વિરાટ કોહલીની 2.5 કરોડની પહેલી ઓડી કાર પોલીસ સ્ટેશનમાં ખાઈ રહી છે ધૂળ,જાણો કારણ….

0
326

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ક્રિકેટના ત્રણેય બંધારણોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી તેની આક્રમક કેપ્ટનશીપથી શાનદાર બેટિંગ માટે જાણીતા છે રન મશીન વિરાટ કોહલી હંમેશા મેદાન પર ખૂબ જ આક્રમક હોય છે વિરાટ હાલમાં વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાંનો એક છે ભારતીય કેપ્ટનની વિશાળ લોકપ્રિયતાએ તેમને ડઝનેક બ્રાન્ડ્સનો પોસ્ટર બોય બનાવ્યો છે યુવા ક્રિકેટર વિરાટ કોહલીને પોતાનો રોલ મોડેલ માને છે વિરાટ હંમેશા તેની પોતાની સ્ટાઇલમાં બેટિંગ કરે છ પછી તે ટી 20,વનડે હોય કે ટેસ્ટ.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતાએ તેને અનેક બ્રાન્ડ્સનો પોસ્ટર બોય બનાવી દીધો છે. વિરાટ કોહલી પાસે હાલમાં અનેક લગ્ઝરી કાર છે. કોહલી કારનો શોખીન છે તેની પાસે એકથી એક શાનદાર લગ્ઝરી કાર છ કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે જેના કારણે ઓડી ઈન્ડિયાની દરેક કાર લોન્ચિંગ સમયે નજર આવતો હોય છે.

વિરાટ કોહલી પાસે હાલમાં ઘણી લક્ઝરી કાર છે. કોહલીને લક્ઝરી ગાડીઓનો શોખ છે તેની પાસે ઘણી વૈભવી લક્ઝરી કાર છે કોહલી લાંબા સમયથી ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છ કોહલી ઓડી ઇન્ડિયાના દરેક નવા કાર લોન્ચિંગના ખાસ પ્રસંગે ઉપસ્થિત રહે છે.જો વિરાટ કોહલીને દર વખતે એક નવી કાર મળે છે તો તે જૂની કારનું શું કરતો હશે ફેન્સના મગજમાં ઘણીવાર આ સવાલ આવતો હશે વિરાટની એક જૂની કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધુળ ખાઈ રહી છે જણાવી દઈએ કે વિરાટ કોઈ અપરાધમાં સામેલ નથી. પરંતુ તેની કાર પોલીસ સ્ટેશનમાં પડી રહી છે વાસ્તવમાં ઓડી ઈન્ડિયાએ નવું R8 મોડલ લોન્ચ કર્યું હતું ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના જૂના મોડલ વેચવાનો નિર્ણય કર્યો હતા.

આ 2012નું Audi R8 મોડેલ હતુ વિરાટ કોહલીની આ પહેલી કાર હતી 2016માં કોહલીએ તેને એક બ્રોકર દ્વારા સાગર ઠક્કર નામના વ્યક્તિને પોતાની ઓડી કાર વેચી દીધી હતી એક રિપોર્ટ્સ અનુસાર સાગર બાદમાં એક કૌભાંડમાં ઝડપાયો હતો જેના કારણે પોલીસે તેની કારને જપ્ત કરી લીધી હતી હાલમાં તેની કાર પર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધૂળ અને ગંદકી જામી ગઈ છે સાગર ઠક્કરે આ કાર ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે વિરાટ પાસેથી ખરીદી હત સાગરે લગભગ 2.5 કરોડ રૂપિયામાં આ કાર ખરીદી હતી.

વિરાટ કોહલી ઉચ્ચાર જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે ESPNની યાદી મુજબ કોહલીને ૨૦૧૬નો ૮મો સૌથી લોકપ્રિય ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો તે ઇન્ડિયન પ્રિમિયર લીગ IPLમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમે છે અને ૨૦૧૩થી ટીમનો કપ્તાન છે.

દિલ્હીમાં જન્મેલા અને ઉછરેલા કોહલીએ 2006 માં પ્રથમ-ક્લાસમાં પ્રવેશ કર્યા પછી વિવિધ વય જૂથ સ્તરોમાં શહેરની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેણે મલેશિયામાં 2008 ના અંડર -19 વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો અને થોડા મહિનાઓ બાદ 19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યો હતો ત્યારબાદ ટૂંક સમયમાં તેણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમ નો તે ભાગ હતો.

