યુવકો સાથે આ રીતે સંભોગ કરવો હોય છે મોટાભાગની સ્ત્રીઓને, પરંતુ આ કારણે નથી કરી શકતી.

0
694

સમાગમ તમને અને પાર્ટનરને શારીરિક રૂપે જોડવા સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે બંને પાર્ટનર વચ્ચે કનેક્શન બનાવવામાં મદદ કરે છે.એવું માનવામાં આવે છે કે સમાગમ દ્વારા બંને પાર્ટનરને વધુ સારી રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અને આનંદ મેળવે છે.પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી કેટલીક ક્રિયાઓ ભારે પડી શકે છે.સમાગમ દરમિયાન મહિલાઓ પોતાના પાર્ટનર સાથે દરેક રીતે સંતુષ્ટિ પ્રાપ્ત કરવા ઇચ્છતી હોય છે.જેમાં દરેક મહિલાઓને આ રીત પસંદ આવે છે પરંતુ આ કારણે કહી શકતી નથી.

પ્રશ્ન: પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.ઉત્તર: આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ. તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કરાણ શું છે. ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.

પ્રશ્ન: કામેચ્છામાં ઘટાડો આવવાનાં કયાં-કયાં કારણો હોય છે.જવાબ: આ ઘટાડો ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. ક્યારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ ઘટાડો આવી શકે.લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈબ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો.

પ્રશ્ન: સ્ત્રી અચાનક ક્યાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે.જવાબ:મોટાભાગના લોકો ફ્રિજિડિટી શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, ક્યારેક-ક્યારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.

પ્રશ્ન: સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે.ઉત્તર:શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ/એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.

પ્રશ્ન: ઢીલી યોનિનો શો ઉપાય છે.ઉત્તર:સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.

પ્રશ્ન: શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ?ઉત્તર: હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિની દીવાલમાં વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.

પ્રશ્ન: શું સ્ત્રીએ યોનિ-વોશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ.ઉત્તર:ના, આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણમાં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્ત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેની સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્ત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.

સવાલ:મારા લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયા ત્યારે હું ફૂલી નહોતી સમાતી. પરંતુ ઘરમાં પ્રવેશ પછી વાતાવરણ જોઇને હું સ્તબ્ધ બની ગઇ છું. મારા બીમાર સાસુ એક ઓરડામાં સુતા રહે છે. જ્યારે રોજ સાંજ પડયે અમારું ઘર ઐયાશીના અડ્ડામાં ફેરવાઇ જાય છે. મોટી ટી.વી. સ્ક્રીન પર બ્લુ ફિલ્મ ચાલુ થાય અને બીજી તરફ મારા જેઠ, સસરા, પતિ ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે સેક્સ કરે . મારા પતિ તો દરરોજ નવી નવી યુવતી ને લઇ આવીને કરે છે ઐયાશી . નાછૂટકે આ વ્યાભિચારમાં મારે સાથ આપવો પડે છે. હું આ બધાથી ત્રાસી ગઇ છું. તો શું મને વ્યભિચારના મુદ્દે છૂટાછેડા મળી શકે? એક પરિણીતા (અમદાવાદ)
તમે જે માહોલનો સામનો કરી રહ્યાં છો તેમાં કોઇપણ સંસ્કારી યુવતી ત્રાસી જાય તે સાચે સ્વાભાવિક છે. સૌથી પહેલા તો તમારે કોઇના પણ દબાણમાં આવ્યાં વગર તમારા પરિવારજનોના વ્યભિચારમાં સાથ નહોતો આપવો જોઇતો. ખેર હવે તમે તેમાંથી બહાર આવવા માગો છો તો તમને આ મુદ્દે ચોક્કસ છૂટાછેડા મળી શકે.

જવાબ:ઉલ્લેખનીય છે કે તમારી વાત સાચી છે તે પુરવાર કરવા માટે તમારે જડબેસલાક પુરાવા તૈયાર રાખવા પડે. જે ઘરના લોકો આટલી હદ સુધી નગ્ન થઇ શક્તા હોય તે તમને ખોટા પુરવાર કરવા ગમે તે હદે પણ જઇ શકે. ત્યારે આવી ગંભીર સ્થિતિમાં કોઇપણ પગલું ભરવાથી પહેલા તમે છાનામાના વિડિયો વગેરે ઉતારીને પુરાવા એકઠા કરી લો.

