વિષ્ણુજી નો એક મંત્ર તમને બનાવશે રાતોરાત કરોડપતિ,આજે જાણીલો કયો છે આ મંત્ર…

0
392

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભગવાન વિષ્ણુના અમુક એવા મંત્રો વિશે જે તમને રાતોરાત કરશે એટલો ધંનલાભ કે જેના વિશે તમે વિચાર્યુ પણ નહી હોઇ જીવનમા દરેક વ્યક્તિ ધન સંપત્તિ મેળવીને સુખી થવાના સપના જોતા હોય છે. સપના ખરેખર જોવા જોઈએ કારણ કે જો આપણે સપના જોઈશુ.

તો જ આપણે એ સપનુ પુરૂ કરવા મહેનત કરીશુ તેમજ જીવનમાં લક્ષ્ય હોવુ ખૂબ જરૂરી છે અને ઘણીવાર બની શકે કે આપણને આપણી મહેનતનુ ફળ મોડુ મળે કે ઘણીવાર આપણુ ભાગ્ય સાથ ન પણ આપે તો નિરાશ ન થશો અને આજે અમે આપને બતાવી રહ્યા છીએ ધન સંપત્તિ અને સફળતા મેળવવાના ભગવાન વિષ્ણુના કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમને તમારી જીવનમા દરેક મુશ્કેલીઓ દુર કરશે.

મિત્રો તમને જણાવી દઇએ કે વિષ્ણુજીના જુદા જુદા દશઅવતાર માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના મંત્રના જાપ કરવા વિશેષ ફલદાયક માનવામાં આવે છે અને ખાસ કરીને દિવાળી માસમાં વિષ્ણુ આરાધના ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે દિવાળી તહેવાર મા જો ભગવાન વિષ્ણુ ને ખુશ કરો છો તો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે અને જો ભગવાન વિષ્ણુ ખુશ થાય છે તો સાથે સાથો નિયમિત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી જીવનના તમામ દુઃખનો નાશ થાય છે અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે.

ॐ नमोः भगवते वासुदेवाय.મિત્રો તમને જણાવી દઇએ કે આ મંત્ર વિષ્ણુજી નો મૂળ મંત્ર છે તેમજ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે અને વિષ્ણુ ભક્તો વચ્ચે આ અતિ લોકપ્રિય મંત્ર છે.જેના કારણે ભગવાન વિષ્ણુની સાથોસાથ મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि.ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि.મિત્રો ભગવાન વિષ્ણુજીનો આ મંત્ર ઋગ્વેદ માંથી લેવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિમાં ધન ધાન્યનો અભાવ હોય તો તે આ વિષ્ણુ પૂજા દરમિયાન આ મંત્ર જાપ કરી શકે છે અને તેનો મતલબ એ છે હે લક્ષ્મીપતે તમે સાધારણ દાનદાતા જ નહિ પણ મોટા જ્ઞાની છો. આપ્તજનો પાસેથી સાંભળ્યું છે કે સંસારભર માંથી નિરાશ થઈને જે વ્યક્તિ તમારી પ્રાર્થના કરે છે, તેનો અવાજ સાંભળીને તેને તમે આર્થિક સંકટ માંથી મુક્ત કરી દો છો. તેની આશા પૂરી કરી દો છો. હે ભગવાન મને આ આર્થિક સંકટ માંથી મુક્ત કરી દો.

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्.મિત્રો તમને જણાવી દઇએ કે આ મંત્રમાં ભગવાન વિષ્ણુના દરેક રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને મંત્રમાં એ કહેવામાં આવ્યું છે કે જે હરિનું રૂપ અતિ શાંતિમય છે જે શેષ નાગની શૈય્યા ઉપર શયન કરે છે અને જેની નાભિ માંથી કમળ નીકળે છે, તે સમસ્ત જગતનો આધાર છે અને જે આકાશ સમાન દરેક જગ્યાએ વ્યાપ છે જે યોગીઓ દ્વારા ધ્યાન કરવાથી મળી જાય છે જે સમસ્ત જગતના સ્વામી છે જે ભયનો નાશ કરવા વાળા છે, જે ધનની દેવી લક્ષ્મીના પતિ છે, તે પ્રભુ હરિને હું શીશ નમાવીને પ્રણામ કરુ છું.

श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा.મિત્રો વિષ્ણુ કૃષ્ણ અવતાર મંત્રના જાપ ભગવાન કૃષ્ણની સ્તુતિ માટે વાંચવામાં આવે છે તેમજ શ્રીકૃષ્ણના રૂપમાં વિષ્ણુજીએ આઠમો અવતાર ધારણ કર્યો હતો અને તેમણે દેવકી અને વાસુદેવને ત્યાં જન્મ લીધો હતો અને આ મંત્રને કૃષ્ણ જન્માષ્ટમી અને શ્રીકૃષ્ણની પૂજા દરમિયાન વાંચવામાં આવે છે.

ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते. મિત્રો આપણે સૌ જાણીએ છે કે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે તેમજ શાસ્ત્રોમાં વર્ણિત છે કે તે કોઈ પણ દિશા અથવા કોઈ પણ લોકમાં જઈને વાંછીત લક્ષ્યને ભેદવા અને તેને શોધવામાં સક્ષમ છે અને તેમની સાધનાથી ભક્તોને ઘણા પ્રકારના લાભ અને વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની પૂજા માટે દીવો પ્રગટાવીને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેસો. એટલા માટે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમારી એ ખોવાયેલી વસ્તુ મેળવવા માટે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રધારી રૂપનું ધ્યાન કરો અને આ મંત્રનો વિશ્વાસપૂર્વક જાપ કરો.

ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् મિત્રો તમને જણાવી દઇએ કે વિષ્ણુ ગાયત્રી મંત્રના જાપ કરવા વાળા વ્યક્તિને તમામ દુઃખો માંથી મુક્તિ મળી જાય છે અને આમ તો જાપ કરવા વાળા વ્યક્તિને આ મંત્રનું વિધિ પૂર્વક જપવા જોઈએ, ત્યારે તેનું વાસ્તવિક ફળ જપવા વાળા વ્યક્તિને મળે છે

ॐ नमो नारायण। श्रीमन् नारायण नारायण हरि हरि મિત્રો આ મંત્રોનું ઉચ્ચારણ કરવું સરળ છે. આ મંત્રો દ્વારા પણ ભગવાન વિષ્ણુની સાધના કરી શકાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.મિત્રો તમને જણાવી દઇએ કે ક્યારે કરવી ભગવાન વિષ્ણુજીની પૂજા તો જગતના પાલનહાર વિષ્ણુજીની પૂજા ગુરુવારના દિવસે કરવામાં આવે છે અને આ દિવસે તેને સત્ય નારાયણ ભગવાનના રૂપમાં પૂજવામાં આવે છે અને તે ઉપરાંત ચાતુર્માસ વખતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અતિ શુભ માનવામાં આવે છે અને તે ઉપરાંત અગિયારસના દિવસે પણ ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ પ્રસંગે વિષ્ણુ મંત્રના જાપ કરવા અતિ શુભ ફળદાયી માનવામાં આવે છે.