વારંવાર એલર્જીની સમસ્યા થતી હોય તો કરો આ ઘરેલૂ ઉપચાર,જડમૂળથી મટાડી દેશે…

0
162

સિઝન બદલાય એટલે શરીરમાં એલર્જી તેનાં લક્ષણો બતાવવા લાગે છે. આજકાલના જમાનામાં ખૂબ જલદી શરીરમાં પગપેસારો કરી લેતી શારીરિક સમસ્યા છે એલર્જી. જ્યારે આપણું શરીર કોઇ પદાર્થ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલતા બતાવે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે. તે કોઇપણ પદાર્થથી થઇ શકે, બદલાતી ઋતુના કારણે થઇ શકે અથવા તો ઘણાં કિસ્સામાં આનુવંશિક એલર્જી પણ જોવા મળતી હોય છે. તે થવાનાં મુખ્યો કારણોને એકવાર તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે ધૂળ, ધુમાડો, માટીના કણો, જાનવરોના સંપર્કમાં આવવાથી, સૌંદર્ય પ્રસાધનોથી, જીવડાંઓના કરડવાથી, અમુક ખાદ્યપદાર્થથી, દવાઓના કારણે થતી હોય છે. સામાન્ય રીતે એલર્જી નાક, આંખ, શ્વસનની પ્રણાલી, ત્વચા અને ખાનપાન સંબંધિત હોય છે. આ એલર્જી ઘણીવાર આખા શરીરને પણ નુકસાન કરતી હોય છે.વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ઘણાં લોકોને એલર્જીની સમસ્યા વધી જાય છે. સતત છીંકો આવવી અને શરદીની સમસ્યા થઈ જાય છે. તો કેટલાક લોકોને અન્ય કેટલાક પ્રકારની એલર્જી થાય છે. શરીરમાં કેટલાક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાને કારણે પણ એલર્જી થાય છે. જે લોકોનું મેટાબોલિઝ્મ અને ઈમ્યૂન સિસ્ટમ વીક હોય એવા લોકો વધુ પરેશાન થાય છે. તો ચાલો એલર્જીથી બચવાના ઉપાય જાણી લો.

એલર્જીના લક્ષણ.

નાક વહેવી અથવા બંધ થઈ જવી,નાકની સ્કિન લાલ થઈ જવી અથવા સોજો આવવોસતત છીંકો આવવી, આંખમાં ખુજલી, લાલાશ, સોજો, બળતરા અને પાણી નીકળવુંછીંકવું, ખાંસી આવવી અને અસ્થમા કે દમનો એટેકશરદી થવા પર નાકમાંથી પાણી વહેવુંશરીરનો દુખાવો, માથું અને આંખમાં ભારેપણુંનાકમાં ખુજલી કે ખારાશની સાથે હળવો દુખાવોગળામાં ખુજલી થવી અને ખાંસી આવવીસ્કિન લાલ થવી અને ખુજલી આવવી.

કાનમાં તકલીફ થવા પર સાંભળવાની ક્ષમતામાં કમીમોંની આસપાસ સોજો અથવા કંઈક ગળવામાં પરેશાનીશ્વસન માર્ગ અવરોધાવું, શ્વાસ લેવામાં પરેશાનીઆ રીતે એલર્જીથી બચાવના ઉપાય કરો.મોટાભાગે ધૂળથી આ સમસ્યા થાય છે. જેથી ઘરમાં વેક્યૂમ ક્લિનર હોય તો તેનો ઉપયોગ કરો.ધૂળ અને ધૂમાળાથી દૂર રહેવું. તેના માટે ડ્રાઈવ કરતી વખતે મોં અને નાક પર રૂમાલ બાંધો, ગોગલ્સ પહેરો.પડદાં, બેડશીટ, કાલીન અને ચાદરને ભેજથી બજાવવા સમયાંતરે તેને તડકાંમાં મૂકો.વાળવાળા પ્રાણીઓથી દૂર રહો. પાળતુ પ્રાણીઓથી એલર્જી હોય તો તેને ઘરમાં રાખવા નહીં. એલર્જીની સમસ્યા વધે તો ડોક્ટરની સલાહ લો. વિટામિન સીવાળા ખોરાક જેમ કે નારંગી, લીંબુ વગેરે ખાવાથી સોજો અને એલર્જીની સમસ્યા દૂર થાય છે.એલર્જિક રાઈનાઈટિસને ઓછું કરવા વિટામિન સી સિવાય વિટામિન ઈ અને ફિશ ઓઈલનો ઉપયોગ કરવો.

એલર્જીથી બચાવ

આમ તો એલર્જીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય તેનાથી બચવામાં જ છે. એકવાર તમને ખબર પડે કે તમને કોઇ વસ્તુથી એલર્જી છે તો તમારે તેનાથી દૂર જ રહેવું જોઇએ.ઘરની આસપાસ ગંદકી ન રાખોઘરમાં વધારેમાં વધારે ખુલ્લી હવા આવે એમ રાખો. બારી-બારણાં હંમેશાં ખુલ્લાં રાખો.

જે ખાદ્ય પદાર્થથી એલર્જી થતી હોય તે ન ખાવો, કેમ કે ખાદ્ય પદાર્થની એલર્જી આખા શરીરને અસર કરતી હોય છે, માટે આ અંગે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.એકદમ ગરમમાંથી ઠંડા અને એકદમ ઠંડામાંથી ગરમ વાતાવરણમાં ન જવું.બહાર નીકળતી વખતે મોઢા તેમજ નાકને હંમેશાં કવર કરીને રાખવું. તે જ રીતે આંખે પણ ચશ્માં પહેરીને રાખવાં જેથી કરીને શ્વાસ વાટે ધૂળ, રજકણ કે ધુમાડો તમારા શરીરમાં ન જાય, કેમ કે તે શ્વાસ વાટે અંદર જશે કે તરત એલર્જીનાં લક્ષણ તમારી અંદર બતાવવા લાગશે.

ગાદલાં, ચાદર, ઓશિકાનાં કવર સમયાંતરે ગરમ પાણીથી ધોઇને બદલતાં રહો તેમજ તડકામાં તેને તપાવવા પણ સમયાંતરે મૂકતાં રહેવા જોઇએ.

પાલતુ જાનવરથી એલર્જી હોય તો તેમને ઘરમાં ન રાખવાં. ઘણાં લોકોને તેની વાસથી, કૂતરાની રુવાંટીથી વગેરેની એલર્જી હોય છે.ફૂલછોડ અને તેની સુગંધથી એલર્જી હોય તો તેને પણ ગાર્ડનમાં ન ઉગાડવાં અને તેનાથી દૂર રહેવું.