સવાલ:મારા વિવાહીત જીવનને 15 વર્ષ પૂર્ણ થયા છે. ૧૨ અને ૧૦ વર્ષના બે સંતાનો છે. અમારું વિવાહિત જીવન સુખી છે. મારી પત્નીને દરરોજ સંભોગ કરવાની ઇચ્છા થાય છે. અને હું તેની એ ઇચ્છા પૂરી પણ કરું છું. પણ તેની અન્ય હઠ મને વિચિત્ર લાગે છે. તે કહે છે કે તમે મને અઠવાડિયમાં ત્રણ વખત પાથીએ પાથીએ તેલ નાખી આપો અને વાળ ધોઇ પણ આપો. આમ કરવાથી તમારું આયુષેય લાંબુ થશે. હું તેની હઠ પૂરી કરવા દર અઠવાડિયે ત્રણ વખત તેના લાંબા વાળની માવજત કરું છું. પણ આ સમસ્યાનો ઉકેલ શો.

જવાબ:તમારું વિવાહિત જીવન અન્ય બધી રીતે સુખી છે. પરંતુ તમારી વાત પરથી લાગે છે કે તમારા પત્ની હઠીલા અને વહેમીલા છે. અથવા પોતાનું કામ તમારી પાસેથી કરાવવા તેઓ ખોટું બોલી રહ્યાં હોય એવું પણ બને. તેમના લાંબા વાળની આ રીતે માવજત કરવામાં તમારો ઘણો સમય વેડફાય અને તમને કંટાળો પણ આવે તે સ્વાભાવિક છે.પરંતુ તમે એ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે તેમના મગજમાં આવી (ગેર)માન્યતા ક્યાંથી આવી કે તમે તેમને વાળમાં તેલ નાખી આપીને શેમ્પૂ કરી આપશો તો તમારું આયખું વધશે? તમે પોતે જ એ જાણવાનો પ્રયાસ કરો કે તેઓ આવી વાત કરીને તમારી પાસેથી પોતાનું કામ કઢાવી રહ્યાં છે કે પછી ખરેખર તેઓ આ વાત માને છે. જો તેઓ વાસ્તવમાં આવું માનતા હોય તો એ માન્યતા તદ્ન પાયાવિહોણી છે એ વાત તેમના ગળે ઉતારવાનો પ્રયાસ કરો. શક્ય છે કે તમારા પ્રયાસો કામ આવે અને તમને તેમની હઠ પૂરી કરવામાંથી છૂટકારો મળે.

સવાલ:હું ૪૪ વર્ષીય મહિલા છું. મને મારી ૩૮ વર્ષની પરિણીત સહકર્મચારી સાથે ગાઢ સંબંધ છે. આ સંબંધમાં અમારી બંનેની સંમતિ છે. તેની વાતો પરથી મને ક્યારેય એવું નથી લાગ્યું કે તે પોતાના પતિ કે પરિવારથી કોઇપણ રીતે અસંતુષ્ટ હોય. તે જે રીતે મારી સાથે સંબંધ રાખી રહી છે તેના પરથી મને તેનો કોઇ બદઇરાદો પણ જણાતો નથી. તેથી મને સહેજે પ્રશ્ન થાય છે કે જો તે બધી રીતે સુખી છે તો મારી સાથે આવો ગાઢ સંબધ શા માટે રાખતી હશે? તેના મનમાં શું છે તે જાણવા મારે શું કરવું જોઇએ.

જવાબ:જ્યારે કોઇ વ્યક્તિ ઊભયલિંગી હોય ત્યારે તેને પુરુષ અને સ્ત્રી, બંને સાથે ગાઢ સંબંધ બાંધવાની ઇચ્છા થાય. આ વાત એકદમ કુદરતી છે. શક્ય છે કે તમારી મિત્ર પણ ઊભયલિંગી હોય.આવી સ્થિતિમાં તેને પતિ તરફથી પૂરેપૂરું સુખ મળતું હોય તોય તે સ્ત્રી તરફ આકર્ષાય. કદાચ આ કારણે જ તે તમારી સાથે આટલો નિકટનો સંબંધ બાંધતી હશે.

