વિવેક અને ઐશ્વર્યા નાં આ ફોટા ખુબજ વાઈયરલ થયાં હતાં ભાગ્યજ તમે જોયાં હશે, જુઓ આ તસવીરો….

0
705

વિવેક ઓબેરોયે બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કંપની’ થી કરી હતી અને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ મેલ ડેબ્યૂ અને સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. વિવેક હંમેશા એશ્વર્યા રાય સાથે તેની ફિલ્મ્સ કરતા વધારે પોતાની લવ લાઈફ વિશે ચર્ચામાં રહેતો. આજે, અમારા રિપોર્ટમાં અમને બંને સ્ટાર્સના કેટલાક રોમેન્ટિક ફોટા મળી રહ્યાં છે. ચાલો આ ફોટાઓ પર એક નજર નાખોવિવેક સલમાન ખાનના બ્રેકઅપ સાથે એશ્વર્યાની નજીક આવ્યો હતો,બોલીવુડના અભિનેતા સલમાન ખાનના બ્રેકઅપ પછી એશ્વર્યા રાય અને વિવેક ઓબેરોયની નિકટતા વધી ગઈ.

‘કેમ હો ગયા ના’ ના સેટ પર એકબીજાને પ્રેમ કરો.ફિલ્મ ‘કેમ હો ગયા ના’ દરમિયાન વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાય એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં.સલમાન ખાન વિવેક અને એશ્વર્યાના લિન્કઅપથી નારાજ હતો,વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાય વચ્ચેના સંબંધના સમાચારોથી સલમાન ખાન ખૂબ નારાજ હતો અને એશ્વર્યાના સેટ પર ખળભળાટ મચી ગયો હતો. વિવેકે મોટી ભૂલ કરી હતી,વિવેકની ભૂલને કારણે એશ્વર્યા રાય અને તેમના સંબંધો ખાટા થવા માંડ્યા, ત્યારબાદ તેમની કારકિર્દી ધીરે ધીરે નીચે આવવા લાગી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા,દર્શન વિવેકે એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન અને એશ્વર્યાના સંબંધ વિશે અનેક ઘટસ્ફોટ કર્યા હતા. આ સાંભળીને સલમાન ખૂબ ગુસ્સે થયો અને બંને વચ્ચે તકરાર થઈ ગઈ. ચાહકોને ફોટા પસંદ આવી રહ્યા છે,વિવેક અને એશ્વર્યાના આ બધા રોમેન્ટિક ફોટા તેમના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે.વિવેક તેની જિંદગી એશ્વર્યા પર ગાળતો હતોએક સમયે, વિવેક ઓબેરોય એશ્વર્યા પર મરતો હતો અને તેની અભિનેત્રીના 30 માં જન્મદિવસ પર, વિવેકે 30 ભેટ આપી હતી.બોલીવુડ એક્ટર વિવેક એબોરોય તેમને કરેલા ટ્વીટ દ્વારા વિવાદોમાં આવી ગયા છે. જ્યારે તેણે એશ્વર્યા રાયનો ફોટો ટ્વીટ કરીને તેનો મજાક ઉડાવ્યો હતો. તેના આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં તેમની ખુબ જ આલોચના થઇ રહી છે. હાલ, તો વિવેકે ટ્વીટ હટાવી દીધુ છે. આ ટ્વીટ બદલ વિવેકે માફી પણ માંગી લીધી છે.

વિવેક ઓબરોયે આ સંબંધમાં એક ટ્વીટ કરીને કહ્યું છે કે, આ સંબંધમાં જો કોઇ પણ મહિલાને મારા કારણે દુ:ખ પહોચ્યુ છે તો હું માફી માંગુ છું. અને પોતાનું ટ્વીટ હટાવુ છું. વિવેક ઓબેરોયે એગ્જિટ પોલ અને એશ્વ્રયા રાયનો ફોટો જોડીને ટ્વીટ કર્યું હતુ જે ખૂબ જ વાયરલ થયુ હતું. જો કે, તેણે આ બાબતે માફી માંગી લીધી છે. વિવેક ઓબેરોયને આ બાબતે સોમવારે મહિલા આયોગને નોટિસ બહાર પાડીને જવાબ માંગ્યો હતો. તો એકટ્રેસ સોનમ કપુર, ડીસીડબલ્યુ પ્રમુખ સ્વાતિ માલિવાલ સહિત ઘણાં લોકોની તેમની આલોચના કરી છે.

