વર્ષો થી મટતી ન હતી ઉદરસ, કંટારીને હોસ્પિટલમાં પોહચતાં અંદર દેખાયું આવું જુઓ તસવીરો.

0
290

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલ કોરોના વાયરસ ની સમસ્યાના કારણે સમગ્ર વિશ્વ પરેશાની મા મુકાઈ ચૂક્યુ છે ત્યારે હાલ ચીનમા ફરી એક નવો કિસ્સો સામે આવ્યો છે જે તમારા હોંશ ઉડાવી દેશે. આ કિસ્સો કઈક એવો છે કે, ચીન ની એક ૨૨ વર્ષની યુવતી અંદાજિત ૧૪ વર્ષ થી સતત ઉધરસ ની સમસ્યાથી પીડાઈ રહી હતી.

વારંવાર ચેકઅપ અને એક્સ-રે કરીને કંટાળેલી આ યુવતીને અંતે જાણવા મળ્યુ કે તેના ફેફસા મા મરઘી નુ હાડકુ ફસાઈ ચૂક્યુ છે. ૬ કે ૭ વર્ષ ની ઉંમર થી તેને બ્રૉન્કાઇટિસ ની સમસ્યા શરૂ થઈ હતી. વારંવાર મળેલી ખોટી સારવારના કારણે તેની સમસ્યા વધતી ગઈ હતી. શ્વાસોશ્વાસ માર્ગમા આવી રહેલા અવરોધના કારણે ઉધરસની સાથે કફ ની સમસ્યા પણ ખૂબ જ વધી ગઈ હતી. ઘણી ઍન્ટિબાયોટિક્સ નુ સેવન કરવા છતા પણ તેને કશો જ ફરક પડતો નહોતો. તેને ખૂબ જ પરસેવો પણ વળતો હતો. હાઇપર હિડ્રોસિસ ની સમસ્યા માટે આ યુવતી સર્જરી કરાવવાનુ વિચારી રહી હતી.

આ યુવતી સર્જરી દરમિયા નની શસ્ત્રક્રિયાને સહન કરવા માટે સક્ષમ છે કે નહી તે જાણવા માટે દાક્તરોએ અમુક ટેસ્ટ કરાવવા માટે જણાવ્યુ હતુ. આ સમયે શ્વાસોશ્વાસ ની સમસ્યા જણાઈ હતી. ગ્વાન્ગઝાઉ યુનિવર્સિટી ને સંલગ્ન દવાખાનામા કાર્ડિયોથોરાસિક સર્જરીના દાક્તર વાન્ગ જિયોન્ગે સીટી સ્કૅન કરાવવાની સૂચના આપી હતી. સીટી સ્કૅન રિપોર્ટમા જમણા ફેફસામા ફૉરેન ઑબ્જેક્ટ ફસાયો હોવાનુ જાણવા મળ્યુ હતુ.

આ કારણોસર તેની બ્રૉન્કોસ્કોપી કરવામા આવી હતી. બ્રૉન્કોસ્કોપી ની અડધી કલાક ની પ્રક્રિયામા જીણી લાઇટ અને કૅમેરાવાળી ટ્યુબ મોઢા વાટે શ્વસનતંત્રના માર્ગમાંથી પસાર કરીને ફેફસા સુધી લઈ જવામા આવી હતી. બ્રૉન્કોસ્કોપની મદદથી બહાર કાઢવામા આવેલુ આ ફૉરેન ઑબ્જેક્ટ વાસ્તવમા મરઘીનુ હાડકુ હતુ. હાલ બ્રૉન્કોસ્કોપી ની પ્રક્રિયા ના કારણે યુવતી નો જીવ તો બચી ચૂક્યો છે પરંતુ , પ્રશ્ન એવો ઉદભવે છે કે શુ ચીન ની રાજકીય સતા ખરેખર લોકો અને તેના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે?

આ ઉપરાત બીજી ઘટના નાના બાળકો રમકડાં સાથે રમતાં હોય ત્યારે તેમની ખાસ કાળજી લેવાની જરૂર હોય છે. બાળકોને મોંઢામાં ગમે તે વસ્તુ નાખવાની આદત હોય છે. એવામાં થોડીપણ બેદરકારી બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે.

આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો ફરીદાબાદમાં સામે આવ્યો છે. ગયા અઠવાડિયે રમકડાં રમતી વખતે બાળક LED બલ્બ ગળી ગયો. આ બલ્બ શ્વાસનળી અને ફેફસાંની વચ્ચે ફસાઈ ગયો હતો. ડૉક્ટરોની ટીમે ભારે મહેનત બાદ ઓપરેશન વિના બલ્બ બહાર કાઢીને છોકરાનો જીવ બચ્યો છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, સેક્ટર 62ના આશિયાના ફ્લેટમાં રહેતા પ્રમોદ કુમારે જણાવ્યું કે, 10 દિવસ પહેલા તેમનો ભાણિયો અભિષેક (10 વર્ષ) રમતો હતો.

થોડીવાર પછી તેને ખૂબ જ ઉધરસ આવવા લાગી સાથે જ ગળા અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. ત્યારે તેને ઉધરસની દવા પીવડાવવામાં આવી તેમ છતાં રાહત ના મળી. બાળકને કયા કારણોસર આટલી તકલીફ થતી હતી તે પરિવાર સમજી ના શક્યો. બાળક પણ કંઈ જણાવી શકતો નહોતો.બાળકને સેક્ટર 8માં આવેલી સર્વોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

જ્યાં તેને શ્વાસના રોગોના નિષ્ણાત ડૉક્ટર મનીષા અને તેમની ટીમે તપાસ્યો. એક્સ-રે કરાવ્યા બાદ ખબર પડી કે, બાળકની શ્વાસનળી અને ફેફસાં વચ્ચે કંઈક ફસાઈ ગયું છે. ડૉક્ટરોને પણ ખબર ના પડી કે કઈ વસ્તુ ફસાઈ ગઈ છે.

