મરેલા યુવકની બારમું વિધિ ચાલતી હતી ત્યાં જ યુવક સામેથી ચાલતો આવતા લોકો ભૂત-ભૂત કરીને ભાગવા લાગ્યા, પરિવારને પણ પરસેવો છૂટી ગયો..!

મરેલા યુવકની બારમું વિધિ ચાલતી હતી ત્યાં જ યુવક સામેથી ચાલતો આવતા લોકો ભૂત-ભૂત કરીને ભાગવા લાગ્યા, પરિવારને પણ પરસેવો છૂટી ગયો..!

કહેવાય છે કે, આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું ક્યારે ખોટું હોતું નથી. પરંતુ અત્યારે બે આંખો ફાડીને જોયું હોય છતાં પણ ઘટના પાછળથી ખૂબ જ વળાંક ભરી સાબિત થતી હોય છે, એવી ઘણી બધી ઘટનાઓ પાછળના સમયમાં સામે આવી ચૂકી છે અને અત્યારે પણ ભલભલા લોકોના હોશ ઉડાડી નાખે તેવો એક કિસ્સો સામે આવી ગયો છે..

આ બનાવો ભરતપુર ગામનો છે, આ ગામની અંદર જયરામભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, જયરામભાઈ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેને મિત્રોની ખૂબ જ ખરાબ સંગત લાગી ગઈ હતી. ધીમે-ધીમે તે અવળા રવાડે ચડી ગયો કે, પરિવારજનોના ધાર્યામાં પણ રહ્યો હતો નહીં..

તેણે તમામ માન સન્માન પણ ગુમાવી દીધું અને હવે તે એવા બે નંબરના ધંધા સાથે જોડાઈ ગયો કે, કોઈ વખત છ મહિના એ ઘરે આવતો તો કોઈ વખત દસ મહિને કે વર્ષ સુધી તે ઘરે આવતો હતો નહીં, પરિવારજનો એ હવે તેને બોલાવવાનો પણ બંધ કરી દીધું હતું. લાંબા સમયે થોડાક દિવસ સુધી તે ઘરે રહેતો અને ત્યારબાદ તે ઘર મૂકીને જતો રહેતો હતો..

જયરામભાઈના પિતા ધનસુખભાઈએ પણ એવું સમજી લીધું હતું કે, તેમના બે દીકરા માંથી તેમનો નાનો દીકરો જયરામ હવે તેમના માટે મરી ગયો છે. જયરામ પાછળના છ મહિનાથી ઘરે આવ્યો હતો નહીં, અને એક દિવસ અચાનક જ ગામના સરપંચે ધનસુખભાઈના ઘર પાસે આવ્યા અને કહ્યું કે, તમારો દીકરો મરી ગયો છે..

અને તેની લાશ ગામની સીમમાં આવેલા ખેતરની નજીક રહેલા ચેકડેમ પાસેથી મળી આવી છે, ધનસુખભાઈને સહેજ પણ દુઃખ થયું નથી કારણ કે, તેઓએ તેમના દીકરાને પહેલેથી જ મરેલો સમજી લીધો હતો. આ લાશની ઓળખ પરખ કર્યા વગર તેઓ એ પોલીસને જાણકારી આપી કે તેમના દીકરાને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી નાખ્યો છે..

અને આ બાબતને લઈને તેઓ કોઇ તપાસ કરવા માંગતા નથી, પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામાની કામગીરી શરૂ કરી ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવા માટે લાશને મોકલી આપી હતી એમાં જણાવ્યું કે વધારે પડતો નશો કરવાને કારણે આ યુવકના શરીરના અંદરના અવયવો ફેલ થઈ ગયા છે, અને તેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે..

પરિવારજનોએ જયરામભાઈનું મોઢું પણ જોયું નહીં અને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા બાદ તેના બારમા દિવસે બારમું વિધિ ચાલી રહી હતી એ વખતે પરિવારના સૌ સભ્યો સફેદ કપડાની અંદર ઘરની અંદર વિધિ કરાવી રહ્યા હતા. ત્યારે એવી ઘટના બની કે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા..

જ્યારે મરેલા યુવકની બારમી વિધિ ચાલતી હતી, ત્યારે અચાનક જ જયરામ નામનો આ યુવક સામેથી ચાલતો ચાલતો આવ્યો હતો, એક બાજુ જે યુવકની અંતિમ સંસ્કાર બાદની બારમી વિધિ ચાલતી હતી, એ જ યુવક જીવતો થઈને સામેથી ચાલતો આવતા સૌ કોઈ લોકો ભૂત ભૂત કરીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

તો બીજી બાજુ ધનસુખભાઈના પરિવારજનોને પણ પરસેવો છૂટી ગયો કે, આખરે આ તેમની સાથે શું થઈ રહ્યું છે, તેઓ તેમના જે મૃત દીકરાની વિધિ કરાવી રહ્યા છે. તે દીકરો તેમની સામેથી ચાલતો ચાલતો આવ્યો છે, આ દ્રશ્ય જોઈને તેમના પણ હોશ ઉડી ગયા હતા જ્યારે ધનસુખભાઈ તેના દીકરાની નજીક ગયા અને તેના મોઢે હાથ ફેરવીને કહ્યું કે, તું હજુ પણ જીવે છે..

ત્યારે જઈને જણાવ્યું કે, તે હજુ પણ જીવે છે અને તમે શા માટે આ બધી વિધિઓ કરી રહ્યા છો..? ત્યારે ધનસુખભાઈ તેના દીકરા જયરામને તમામ ઘટના જણાવતી કે, તેમની સાથે આવો બનાવ બન્યો છે. થોડા સમય પછી ખબર પડી કે તેઓએ જે વ્યક્તિને મૃત સમજીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે..

તે મૃત વ્યક્તિ અન્ય કોઈ હતું જ્યારે તેમનો અસલી દીકરો જયરામ તો હજુ પણ જીવી રહ્યો છે. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા, તો બીજી બાજુ પોલીસની કામગીરીને લઈને પણ લોકો સવાલ ઉઠાવવા લાગ્યા હતા. જ્યારે આ યુવક ચાલતો ચાલતો સામેથી આવતો હતો ત્યારે લોકો ભૂત ભૂત કરીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

dharmikofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *