યુવકે યુવતીને હોટલમાં બોલાવી, ત્યારબાદ લાલચ આપી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો……

0
488

આજકાલ મહિલાઓનું પોતાને સુરક્ષિત અનુભવવું એક મોટો પ્રશ્ન બની ગયો છે.દેશના કોઈ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત નથી.હવસના ભૂખ્યા લોકો કોઈને કોઈ રીતે તેમને પોતાનો શિકાર બનાવે છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ગાંધીનરગરની હોવાનું બહાર આવ્યું છે.જ્યાના એક યુવકે એક યુવતીને ગાંધીનગર બોલાવીને ત્રણ દિવસ હોટલમાં રાખીને તેની સાથે શારીરીક સુખ માણ્યું હતું. એ પછી તેને પેઈંગ ગેસ્ટ તરીક રાખીને પણ તેની સાથે વારંવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. એ પછી આ યુવક જેનું નામ દીપ કુમાર છે તેને અચાનક તેને તરછોડી દેતા યુવતીએ સેક્ટર-૭માં આ યુવક અને તેના પરિવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે દીપ કુમારની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે.

યુવતીની ફરિયાદ પ્રમાણે દીપ કુમાર સાથે તે મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવી હતી. બંનેના સબંધ લગ્ન કરવા સુધી પહોંચ્યા હતા અને પરિવારમાં પણ આ મામલે વાતચીત થઇ હતી. ત્યાર બાદ દીપ કુમારે તેને ગાંધીનગર તેડાવી હતી. યુવતી ગાંધીનગર આવી હતી અને હોટેલમાં ત્રણ દિવસ રોકાઇ હતી. એ વખતે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. અને ત્યાર બાદ દીપ કુમારે આ યુવતીને સેક્ટર-૮માં પીજીમાં રહેવાની સગવડ કરી આપી હતી. આ દરમિયાન દીપ કુમારે તેની સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હતો. બંનેના લગ્ન મામલે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.

આ પછી દીપ કુમારે લગ્ન કરવા હોય તો ૫૦ લાખની માંગણી કરી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટનામાં પોલીસે દીપ કુમારે ધરપકડ કરી હતી. કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપ્યો છે.જે અધિકારીની ધરપકડ કરાઈ છે તેનું નામ દીપ કુમાર છે. આ અધિકારી કર્મયોગી ભવનમાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટેકનિકલ ઓફિસર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના વરીયાવ ગામના ૨૪ વર્ષીય યુવકની પોલીસે અટકાયત કરી છે કારણકે આ યુવક પર ૨૧ વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને લગ્નની લાલચ આપીને કથિતરીતે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઈકરામ ફેન્સી નામના ૨૪ વર્ષીય આરોપી યુવકે તે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં જ્યારે આ યવુતીએ આરોપી યુવકને લગ્ન વિશે વાત કરી ત્યારે તે યુવકે માતા-પિતાની સંમતિ લેવી પડશે તેવું કહીને વાત ટાળી હતી.પોલીસે આ કેસમાં વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે આ યુવતી તે યુવકની લગ્ન નહીં કરવાની દલીલો સાંભળીને કંટાળી ગઈ ત્યારે તેણે ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ ઈકરામ ફેન્સી નામનો આ યુવક તે યુવતીને વારંવાર હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં ઈકરામ ફેન્સીના પરિવારે તે યુવતીના માતા-પિતાને જણાવ્યું હતું કે તેઓ આ લગ્ન માટે રાજી નથી. તેમ છતાં ઈકરામ ફેન્સી તે યુવતીને વારંવાર મળવા માટેનું દબાણ કરતો હતો.

