યુવતી જેની સાથે પ્રેમ કરી અને ઘર વસાવ્યું તેં નીકળ્યો “ગે”, ત્યારબાદ યુવતીએ જે કર્યું તે જાણી અચક પામી જશો……

0
719

મિત્રો આપના દેશ માં પ્રેમ ના ઘણા કિસ્સાઓ જોવા મળે છે આજે અમે એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં યુવક ગે નીકળ્યો. ગે એ એવો શબ્દ છે જે મુખ્યત્વે સમલૈંગિક વ્યક્તિ અથવા હોમોસેક્સ્યુઅલ,ખાસ કરીને પુરુષ માટે વપરાય છે. મૂળ રીતે આ શબ્દનો ઉપયોગ નચિંત, ખુશખુશાલ અથવા તેજસ્વી અને શોખીન અર્થ માટે થાય છે.આ શબ્દ નો ઉપયોગ 19 મી સદી થી થાય છે પણ તેનો ઉપયોગ ધીરે ધીરે 20 મી સદી ના મધ્ય માં વધવા લાગ્યો હતો.20 મી સદી ના અંત સુધી માં મોટા ભાગ ના એલજીબીટી સમુદાયો દ્વારા આ શબ્દ ને સમલૈગીકતા દર્શાવવા માટે સ્વીકારવા માં આવ્યો હતો તો ચાલો મિત્રો જાણીએ આગળ કિસ્સા મા શુ થયું.

ગાંધીનગરમાં ગુરુવારે 32 વર્ષની એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ હોમોસેક્યુઅલ છે અને તેણે પોતાના શારીરિક સંબંધની વાત છુપાવી હતી.આ સાથે જ પતિએ તેને ‘ગે’ હોવાની વાત અન્ય કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મહિલા અમદાવાદની જાણીતી સંસ્થામાં લાઈબ્રેરિયન તરીકે નોકરી કરે છે અને ગાંધીનગરમાં સેક્ટર-3માં રહે છે. તેણે ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.તેમજ મિત્રો ગે શબ્દ બારમી સદી ની જૂની ફ્રેન્ચ ભાષા ના ક્રિયાપદ ગે માં થી ઉતરી આવ્યો છે, જે જર્મની ની ભાષા માં પણ ઉતરી આવ્યો હતો.

અંગ્રેજી ભાષા માં આ શબ્દનો મૂળ ઉપયોગ ખુશખુશાલ એમ દર્શાવવા માટે થાય છે.ધ અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન જાતીય અભિગમને એક પુરુષ, સ્ત્રી અથવા બંને જાતિઓ પ્રત્યે ભાવનાત્મક, રોમેન્ટિક અથવા જાતીય આકર્ષણની એક સતત પેટર્ન તરીકે વ્યાખ્યાયિત કરે છે, જેમાં સમાન જાતિ માટે સતત આકર્ષણથી લઈને અન્ય સેક્સથી લઈને વિશિષ્ટ આકર્ષણ સુધી સમાવેશ થાય છે.જાતીય લૈંગિકતાને ત્રણ કેટેગરીના સંદર્ભમાં પણ ચર્ચા કરી શકાય છે,

વિષમલિંગી અન્ય લિંગના સભ્યો પ્રત્યે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું, સમલિંગી,ગે,લેસ્બિયન કોઈના પોતાના લિંગ ના સભ્યો પ્રત્યે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું, અને ઉભયલિંગી પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું.તેમજ મિત્રો કિસ્સા માં પોતાની ફરિયાદમાં મહિલા કહે છે કે, તેણે વર્ષ સપ્ટેમ્બર 2011માં સેક્ટર-3માં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થયા બાદ લગ્ન કર્યા હતા.

આ યુવક નવરંગપુરાની એક કોલેજમાં લાઈબ્રેરિયન છે. મહિલા કહે છે કે, લગ્ન બાદ એક વર્ષ સુધી તેના પતિનું વર્તન સામાન્ય રહ્યું હતું. આ બાદ તેણે પોતાના પતિના ફોન અને ઓનલાઈન ચેટ્સ ચેક કરતા શારીરિક સંબંધો વિશે ખુલાસો થયો. તેને જાણ્યું કે પતિના કેટલાક પુરુષો સાથે શારીરિક સંબંધ છે.જ્યારે મહિલાએ પતિને આ વિશે વાત કરી તો તેણે જણાવ્યું કે, તે માત્ર પુરુષોમાં જ રસ રાખે છે અને મહિલા સાથે લગ્ન માત્ર સમાજ માટે અને પત્ની તરીકે ઘરમાં એક કમાઉ મહિલા હોવાના કારણે કર્યા હતા.

