એકજ કપૂરનો ટુકડો બદલી નાખશે તમારું જીવન,દરેક દુઃખ કરી દેશે દૂર,જાણીલો આ ઉપાય વિશે……

0
3201

આજે અમે ખાસ વાત કરીશું એક એવો ઉપાય વિશે જે તમારી દરેક દુઃખ પરેશાની ને દૂર કરી દેશે.પૂજા-પાઠમાં એક જરૂરી સામગ્રી છે કપૂર.તમામ પ્રકારની પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.હિન્દુ ધર્મમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૂજા-પાઠમાં પ્રયોગમાં લેવામાં આવતી હવન સામગ્રીમાં પણ કપૂરનું વિશેષ મહત્વ હોય છે.કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ ઉપરાંત કેટલાક પ્રાચીન ટોટકા કરવા માટે પણ કરવામાં આવે છે. પૂજા કર્યા પછી કપૂરની આરતી અચૂક કરવામાં આવે છે. તેનાથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. કપૂરનો ધૂપ ઘરમાં કરવાથી તન તેમજ મનને શાંતિ મળે છે. કપૂર એટલું ચમત્કારી હોય છે કે તે વ્યક્તિના અનેક બગડેલા કામ પણ સુધારી શકે છે.

વાસ્તુદોષ, ધનની ખામી, ગૃહ ક્લેશ દૂર કરવામાં પણ કપૂર ઉપયોગી સાબિત થાય છે. તો જાણી લો કપૂરના આ ખાસ ઉપાયો વિશે આજે.જો ધનની ખામી તમારા જીવનની મુખ્ય સમસ્યા બની ગઈ હોય તો તેનું નિવારણ કપૂર લાવશે. તેના માટે રાત્રે ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવા. આ ટોટકાને થોડા દિવસો સુધી રોજ અમલમાં મુકવો. આ ઉપાય વ્યક્તિને માલામાલ કરી દે છે અને જીવનમાં ધનની ખામી રહેતી નથી.જ્યારે અનેક પ્રયત્નો પછી પણ કામમાં સફળતા ન મળે તો કપૂરનો આ સરળ ઉપાય એક વખત જરૂરથી કરવો. આ ઉપાય અત્યંત સરળ છે. ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો દરેક શનિવારે રાત્રે પાણીમાં કપૂરનું તેલ ઉમેરી તેનાથી સ્નાન કરવું.

અણધારી આફત કહો કે દુર્ઘટના તેનાથી હંમેશા ચેતીને ચાલવું જોઈએ. આ સમસ્યાથી બચવા માટે રોજ રાત્રે ઘરમાં કપૂરનો ધૂમાડો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.વાસ્તુદોષને દૂર કરવા માટે કપૂરની બે ગોટી જે સ્થળે વાસ્તુદોષ હોય ત્યાં રાખી દેવી. આ ગોટી ઓગળી જાય પછી ફરીથી ત્યાં બીજી રાખી દેવી. આ ઉપાયથી વાસ્તુદોષ નડતરરૂપ બનતો નથી.

જો ઘરમાં રોજ ક્લેશ રહેતો હોય તો રોજ સવારે તેમજ સાંજે ઘીમાં કપૂર બોળી અને પ્રગટાવવું. આ ઉપાયથી ઘરમાંથી ક્લેશ કાયમ માટે દૂર થઈ જશે અને શાંતિ જળવાઈ રહેશે.જો વિવાહની વાત અકારણ આગળ ન વધે ત્યારે કપૂરના 6 ટુકડા અને લવિંગના 36 ટુકડા લઈ તેને પ્રજ્વલિત કરો તેમાં હળદરવાળા ચોખાની આહુતિ આપો.આ ટોટકાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

કપૂર વિના ધાર્મિક કાર્ય અધૂરા માનવામાં આવે છે. વાસ્તુ તથા જ્યોતિષશાસ્ત્રમાં પણ તેના મહત્વ અને ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે. અમે તમને જણાવીશું કે કપૂર કેવી રીતે તમને સંકટ મુક્તિ અપાવી શકે છે અને તમે કેવી રીતે ગ્રહ અને ઘરને પણ બાધા મુક્ત કરી શકો છો.પુણ્ય માટે.પૂજામાં કપૂરની પરંપરા આજથી નહી પરંતુ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે.શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ સામે કપૂર પ્રગટાવવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.તેથી દરરોજ સવાર-સાંજ ઘરમાં ઇશ્વરવંદના કરતાં કપૂર જરૂર પ્રગટાવો.શાંતિ જળવાઇ રહેશે.ધાર્મિક માન્યતા છે કે રાતે સૂતા પહેલાં કોઇ પિત્તળના પાત્રમાં કપૂરને લઇને તેને ગાયના શુદ્ધ ઘીમાં મુકીને પ્રગટાવો.તેમ કરવાથી ઘરના તમામ ક્લેશ નષ્ટ થઇ જશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે.

પિતૃદોષ દૂર થશે.પિતૃદોષમાં પણ કપૂર લાભદાયી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કપૂર પ્રગટાવવાથી દેવદોષ તથા પિતૃદોષ દૂર થઇ જાય છે. દરરોજ ત્રણવાર એટલે કે સવારે, સાંજે અને રાતના સમયે ઘીમાં કપૂર ડૂબાડીને પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થઇ જાય છે.

સુખી દાંપત્ય જીવન.જો પતિ-પત્ની વચ્ચે તણાવ રહેતો હોય તો આ ઉપાય કારગર સાબિત થઇ શકે છે. પત્ની રાતે સૂતા પહેલાં પતિના તકિયા નીચે કપૂર મુકી દે અને સવારે તેને ટોક્યા વિના સળગાવી દે તો તેમની વચ્ચે શાંતિ જળવાઇ રહેશે અને પ્રેમ વધશે.

દુર્ઘટનાથી બચવા.આકસ્મિક ઘટના કે દુર્ઘટનાનું કારણ રાહુ-કેતુ કે શનિ હોય છે.તેનાથી બચવા માટે રાતે હનુમાન ચાલીસાના પાઠ બાદ કપૂર પ્રગટાવવું જોઇએ.જો કે જે ઘરમાં સવાર-સાંજ કપૂર પ્રગટાવવામાં આવતુ હોયતે ઘરમાં કોઇપણ પ્રકારની દુર્ઘટના થવાની આશંકા નથી હોતી.

લેખન સંપાદન : Dharmik Lekh – ધાર્મિક લેખ ટિમ

તમે આ લેખ Dharmik Lekh – ધાર્મિક લેખ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ Dharmik Lekh – ધાર્મિક લેખ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google