તેઓની ઈન્સ્ટ્રાગ્રામ ઉપર ફેન્ડશીપ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા અવાર નવાર ઈન્સ્ટ્રાગ્રામ અને મોબાઈલ પર વાતો કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ રચાયો હતો. જ્યારે આ યુવકે તે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ લગ્ન કરવાની ના પાડતા તે યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો. તેણે સૌપ્રથમ ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ભરૃચ તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતીને ત્રણેક વર્ષ અગાઉ યુવતીને તેની સખીના લગ્નમાં યુવક સાથે મુલાકાત થઇ હતી જે મુલાકાતથી યુવક યુવતી વચ્ચે મિત્રતા બંધાઈ હતી.યુવતીના પિતાની યુવતીના લગ્ન માટે અંકલેશ્વર તાલુકાના એક ગામ ખાતે એક યુવક સાથે લગ્ન માટે વાતચીત ચાલતી હતી જેની જાણ લંપટ યુવકને થતા યુવકે યુવતીને હું તારી સાથે લગ્ન કરીશ તુ અન્ય યુવક સાથે લગ્ન કરવાનુ કેમ કહે છે.ત્યારબાદ યુવકે યુવતીના ઘરની બાજુમાં આવેલા એક ભાઈના ગભાણમાં યુવતીને મળવા બોલાવી લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે શરીર સુખ માણવા યુવતીની મરજી વિરૃધ્ધ માંગણી કરી હતી.

ત્યારબાદ ત્રણથી ચાર વાર યુવતી સાથે શરીર સુખ યુવકે માણ્યા બાદ યુવતી સગર્ભા બનતા યુવકે યુવતીને તરછોડી દઈ ભરૃચ તાલુકાના એક ગામની યુવતી સાથે યુવકે લગ્ન કરી લીધા હતા. જે બાબતે યુવતીએ યુવકને પુછતા યુવકે યુવતીને તારાથી થાય તે કરી લે તારી સાથે લગ્ન નહીં કરૃ અને તું આ બાબત કોઈને કહીશ તો યુવતીને બદનામ કરી નાંખવાની ધમકી પણ લંપટ યુવકે આપી હતી યુવતીને પોતાની તથા પોતાના પરિવારની આબરૃ જવાની બીકે યુવતીએ જાણ ઘરમાં કરી ન હતી.

પરંતુ યુવતી સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવતા લંપટ યુવકના માતા-પિતાએ યુવતીના માતા-પિતા સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન કરી મારો પુત્ર તમારી પુત્રી સાથે લગ્ન ઔનહીં કરે થાય તે કરી લેજો એમ પણ યુવતીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યુ છે. જે સંદર્ભે ભોગ બનનાર યુવતીએ લંપટ યુવક વિરૃધ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઉતરપ્રદેશના હાથરસની સામુહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી ગયો છે. બીજી તરફ દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. ગઇકાલે જામનગરમાં સગીરા સાથે સામુહીક દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ રાજકોટમાં પણ દુષ્કર્મનો એક બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જસદણમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી જામનગરના શખ્સે તેને રાજકોટ તથા દિવની હોટલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ લગ્નની ના કહી યુવતી સાથે ઝઘડો કરી તેને બેફામ ગાળો આપી હતી. બનાવ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દુષ્કર્મના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જસદણમાં રહેતી અને રાજકોટમાં પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર યુવતીએ તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે જામનગરમાં એરપોર્ટ રોડ પર સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી રાજકોટમાં પીજીવીસીએલમાં નોકરી કરતા હોય તેમજ આરોપી કેતન પણ રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને સાથે બસમાં આવતા જતા હોય તે દરમિયાન બંને વચ્ચે પરીચય થયા બાદ પ્રેમ પાંગર્યો હતો. આરોપી યુવતીને મળવા આત્મીય કોલેજ પાસે બોલાવતો હતો. બાદમાં લગ્નની લાલચ આપી આરોપી કેતન તેણીને રાજકોટની અલગ અલગ હોટલમાં તેમજ દીવમાં ઘોઘલા બીચ પાસે આવેલી હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

યુવતીએ લગ્નની વાત કરતા કેતને પોતાનો અસલ ચહેરો દેખાડ્યો હતો. લગ્નની સ્પષ્ટ ના કહી યુવતી સાથે ઝઘડો કરી તેને બેફામ ગાળો આપી હતી. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અનુભવ થયો હતો. બાદમાં યુવતીએ આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી કેતન કાસુન્દ્રા સાથે આઈપીસીની કલમ 376, 406, 509 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ મામલે પીઆઇ જે.વી. ધોળાની રાહબરીમાં પીએસઆઈ એ.જી. અંબાસણા તથા પી.એમ.રાઠવા તપાસ ચલાવી રહ્યા છે.