આ બાબતે વિવેક ઓબેરોયે જણાવ્યુ કે, મેં કોઇ ખોટુ કામ કર્યું નથી તો તો કઇ વાત પર માફી માંગુ? પણ એ જણાવો કે, મેં શું ખોટુ કર્યું ? જો મેં કાંઇ ખોટુ કર્યું હશે તો હું માફી માંગીશ પણ મને નથી લાગતુ કે મેં કાંઇ પણ ખોટુ કર્યુ હોય. આ વાત બાદ વિવેક ઓબેરોયે જે મીમ ને શેર કર્યું હતું તે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. ઓપનિયન પોલ, એગ્જિટ પોલ અને રિઝલ્ટ. ઓપનિયન પોલમાં એશ્વર્યા સલમાનની સાથે જોવા મળી, જ્યારે એગ્જિટ પોલમાં વિવેક ઓબેરોયની સાથે અને રિઝલ્ટમાં અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે નજર આવી હતી.રાષ્ટ્રીય મહિલા આયોગે મશહુર એશ્વર્યા રાય સાથે જોડાયેલા આ મીમને ટ્વીટ્ર પર પોસ્ટ કર્યા બાદ અભિનેતા વિવેક ઓબેરોયને નોટિસ બહાર પાડી હતી. મહિલા આયોગે આ બાબતે કહ્યું કે, તે અપમાનજનક અને મહિલા વિરોધી પોસ્ટને લઇને સંતોષજનક સ્પષ્ટીકરણ આપે. વિવિધ માધ્યમ દ્વારા આ માહિતી પ્રાપ્ત થઇ છે. તમે ટ્વીટર પર એશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા વિશે અપમાનજનક તેમજ મહિલા વિરોધી પોસ્ટ કરી છે. જાણ એ છે કે, તમે ચુંટણીના પરિણામો અને અપમાનજનક અને મહિલા વિરોધી પોસ્ટ કરી છે. તેમજ મહિલા વિશે તેના જીવન વિશે તુચ્છ પ્રકારની કમેન્ટ કરી છે.

વિવેક ઓબેરોય વિવાદનો મધપુડો છંછેડ્યા બાદ ફાઇનલી ઐશ્વર્યા રાય બચ્ચન પર છંછેડેલા મિમ પર માફી માંગી લીધી છે. ઐશ્વર્યાને ટાર્ગેટ કરીને વિવેક ઓબેરોયે એક રિટ્વિટ કરી હતી. તેનાં મતે આ એક મજાકીયા ટ્વિટ હતી.વિવેકે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઘણી વખત આપણને એક નજરે જે મજાક લાગે છે તે અન્ય માટે મજાક હોતી નથી. હું છેલ્લા 10 વર્ષથી 2000થી વધુ બાળકીઓનાં સમાજીક હક માટે કામ કરી રહ્યો છું. હું ક્યારેય કોઇ મહિલાનું અસન્માન ન કરી શકુ.જો મારા મિમ પર રિપ્લાય કરવાથી જો કોઇપણ એક મહિલાને પણ દુ:ખ થયુ છે તો મારે તે માટે માફી માંગવી જરૂરી છે. ટ્વિટ ડિલીટ કરી દીધી છે.

મહારાષ્ટ્ર મહિલા આયોગે વિવેક ઓબેરોય દ્વારા કરેલ આપત્તિજનક ટ્વિટ બદલ સરકાર સામે સખત એક્શન લેવાની માંગણી કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ કહ્યું હતું કે આ મામલામાં વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા અને જે વ્યક્તિ સાથે આ પોસ્ટ જોડાયેલી છે તેની પાસે વ્યક્તિગત રુપથી માફી માંગવી જોઈએ. જો એમ નહીં કરે તો અમે જોઈશું કે તેની સામે કયા લીગલ એક્શન લઈ શકીએ છીએ. અમે ટ્વિટરથી આ ટ્વિટને હટાવવા વિશે પણ વાત કરી રહ્યા છીએ.