સવાલ- સ્કૂલમાં ભણતો હતો ત્યારે જે મારો પહેલો ક્રશ હતો તેની સાથે જ મારાં લગ્ન થયાં છે. તેને પટાવતાં મને નવ નેજાં પાણી ઉતર્યા હતા. એટલું જ નહીં, તે માની પછી બન્નેના ઘરવાળાઓનો વિરોધ વચ્ચે આવ્યો. આખરે બન્ને પરિવારોથી છુટા પડીને અમે લગ્ન કર્યા. એ વાતને સવા વરસ થશે. હવે મારી મૂળ સમસ્યા આવે છે. આટલા વખતમાં હજી સુધી અમે યોનિ સમાગમ કર્યો નથી. મારી વાઇફ ખૂબ શરમ-સંકોચવાળી છે. જોકે ફોરપ્લે દરમ્યાન તે ખીલી ઊઠે છે. જોકે એનાથી આગળ વધીએ એટલે કે યોનિપ્રવેશ કરવાની કોશિશ કરું એટલે તેને દુખાવો થવા લાગે છે. મૅરેજ પછી અમે હનીમૂન માટે ચાર દિવસ બહાર ગયેલાં ત્યાં પણ અમે માત્ર ફોર-પ્લે જ કરેલું. અમે પરસ્પરને મુખમૈથુન કરી આપીએ છીએ, હસ્તમૈથુન કરી આપીએ છીએ, પણ સમાગમ નથી થઈ શકતો. ઇન્દ્રિયપ્રવેશ થાય છે, પણ પત્નીને બહુ દુખે છે એટલે વચ્ચે જ અટકી જઈએ છીએ. છેલ્લા બે મહિનાથી તો અમે સમાગમનો પ્રયત્ન પણ નથી કર્યો; ઓરલ સેક્સથી જ પરસ્પરને સંતોષી લઈએ છીએ. શું મારી સેક્સલાઇફ આવી જ રહેશે? પત્નીને પીડા આપીને સુખ ભોગવવાનું મન નથી થતું, છતાં વચલો કોઈ માર્ગ નીકળતો હોય તો સૂચવશો.

જવાબ:પહેલી વાર જ્યારે ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મૂકવામાં આવે ત્યારે સામાન્ય કરતાં થોડુંક વધુ દુખે એ સહજ છે, પણ થોડાક પ્રયત્નથી એ કામ આસાન થઈ જતું હોય છે. કાં તો તમે થોડાક દુખાવાથી ડરીને પ્રવેશ કરતાં અચકાતા રહ્ના છો કાં પછી ખરેખર તમે સિન્સિયર પ્રયત્ન કર્યા પછી પણ સમાગમ શક્ય બન્યો નથી.યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોય તોપણ પેનિટ્રેશન દરમ્યાન પીડા થઈ શકે છે. હવે ફોર-પ્લે પછી યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ આવી છે એવું ચેક કર્યા પછી બે ટકા કૉન્સન્ટ્રેશનવાળી ઝાયલોકેન જેલી યોનિમાર્ગની આસપાસ લગાવો. એમ કરવાથી પત્નીને દુખાવાની સંવેદના ઘટી જશે. એ પછી તમે ઇન્દ્રિયપ્રવેશ કરવાનો પ્રયત્ન કરો. મોટા ભાગે આ પ્રયોગ કરવાથી યોનિપ્રવેશ સરળ થઈ જશે ને તમે સફળ સમાગમ માણી શકશો. ધારો કે આ પ્રયોગ પણ નિષ્ફળ જાય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. કોઈ શારીરિક તકલીફ છે કે માનસિક એનું યોગ્ય નિદાન કરીને આગળ વધી શકાશે.

સવાલ:હું ૩૦ વર્ષનો છું. કૉલેજમાં કે એ પછી પણ ક્યારેય હું ફિઝિકલી કોઈની સાથે જોડાયો નહોતો. હું મૅસ્ટરબેશન જ કરતો હતો. મારાં લગ્નને અઢી મહિના થયાં છે. અમે ઘણી વાર ઇન્ટિમસી આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ મને લાગે છે કે અમે એકેય પોઝિશનમાં કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી નથી કરી શકતા. એનું કારણ છે અમારું વજન. મારું વજન લગભગ ૯૦ કિલો જેટલું છે અને તેનું ૬૮ કિલો. ફીમેલ સુપિરિયર પોઝિશનમાં તેને મૂવમેન્ટ કરતાં નથી ફાવતું અને હું જ્યારે ઉપર હોઉં ત્યારે તેને મારું વજન નથી ખમાતું. અત્યાર સુધી અમે કદી ઇન્ટરકોર્સ દ્વારા ઑર્ગેઝમ પર નથી પહોચ્યાં. અમે એકબીજાને ઓરલી સંતુષ્ટ કરીએ છીએ. અમારા મારે બેસ્ટ પોઝિશન કઈ કહેવાય? કોઈ પણ પોઝિશનમાં પેનિટ્રેશન દરમ્યાન અમને મુશ્કેલી પડે છે.