મનીષાએ જણાવ્યું કે, આ પ્રકારની વસ્તુઓ માટે સામાન્ય રીતે સર્જરી કરવામાં આવે છે. આ કેસમાં બાળકની ઉંમર નાની હોવાથી તેનો થોડો બેભાન કરવામાં આવ્યો. ત્યારબાદ આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને એક ઉપકરણ મોંઢાથી બાળકના શરીરમાં ઉતારવામાં આવ્યું. તેની મદદથી બાળકના ફેફસાં પાસે ફસાયેલી વસ્તુને બહાર કાઢવામાં આવી.ફેફસાં પાસે ફસાયેલી વસ્તુ બહાર કાઢ્યા બાદ તપાસ કરતાં માલૂમ થયું કે, તે એક નાનકડો LED બલ્બ હતો, જે રમકડાંમાં વપરાય છે.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર બાળક રમતી વખતે આ બલ્બ ગળી ગયો હશે. એ વખતે શ્વાસનળી દ્વારા ફેફસા સુધી પહોંચી ગયો હશે.ડૉ. મનીષાએ જણાવ્યું, ઘરમાં રમતા નાના બાળકોનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. તેમના પર નજર રાખવી જોઈએ કે તેઓ ન પચનારી કોઈપણ વસ્તુ ગળી ના જાય.

કોઈ કારણે બાળકના પેટ કે છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તેને હળવાશમાં ન લેશો. તરત જ ડૉક્ટરો સંપર્ક કરો જેથી બાળકને યોગ્ય સમયે સારવાર મળી જાય.બાળકો ગુમાવી ચૂક્યા છે જીવ– જાન્યુઆરી 2019માં બલ્લભગઢની યાદવ કોલોનીમાં પોતાના મામાના ઘરે આવેલા 8 વર્ષના બાળકનું મોત ગળામાં ફાટેલો ફુગ્ગો ફસાવવાથી થયું હતું.

ફુગ્ગો ફસાઈ જતાં તેનો શ્વાસ રુંધાઈ ગયો હતો. બાળક ફાટેલો ફુગ્ગો ચાવતો હતો એ દરમિયાન ફુગ્ગાનો ટુકડો ગળામાં ફસાતા તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. બાળકને સારવાર મળી ત્યાં સુધીમાં તો તેનું મોત થયું હતું.– સપ્ટેમ્બર 2019માં સેક્ટર 30માં ત્રણ વર્ષની બાળકીએ મુઠ્ઠીભરીને દાડમ એકસાથે મોંઢામાં નાખી દીધા. દાડમના દાણા તેની શ્વાસનળીમાં ફસાઈ ગયા. શ્વાસ લેવામાં તકલીફ થતાં બાળકીનું મોત થયું હતું.

આવીજ બીજી ઘટના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા નક નાની પાવલ ગામે એક અઢી વર્ષની બાળકી રમતા રમતા પાવર સેલ ગળી ગઇ હતી. જેને લઇ બાળકીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવતા ત્યાં તેને તાત્કાલિક ઓપરેશનની જરૃર જણાંતા આ બાળકીને પાલનપુરની રૃચિ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યા ડો.એકાંત ગુપ્તાએ અડધી રાત્રે બાળકીનું મેજર ઓપરેશન કરીને બાળકીનો જીવ બચાવ્યો હતો. જેને લઇ બાળકીના પરિવારમાં ખુશાલી વ્યાપી જવાપામી હતી.

થરાદ તાલુકાના નાની પાવલ ગામે યસ્વી સુરેશભાઈ પ્રજાપતિ નામની અઢી વર્ષની બાળકી રમતા રમતા બટન સેલ ગળી ગઇ હતી. જેને લઇ પરિવાજનો ચિંતિત થઈ ગયા હતા અને બાળકીને થરાદની હોસ્પિટલોમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીનું તાત્કાલિક મેજર ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવતા પાલનપુરથી આઇસીયુ એમ્બ્યુલન્સ દ્વારા બાળકી પાલનપુર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં રાત્રે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ તબીબ ડો.એકાંત ગુપ્તાએ લેટેસ્ટ એન્ડોસ્કોપ(દુરબીન)થી મેજર ઓપરેશન કરીને માત્ર ૧૫ મિનિટમાં બાળકીના પેટમાંથી બટન સેલ કાઢી બાળકીનો જીવ બચાવ્યો હતો. જોકે બટન ગળી જવાની ઘટના બાળકીનો સામાન્ય ખર્ચના ઓપરેશનમાં જીવ બચી જતા પરિવારે તબીબનો આભાર માન્યો હતો.

ડો.એકાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે બટન સેલ પેટમાં ફાટી જાય કે અન્નનળી કે જઠર જોડે ચોંટી જાયતો રાસાયણિક પ્રક્રિયાને શરીરમાં કાણું પડે અને ગંભીર થઈ દર્દીનું મોત પણ થઇ શકે અને બટન સેલ આંતરડામાં આગળ જઇ અવરોધ ઉભો કરેતો મેજર ઓપરેશન પણ કરવું પડે છે.