાસો આપતો હતો.

દરમિયાન જાણવા મળેલ કે કમલ પંચાલએ નોકરી અપાવવા માટે ઘણા બેરોજગાર ને નોકરી અપાવાની લાલચ આપી રૃપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા અક્ષય અને તેના મિત્રો એ કમલને આપેલ રૃપિયા પાછા આપી દેવા જણાવતા આજદિન સુધી કમલ પંચાલે નહીં નોકરી કે આપેલ રૃપિયા પરત નહીં આપી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતા પોલીસે કમલ પંચાલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે હાલોલ સહિતની નામાંકિત કંપનીઓ માં નોકરી માટે ગ્રામ્ય વિસ્તારોના યુવાનો સાથે છેડરપિંડીના બનાવોે વધુ જોવા મળે છે.