વિશ્વ નું એક માત્ર એવું શિવ મંદિર,કે જ્યાં આજે પણ ભગવાન શિવ ચોપાટ રમવા આવે છે,જાણો એનું રહસ્ય….

0
203

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંસૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેય અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાલય (શિવ મંદિર)માં જોવા મળતાં, તેનુ કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પૂજા થતી નથી.આપણે જાણીએ છે કે ભોલેનાથના અસંખ્ય મંદિરો છે જેમાના કેટલાક તો અદભુત ચમત્કારિક મંદિરો છે અને ઇતિહાસ પણ હોય છે.આજે અમે
એવા જ એક મંદિર વિશે તમને જણાવવા જઇ રહ્યા છે.

સૌ કોઇનાં કલ્યાણાર્થે દેવાધિદેવ ભોળાનાથ યાત્રાધામોમાં લિંગ સ્વરૂપે બીરાજયા છે. પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શિવજી સર્વવ્યાપી છે અને સદાકાળ છે. શિવ પુરાણમાં કહે છે કે જે સ્થાનોમાં ભકતજનોએ ભોળાનાથની પૂજા અર્ચના કરી, તે સ્થાનોમાં મહાદેવજી પ્રગટ થયા અને જ્યોર્તિલિંગ સ્વરૂપે સદાકાળ રહ્યા છે.આપણા દેશમાં બાર જયોતિર્લિંગ છે. તેમનું પૂજન, અર્ચન પ્રાર્થના અને સ્મરણ માત્રથી ભકતજન જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે. દેશમાં વિવિધ સ્થળોએ આપણા આ ૧ર જયોતિર્લિંગનું ઘણું મોટું મહાત્મ્ય છે.દેશના અલગ-અલગ ભાગમાં આવેલા ભગવાન શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગ આવેલાં છે. તેમને દ્વાદશ જ્યોતિર્લિંગના નામે પણ ઓળખવામાં આવે છે.

આ જ્યોતિર્લિંગના દર્શન, પૂજા, આરાધનાથી ભક્તોના જન્મ-જન્માંતરના બધાં પાપ ધોવાઇ જાય છે.

આપણા દેશમાં જેટલાં તીર્થસ્થાનો છે તેટલાં બીજા બહુ ઓછા દેશોમાં હશે. એનું એક કારણ સંસ્કૃતિની લાંબી પરંપરા તો બીજું કારણ ધર્મો અને સંપ્રદાયોની બહુલતા. એક હિંદુ ધર્મમાં જ કેટલાં દેવદેવી અને તેમને પૂજનારા સંપ્રદાય છે તેમાંનો એક મહત્ત્વનો સંપ્રદાય શિવભક્તોનો છે.જે કોઇ શ્રદ્ધાળુ ભકત પૂર્ણ શ્રદ્ધા અને ભાવનાથી વહેલી પરોઢે જાગીને બાર જયોતિર્લિંગનાં નામોનું સ્મરણ કરે, પાઠ કરે, તો તેની સાત પેઢીઓનાં પાપોનું નિવારણ થાય છે અને ભકતજનની સર્વ મનોમકામના પૂર્ણ થાય છે. દેશમાં જુદાં જુદાં સ્થળે જયોતિર્લિંગ સ્વરૂપે બીરાજમાન મહાદેવજી સદાય સર્વજનોનું કલ્યાણ કરે છે.આખા વિશ્વ મા ભગવાન ભોલાનાથ ના ઘણા જુના તેમજ જગવિખ્યાત મંદિરો આવેલા છે પણ આજ ના આર્ટીકલ મા જે મંદિર વિશે વાત કરવામા આવે છે તેની વાત કઈક જુદી જ છે. એક પ્રાચીન માન્યતા મુજબ આ મંદિર મા રોજ રાત્રે ભગવાન ભોલાનાથ માતા પાર્વતી સાથે ચોપાટ રમવા આવે છે. અહીંયા ઘણા વર્ષો થી આ પ્રથા ચાલતી આવે છે. નર્મદા નદી ને કાઠે ઉંકાર પર્વત પર બનાવવા મા આવેલ ઓંકારેશ્વર મંદિર નો સમાવેશ ભારત ના બીજા બાર જ્યોર્તિલિંગો મા થાય છે.

ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). પણ દ્વાશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર અવેલું અહિયાં આ જ્યોતિર્લીંગ મમલેશ્વર નામે વિખ્યાત છે અને આ ચોથા નંબર ના જ્યોતિલિંગ ના દર્શન કર્યા વગર ચાર ધામ ની જાત્રા ને પણ અપૂર્ણ માનવામા આવે છે. અહિયાં ના મુખ્ય પૂજારી ડંકેશ્વર દીક્ષિત ના જણાવ્યા મુજબ દરરોજ રાત્રે અહિયાં ભગવાન ભોલાનાથ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. દરરોજ સંધ્યાકાળ ની આરતી પશ્ચાત જ્યોર્તિલિંગ ની સામે ચોપાટ ની બિસાત સજાવવા મા આવે છે.

અહિયાં ઘણા વર્ષો થી આ રીવાજ ચાલતો આવે છે. તેમણે વધુ મા જણાવતા કહ્યું કે ત્યાં રાત્રે મંદિર ના ગર્ભગૃહ મા બીજું કોઈ રોકાતું પણ નથી, તે છતાં ઘણીવાર સવાર ના સમયે ત્યા પાસા ઉંધા થયેલા જોવા મળે છે. આ ભગવાન ભોલાનાથ નુ એવું મંદિર છે કે જ્યાં ગર્ભગ્રહ મા રોજ ગુપ્ત આરતી કરવામા આવે છે અને આ ગુપ્ત આરતી સમયે માત્ર ને માત્ર પૂજારી ને જ ત્યાં જવા ની અનુમતિ હોય છે. મંદિર ના પુજારી મુજબ રાત ના ૦૮:૩૦ વાગે રુદ્રાઅભિષેક થી આરતી ની શરૂવાત થાય છે.

આ રુદ્રાભિષેક બાદ પુજારી પટ ને બંધ કરી શયન આરતી કરે છે અને ત્યારબાદ પટ ને ખોલવામા આવે છે. ત્યાં ચોપાટ સાથે પાસા ગોઠવી ને ફરી થી પટ ને બંધ કરી દેવા મા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રી ના દિવસે નવા ચોપાટ થી જુના ચોપાટ ને બદલવામા આવે છે. મોટેભાગે તમે સાંભળ્યું હશે કે ભગવાન ભોલાનાથ ને રીજવવા માટે સોળ સોમવાર ના વ્રત રાખતા હોય છે અને આ જ વ્રત મા ભગવાન ભોલાનાથ અને માતા પાર્વતી ની ચોપાટ રમવાનો ઉલ્લેખ જોવા મળે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અંગે મુખ્ય ત્રણ કથાઓ પ્રચલિત.

એકવાર નારદજી ભ્રમણ કરતા-કરતા વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં પર્વતરાજ વિધ્યાંચલે નારદજીનું સ્વાગત કર્યું અને કહ્યું કે હું સર્વગુણ સંપન્ન છું, મારી પાસે બધું જ છે, મારી પાસે તમામ પ્રકારની સંપદા છે. વિંધ્યાચલની અભિમાનયુક્ત આ વાતો સાંભળીને નારદજીએ ઉભા રહીને ઉંડો શ્વાસ લીધો. ત્યારે વિંધ્યાચલે નારદજીને પૂછ્યું કે તમાને મારી પાસે કઈ કમી દેખાઈ કે જેને જોઈને તમે ઉંડો શ્વાસ લીધો? નારદજીએ વિંધ્યાચલને કહ્યું કે તમારી પાસે બધું જ છે પરંતુ તમે સુમેરુ પર્વતથી ઉંચા નથી. તે પર્વતનો ભાગ દેવતાઓના લોક સુધી પહોંચ્યો છે અને તમારા શિખરનો ભાગ ત્યાં સુધી ક્યારેય નહી પહોંચી શકે. આવું કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ ત્યાં ઉભેલા વિંધ્યાચલને ખૂબ દુઃખ થયું અને તે પર્વત હતાશ થયો.