મિત્રો પાર્ટનર ને દગો આપવો એ સારી વાત ન કહેવાય તેથી જેવી પણ પરિસ્થિતિ હોય તે પાર્ટનર ને કહેવી જરૂરી છે.ફરિયાદમાં કહેવાયું છે કે, તેણે પોતાના પતિને આકર્ષવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા પરંતુ કોઈ ફાયદો ન થયો. મહિલા વધુમાં કહે છે, પતિના ઈન્સ્ટીટ્યૂટમાં જ અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ હોવાના કારણે તેને કોલેજની નોકરીમાંથી પણ કાઢી મૂકાયો. કામધંધા વિના ઘરે બેસીને તે વધારે મિત્રોને ફોન કરીને શારીરિત સંતોષ મેળવતા લાગ્યો.મહિલાએ પોતાના સાસુ-સસરાને પણ આ વાત જણાવી છતાં તેમણે તેનો સપોર્ટ ન કર્યો.

તેમજ મિત્રો જ્યારે પણ છોકરીઓ ના લગ્ન નક્કી કરો ત્યારે છોકરાની મેડિકલ રિપોર્ટ ચકાસો અને છોકરાને બધા પ્રકારના પ્રશ્નો પૂછો જે તમારી છોકરીના લગ્ન કર્યાબાદ તેને કોઈ તકલીફ ના પડે એટલે તે વાત નું ખાસ ધ્યાન રાખવું.ડિસેમ્બર 2019માં મહિલાએ જ્યારે પતિની સેક્યુઆલિટી સામે વિરોધ ઉઠાવ્યો તો તેને માર મારવામાં આવ્યો.આ બાદ તે પોતાના પિતાના ઘરે આવી ગઈ.

9 મહિના સુધી તે માતા-પિતા પાસે રહી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. તેનું કહેવું છે કે માતા-પિતા અમેરિકામાં હોવાના કારણે તેણે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું. મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાગ નોંધાવી હતી.ત્યારબાદ મિત્રો આવી જ એક ઘટના સામે આવી છે તો ચાલો મિત્રો જાણીએ.અમદાવાદના દાણીલીમડામાં યુવતીને લગ્નના 25 દિવસ બાદ તેનો પતિ એચઆઇવી ગ્રસ્ત અને ગે હોવાની ખબર પડી હતી.

ગે હોવાનો ભાંડો નહિ ફોડવા યુવતી સાથે લગ્ન કરાવ્યા હોવાનો ખુલાસો થયો. આથી આ સમગ્ર મામલે યુવતીએ સાસરિયા વિરુદ્વ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે આ ઘટના બાદ આરોપી પતિ અને તેનો પરિવાર ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. જેથી પોલીસે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.દાણીલીમડામા બે મહિનાના લગ્ન જીવનનો અંત આવ્યો છે. એક યુવતીના લગ્નના સપના તુટી ગયા.

અનેક સપના સજાવીને આ યુવતી સાસરે ગઈ પરંતુ તેના અરમાનો ચકનાચુર થઈ ગયા. ઘટનાની વિગત એવી છે કે જમાલપુરમા રહેતી યુવતીના લગ્ન નવેમ્બર 2019મા દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ દ્વારા પત્ની સુખ નહિ મળતુ હોવાથી પત્ની તણાવમા રહેતી હતી. આ દરમ્યાન પતિનો મોબાઈલ ફોન ચેક કરતા પતિ ગે હોવાનુ સામે આવ્યુ. તેના અન્ય પુરુષ સાથે સમૈલેગિંક સંબંધ હોવાનુ ખુલાસો થયો.પતિએ લંડનમા એક પુરુષ સાથે લગ્ન કર્યા હોવાના પુરાવા મળ્યા.

આ ઉપરાંત પતિ એચઆઇવી પોઝીટીવ હોવાનુ સામે આવતા પત્નીએ પતિ અને સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.હૈદરાબાદ ખાતેથી કોમ્પ્યુટર એજનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લંડન સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. તે છેલ્લા બે વર્ષથી લંડનમા રહે છે. આ યુવક ગે હોવાનુ સમાજમાં ચર્ચાઈ રહ્યુ હતું.જેથી સમાજના આબરૂ બચાવવા પરિવારે દિકરાને લંડનથી બોલાવી લગ્ન કરાવી દીધા. એટલુ જ નહીં યુવક એચઆઈવી પોઝીટીવ હોવા છતા સાસરીયાએ છુપાવતા અંતે યુવતીએ દાણીલીમીડા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા.

પોલીસે યુવતીની ફરિયાદ લઈને ગુનો નોંધ્યો છે.દાણીલીમડાનો આ કિસ્સો સમાજ માટે એક લાલબત્તી સમાન છે.વિદેશમાં પોતાની દીકરીઓને પરણવાનું ઘેલું રાખે છે તેવા પરિવારે આ ઘટનાથી શીખ મેળવી જોઈએ. દિકરીના લગ્નથી આઘાતમા સરી ગયેવા પરિવાર એક જ અપીલ દરેક મા-બાપને કરે છે કે દિકરીને પરણાવો ત્યારે યુવકના મેડીકલ તપાસ અચુક કરાવો જોઈએ. જેથી આ પ્રકારે કોઈ અન્ય દિકરીનુ જીવન બરબાદ ના થાય. આ ઘટના બાદ આરોપી પતિ અને તેનો પરિવાર ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. જેથી પોલીસે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.