ઐશ્વર્યા પદ્મ શ્રીથી સન્માનિત છે. ભાજપને ખુશ કરવા માટે આવું ટ્વિટ કરીને મહિલાનું અપમાન કર્યું છે.વિવેક ઓબરોય ઉપર કેસ નહીં નોંધાય તો જનતા તેનો જવાબ આપશે.એક્ઝિટ પોલ આવ્યા પછી એક મીમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ તસવીર છે. એક તસવીરમાં ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે જોવા મળે છે. એકમાં વિવેક સાથે અને એકમાં તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે. સલમાન વાળી તસવીરમાં ઓપીનિયન પોલ, વિવેક વાળી તસવીરમાં એક્ઝિટ પોલ અને અભિષેક વાળી તસવીરમાં રિઝલ્ટ લખેલું છે.અત્યારે સમગ્ર દેશ લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાણવા માટે ઉત્સુક છે ત્યારે એવા સમયે વિવેક ઓબેરોયે એક એવી મજાક કરી હતી કે, જેનાથી બધા નારાજ થઈ ગયા હતા. આ એક્ટર લોકસભાની ચૂંટણીનાં પરિણામો વિશે વાત કરવા માટે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના અફેરની વાત લઈ આવ્યો હતો. સ્વાભાવિક રીતે એનાથી નેટિઝન્સ નારાજ થઈ ગયા હતા. વિવેક ઓબેરોયે તેને, ઐશ્વર્યા-અભિષેક અને સલમાનને દર્શાવતી એક મીમ પોસ્ટ કર્યા બાદ ઓનલાઇન તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.

વિવેકે ચૂંટણીનાં પરિણામો અને ઐશ્વર્યાની પર્સનલ લાઇફ વચ્ચે સરખામણી કરી હતી. તેણે ઐશ્વર્યા સલમાન ખાન સાથે ડેટિંગ કરતી હતી એને ઓપિનિયન પોલ ગણાવ્યો, પરંતુ બાદમાં તે વિવેક ઓબેરોયની લાઇફમાં આવી હતી એને એક્ઝિટ પોલ તરીકે રજૂ કર્યું હતું. જોકે, આખરે તેણે અભિષેક બચ્ચનની સાથે મેરેજ કર્યા એને તેણે ‘રિઝલ્ટ’ તરીકે રજૂ કર્યું હતું. ઐશ્વર્યાની પર્સનલ લાઇફ વિશે આ રીતે કોમેન્ટ કરવા બદલ તરત જ નેટિઝન્સે તેની આકરી ટીકા કરી હતી. એક યૂઝરે લખ્યું હતું કે, ‘લૂઝર, કમસેકમ કોઈની પર્સનલ લાઇફ વિશે સ્ટૂપિડ જોક તો ન કર.’

બીજા એક જણે લખ્યું હતું કે, ‘અહીં કોઈની પર્સનલ લાઇફ વિશે ચર્ચા ન કરવી જોઈએ. એ યાદ કરવું જોઈએ કે, આ મીમમાં દર્શાવવામાં આવેલી ચાર વ્યક્તિઓ ફાધર, મધર, ભાઈ કે બહેન છે અને બધા લોકો જૂની વાતને ભૂલીને આગળ વધી ગયા છે. આ પોસ્ટ શરમજનક છે.’ સોનમ કપૂર સહિત અનેક લોકોએ આ પોસ્ટને ધૃણાસ્પદ કહી હતી. 2000માં સલમાન અને ઐશ્વર્યાના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, 2002માં તેઓ અલગ થયા હતા. જેના પછી ઐશ્વર્યાએ વિવેકની સાથે ડેટિંગ શરૂ કર્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચનની સાથે મેરેજ કર્યા હતા.