જવાબ:વજન વધુ હોય અને બૉડીની ફલેક્સિબિલિટી ઓછી હોય તો સેક્સ્યુઅલ લાઇફની શરૂઆતમાં થોડીક ગડમથલ તો રહે જ. તમારું તો વજન પણ સારુંએવું વધારે છે. વજન વધારે હોય એ જ એકમાત્ર સમસ્યા નથી, શરીરની ફલેક્સિબિલિટી પણ સારી હોવી જરૂરી છે. કાં તો તમારે શરીરનું વજન હાથ અને પગ પર લેવાની તાકાત કેળવવી જોઈએ કાં પછી સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિ પર વધુ વજનને કારણે સમાગમનો આનંદ નહીં, અકળામણ થાય એવું બની શકે.
મેદસ્વી યુગલો સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે. જોકે આ તો શૉર્ટ ટર્મ અને ઇન્સ્ટન્ટ ઉકેલ છે. તમારી ઉંમર જોતાં તમારે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. તમે ખરેખર તમારી સેક્સલાઇફ માટે ગંભીર હો તો બીજો શૉર્ટકટ અપનાવવાને બદલે વજન ઘટાડવા પર ધ્યાન પરોવવું જોઈએ. યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફિટ એન્ડ ફાઇન બની શકો છો.ઓબેસિટીને કારણે અત્યારે તમને માત્ર પોઝિશન અપનાવવામાં તકલીફ પડી રહી છે, પણ વધુપડતું વજન હોવાથી ફર્ટિલિટી પર પણ માઠી અસર થાય છે. યંગ એજમાં ઓવરવેઇટ હશો તો હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સનું જોખમવધે છે.

સવાલ: હું ૨૯ વર્ષનો છું અને ડ્રાઇવિંગનું કામ કરું છું. આખો દિવસ ટ્રાફિકમાં જ રહેતો હોવાથી યુરિન લાગે ત્યારે પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ વારંવાર કરવો પડે છે. એને કારણે મારા યુરિનમાં આવતા બદલાવ વિશે પહેલાં મને ખબર નહોતી પડતી. હમણાં થોડાક દિવસથી ડ્રાઇવિંગ બંધ હતું એટલે ઑબ્ઝર્વ કર્યું છે કે મારું યુરિન બહુ પીળું થાય છે. એટલું જ નહીં, પાસ કરતી વખતે પણ બળતરા થાય છે. પેશાબની શરૂઆતમાં થોડુંક વીર્ય પણ નીકળે છે. હું ક્યારેક બ્લુ ફિલ્મ જોઉં છું ત્યારે-ત્યારે પણ ઇન્દ્રિયમાંથી આવું જ ચીકણું પ્રવાહી નીકળે છે. ક્યારેક હસ્તમૈથુન કરું છું તો થોડુંક જ વીર્ય નીકળે છે અને એ પણ પાતળું હોય છે. એવા સમયે બેથી ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. થોડાક દિવસમાં જ મારાં લગ્ન થવાનાં છે અને હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી તકલીફનો મહેરબાની કરીને કોઈ દેશી ઇલાજ બતાવશો, જેથી કરીને મારા લગ્નજીવનમાં તકલીફો ન આવે.

જવાબ:તમારું ફરવાનું કામ છે એટલે તમારી દિનચર્યા પરથી ધારી લઉં છું કે તમે યુરિન પાસ કરવા ન જવું પડે એ માટે ઓછું પાણી પીતા હશો. સૌથી પહેલાં તો તમે રોજ કેટલું પાણી પીઓ છો એ ઑબ્ઝર્વ કરો. યુરિનમાં બળતરા થાય છે એનું કારણ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે છે. લારી પરનું તીખું, તળેલું અને નમકીન ખાવાનું પ્રમાણ વધુ હોય અને પાણી ઓછું લેતા હો તો યુરિન દરમ્યાન બળતરા થવાનું સૌથી કૉમન કારણ છે.

હવે સૌથી અગત્યની વાત. સામાન્ય રીતે યુરિન પાસ કરતી વખતે કદી વીર્ય નીકળતું નથી. યુરિન પાસ કરતી વખતે વીર્ય નીકળવાનો વાલ્વ બંધ થઈ જાય. જો તમને ઇજેક્યુલેશન થયા પછીના યુરિનમાં વીર્ય નીકળતું હોય તો એ રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશનની તકલીફ કહેવાય. એના યોગ્ય નિદાન માટે તમારે વીર્યસ્ખલન કર્યા પછીનું પહેલું યુરિન કલેક્ટ કરવું અને લૅબોરેટરીમાં આપવું. આ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. બીજું, ઉત્તેજક દૃશ્યો કે વિચારો દરમ્યાન ઇન્દ્રિયમાંથી જે ચીકણું પ્રવાહી નીકળે છે એ વીર્ય નથી પણ કાઉપર ગ્રંથિનું ફલુઇડ છે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.