વેપારીને ફેસબુક મહિલા સાથે થયો પ્રેમ, એકલતામાં મળીને કરતા હતા આવું કામ જે વેપારીને પડ્યું ભારે….

0
439

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિરમગામ શહેરના એક પરિણીત વેપારી યુવાનને એફબી મિત્ર સાથેનો રોમાન્સ ભારે પડી ગયાનો બનાવ તાજેતરમાં ઘટવા પામ્યો હતો યુવાને યુવતી સહિત છ વ્યક્તિ વિરુદ્ધમાં છેતરપિંડી મારઝૂડ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 2,45,000 પડાવી ગયાની પોલીસ ફરિયાદ રવિવારે નોંધાવી હતી.

આ બનાવની ફરિયાદ મુજબ શહેરના અલ્પેશ એન. શાહ નામનો વેપારી યુવાન ફેસબુક ઉપર એક વર્ષ પહેલાં પૂજા પ્રજાપતિ નામની યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો યુવતી વિરમગામ આવી હતી અને યુવાનના રહેણાંક મકાનમાં બંને મળી રોમાન્સ કરતાં હતાં એ દરમિયાનમાં મકાનનો દરવાજો ખખડતા યુવાને દરવાજો ખોલ્યો હતો તુરંતજ ચાર વ્યક્તિ ઘરમાં ઘૂસી આવીને અલ્પેશ શાહને એક બાજુ બેસાડી દીધો હતો.

બીજીતરફ પૂજા એ અલ્પેશને અંધારામાં રાખીને મોબાઇલ છૂપાવી રોમાન્સનો વીડિયો કેદ કર્યો હતો જે મોબાઈલ પૂજાએ ઘૂસી આવેલા તેના સાથીદારોને આપ્યો હતો અને સાથીદારો એ અલ્પેશને વીડિયો બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મારઝૂડ કરીને વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી બાદમાં અલ્પેશને તેનાજ વાહનમાં આ ગેંગ પોતાની સાથે હાઇવેમાર્ગ પર લઇ ગયા હતાં જ્યાં અલ્પેશે મિત્ર પાસે પૈસા મગાવી કુલ 2,45,000 આપતા તેનો છુટકારો થયો હતો.

આ બનાવની અલ્પેશ શાહે પોતાની સાથે છેતરપિંડી, મારઝૂડ કરી પૂજા પ્રજાપતિ સુલતાન હિતો ગોહિલ, સહદેવ પ્રજાપતિ ઇરફાન તથા શક્તિ નામના છ વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો મિત્રો આપણે જાણીએ સમગ્ર મામલો સોશિયલ મીડિયા એ એવું સ્ટેજ છે જ્યાં પલ જપકતા કોઈ ફેમસ થઈ શકે છે અને પલ જપકમાં કોઈ સેલિબ્રિટી રોડપર પણ આવી શકે છે હાલનો જમાનો પોતાની જાત ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માં સૌથી સારું સાબિત કરવામાં રચ્યો પચ્યો રહે છે ખાસ કરીને ફેસબુક એક એવું પ્લેટફોર્મ છે.

જેનો ઉપયોગ તમે સારા વિચારથી કરવા માંગો છો તો તે તમારાં માટે ખુબજ સારો છે પરંતુ જો તમે તેના ખોટા ઉપયોગ વિશે નથી જાણતાં તો આજનો આ કિસ્સો તમને બધુ સમજાવી દેશે જામનગરની 27 વર્ષીય યુવતી માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક યુવક સાથે ફ્રેંડશીપ કરવી ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયું.

રાજકોટના આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું સાથે જ યુવતીની સગાઈ પણ તોડાવી દીધી ઘણી યુવતીઓ અન્ય યુવકો નો દેખાડો જોઈ ને તેના પ્રેમ માં પાગલ થઈ જતી હૉય છે સારા ફોટા અને સોશિયલ મીડિયામાં ફેક વસ્તુઓ બતાવી પોતાની જાતને એક સેલિબ્રિટી સમાન ગણાવતા ઘણા યુવકો છે આવીજ રીતે અહીં પણ થયું હતું.લગ્નની લાલચ આપીને ફસાવી આ માનસિક ત્રાસ સહન ન થતાં જામનગરના ગાંધી નગરમાં રહેતી યુવતીએ હાર્દિક પંડ્યા નામના 30 વર્ષીય યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે યુવક રાજકોટના રૈયા રોડ પાસેના ધરમનગર રોડ પર રહે છે લગભગ દોઢ વર્ષ પહેલા હાર્દિકે યુવતી સાથે મિત્રતા કરી અને તેને પરણવાનું વચન આપ્યું.

હાલના જમાનામાં વચન માત્ર કહેવા પૂરતું રહ્યું છે વચન વાયદા જોતજોતામાં તૂટી જાય છે લગ્નના નાટકો અને અનેક અન્ય વૈભવી સુખ સાહેબી ના બહાના હેઠળ તેણે યુવતી સાથે અનેકવાર બળાત્કાર કર્યો અને તેની બીભત્સ તસવીરો પણ ખેંચી થોડા મહિના પહેલાં જ યુવતીને ખ્યાલ આવ્યો કે હાર્દિકને તેની સાથે લગ્ન કરવામાં નહીં પરંતુ શારીરિક સંબંધ બાંધવામાં જ રસ છે.જ્યારે યુવતીએ હાર્દિકને આ અંગે પૂછ્યું ત્યારે હાર્દિકે યુવતીને ધમકાવી અને તેની પાસે 3 લાખ રૂપિયા માગ્યા અને જો રૂપિયા ન આપે તો તેના ફોટો ફેસબુક પર અપલોડ કરવાની ધમકી આપી.હવે યુવતીને ખબર પડી ગઈ હતી કે આ યુવક માત્ર તેની સાથે ચિટ કરવા સિવાય બીજું કાંઈ કરતો નહીં.

પોલીસ એ જણાવ્યા અનુસાર થોડા સમય બાદ યુવતીએ કોઈ અન્ય વ્યક્તિ સાથે સગાઈ કરી લીધી પરંતુ યુવક ને આ અંગે જાણ થતાં એક અઠવાડિયા પહેલા જ યુવતીની સગાઈ પપરાણે તોડાવી હતી હાર્દિકે યુવતીના વાંધાજનક ફોટો ફેસબુક પર અપલોડ કરતાં તેની સગાઈ તૂટી ગઇ હતી.એ બાદ હાર્દિકે ફરીથી યુવતીને ફોન કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું અને જો એમ ન કરે તો તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી અંતે યુવતીએ આ અંગે પોલીસ ને જાણ કરતાં હવે પોલીસ આ આરોપી હાર્દિક ને જલ્દી થી જલ્દી પકડવા જણાવ્યું હતું.