તેણે 2011 માં પોતાની ટેસ્ટ કારકીર્દિની શરૂઆત કરી હતી અને 2013 માં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદીઓ સાથે વનડે સ્પેશિયાલિસ્ટ ના ટેગને ઉતારી દીધો હતો 2013 માં પ્રથમ વખત વનડે બેટ્સમેનોની આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આઈ.સી.સી. ટ્વેન્ટી 20 ફોર્મેટમાં પણ તેણે સફળતા મેળવી.

અને આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી 2014 અને 2016 ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેંટની ટ્રોફી જીતી. 2014 માં તે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે ટી 20 બેટ્સમેન બન્યો હતો અને તે 2017 સુધી સતત ત્રણ વર્ષ સુધી પોઝિશન ધરાવતો હતો અને વર્તમાનમાં ફેબ્રુઆરી 2018માં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે ઓક્ટોબર 2017 થી તે વન ડે આઈસીસી રેન્કિંગ માં પણ ટોચનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં બીજા ક્રમાંકનો ટેસ્ટ બેટ્સમેન છે.

કોહલીની વર્ષ 2012 માં વન-ડે ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 2014 માં મહેન્દ્રસિંહ ધોનીની ટેસ્ટ નિવૃત્તિ પછી ટેસ્ટ કપ્તાની આપવામાં આવી હતી 2017 ની શરૂઆતમાં તે મર્યાદિત ઓવરનો કેપ્ટન બન્યો હતો અને ધોની કપ્તાનપદ પરથી નીકળી ગયો હતો વનડેમાં કોહલીએ વન ડે માં સચિન તેંડુલકર બાદ બીજા નંબરે સૌથી વધારે 35 સદીઓ ફટકારેલી છે.

કોહલીએ સૌથી વધુ ઝડપી વન-ડે સદી સહિત અનેક ભારતીય બેટિંગ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે જેમાં 5000 રન કરનાર સૌથી ઝડપી બેટ્સમેન અને સૌથી ઝડપી 10 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ સામેલ છે તે ચેઝ કરવામાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો વિશ્વરેકોર્ડ ધરાવે છે વિશ્વનો તે માત્ર બીજો બેટ્સમેન છે કે જેણે સતત ચાર કેલેન્ડર વર્ષોમાં 1,000 કે તેથી વધુ વનડે રન કર્યા હોય.

આઇસીસી ના ટી -20 વર્લ્ડ રેકોર્ડ્સમાં તે સૌથી ઝડપી 1000 રન સૌથી વધુ અર્ધસદી અને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન વગેરે રેકોર્ડસ ધરાવે છે તે વિશ્વ ટ્વેન્ટી 20 અને આઈપીએલની એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ રનના રેકોર્ડ ધરાવે છે આઈસીસી રેંકિંગમાં વનડે 909 પોઈન્ટ અને ટી 20 897 પોઇન્ટ્સ માં ભારતીય બેટ્સમેન માટે પણ તે સૌથી વધુ ઐતિહાસિક રેટિંગ પોઈન્ટ ધરાવે છે.ટેસ્ટમાં માત્ર સુનિલ ગાવસ્કરથી પાછળ છે અને 912 પોઇન્ટ સાથે બીજા સૌથી વધારે ભારત માટે ઐતિહાસિક રેટિંગ્સ ધરાવે છે ઇતિહાસમાં તે એકમાત્ર બેટ્સમેન છે જે ટેસ્ટ મેચો ઓડીઆઈ મેચો અને ટી 20 મેચોમાં એક સાથે 50 કરતા વધારે સરેરાશ એવરેજ ધરાવે છે.

કોહલીને 2016 માં વર્લ્ડમાં વિસ્ડન લીડિંગ ક્રિકેટર, આઈસીસી વર્લ્ડ ક્રિકેટર ઓફ ધ યર 2017 આઇસીસી વનડે પ્લેયર ઓફ ધ યર 2012 અને 2017 માં અને બીસીસીઆઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર 2011-12, 2014-15 અને 2015-16 વગેરે એવોર્ડસ મળ્યા છે 2013 માં તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2017 માં સ્પોર્ટ્સ કેટેગરી હેઠળ પદ્મશ્રી એવોર્ડ તેને એનાયત કરવામાં આવ્યો હતો.

તેની ક્રિકેટ કારકિર્દીની સાથે કોહલી આઇએસએલમાં એફસી ગોવાની માલિકી ધરાવે છે આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી યુએઇ રોયલ્સ અને પીડબલ્યુએલ ટીમ બેંગલુરુ યોધાસની માલિકી પણ તે ધરાવે છે તેની પાસે અન્ય બિઝનેસ સાહસો અને 20 થી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે 2016 માં તેની બ્રાન્ડ વેલ્યુ $ 92 મિલિયન હોવાનો અંદાજ હતો જે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ્સની યાદીમાં બીજુ સ્થાન છે.