ત્યારે જ વિંધ્યાચલ પર્વતે ભગવાન શિવની આરાધના કરવાનો નિર્ણય કર્યો. જ્યાં સાક્ષાત ઓમકાર વિદ્યમાન છે, ત્યાં તેમણે શિવલીંગની સ્થાપના કરી અને સતત 6 મહિના સુધી પ્રસન્ન મનથી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. આ પ્રકારની વિંધ્યાચલની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયાં. તેમણે વિંધ્યને કહ્યું કે વત્સ હું તારા પર પ્રસન્ન થયો છું. તું કોઈપણ વરદાન માંગી શકે છે. ત્યારે વિંધ્યએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે મને સારી બુદ્ધી આપો, કે જે મારા સર્વ કાર્યોને સિદ્ધ કરે અને મારી સતત વૃદ્ધિ થતી રહે. ભગવાન શિવે વરદાન આપ્યું. આ સમયે દેવતાઓ અને ઋષિઓ પણ ઉપસ્થિત થયા અને ભગવાન શિવની પૂજા કરીને ભગવાનને કહ્યુંઃ કે હે દેવોના દેવ મહાદેવ, હે ભોળાનાથ તમે હંમેશા માટે અહીંયા બિરાજમાન થઈ જાઓ.

ભગવાન શિવે આ તેઓની વાતનો સ્વિકાર કર્યો અને આ સ્થળે એક જ ઓમકાર લિંગ હતું જે બે સ્વરુપોમાં વહેંચાઈ ગયું. પ્રણવમાં જે ભગવાન શિવ હતાં તે ઓમકાર નામથી ઓળખાયા અને પાર્થિવ લિંગમાં જે શિવજ્યોતિ પ્રગટી તેનું નામ પરમેશ્વર, અમરેશ્વર-મમળેશ્વર નામ પ્રચલિત બન્યું. આજે પણ નદીની વચ્ચે અમરેશ્વરનું મુખ્ય જ્યોતિર્લિંગ છે. અને ગામના કિનારા પાસે મમલેશ્વર જ્યોતિર્લિંગ છે. શ્રદ્ધાળુઓ બંન્ને સ્થાનોએ ખૂબ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક દર્શનાર્થે આવે છે.

હિંદુ ધર્મના પુનરુદ્ધારક જગદગુરુ આદિશંકરાચાર્યએ આ જ સ્થળે નાની વયે તેમના ગુરુ ગોવિંદ ભગવત પાદાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. અગસ્ત્ય ઋષી અને ગુરુ નાનકદેવની તપસ્યાનું સ્થળ એટલે પણ ઓમકારેશ્વર.

અહીંયા જ થઈ ॐ શબ્દની ઉત્પત્તિ.

પુરાણોમાં વાયુપુરાણ અને શિવમહાપુરાણમાં ઓમકારેશ્વર મહાદેવનું વર્ણન છે. એવું માનવામાં આવે છે કે આ જ મંદિરમાં ભગવાન શિવના પરમભક્ત ભગવાન કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુબેરને સ્નાન કરવા માટે અહીંયા ભહવાન શિવે પોતાની જટામાંથી કાવેરી નદી ઉત્પન્ન કરી હતી. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ॐ ના આકારમાં છે અને એટલા માટે તેમને ॐકારેશ્વર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીંયા જ ॐ શબ્દની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મુખથી થઈ હતી.