વરદાન છે કેળાંનું ફૂલ,જાણીલો તેનાંથી લાભ જે તમે ભાગ્યજ જાણતાં હશો.

0
354

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં મોટાભાગના લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. કેમકે લોકોની રોગપ્રતિકારક શક્તિ ની અંદર ઘટાડો થવાના કારણે લોકો વારંવાર અને પ્રકારની બીમારીઓથી ઘેરાય રહેતા હોય છે, અને લોકો વારંવાર બીમાર પડતાં હોય છે. પરંતુ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર અમુક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, કે તેનું સેવન કરવાના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેને કારણે તે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચી શકતા હોય છે.

આપણે દરેક લોકો કેળા તો ખૂબ ખાતા હશો અને મોટાભાગના લોકોને કેળા ભાવતા પણ હોય છે. આ ઉપરાંત આપણા શરીરને કેળા ખુબ જ ગુણકારી પણ સાબિત થાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હશે કે જે જાણતા નહી હોય કે કેળા ખરેખર બને છે કઈ જગ્યાએ. કેળા કેડ ઉપર ઊગતા ફૂલ ની વચ્ચે થી બનતા હોય છે અને કેળાના ફૂલ પણ આપણને ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે.

આયુર્વેદ ની અંદર કહેવામાં આવ્યું છે કે કેળા ના મૂળ થી માંડીને તેના ફળ અને પાન પણ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. કેળા ના પાન ની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટિન અને વિટામિન્સ રહેલા હોય છે. જે તમારા શરીરને જરૂરી એવા બધા તત્વો પૂરા પાડતા હોય છે. આ ઉપરાંત કેળાના ફુલ ની અંદર પણ એવા તત્વ હોય છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતા હોય છે અને સાથે સાથે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થતા હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે, કેળા માત્ર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ નહીં, પણ તે આપણી ત્વચા અને વાળની ​​સંભાળ લેવામાં પણ ખૂબ મદદગાર છે. એક વસ્તુ તમે કદાચ નહીં જાણતા હોવ કે, જ્યારે તમે કેળાને તેના ફૂલ સાથે મિક્સ કરો છો.ત્યારે તે વધુ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે ચહેરાના કેટલાક ખર્ચાળ તેલ, વાળના સીરમ, સ્ક્રબ અને ક્રીમ ઘટકો કાળજીપૂર્વક વાંચશો, તો તમને જાણવા મળશે કે, તેમાં કેળાના ફૂલો પણ ઉપયોગ થાય છે. ચાલો જાણીએ કે, આ ફૂલોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે.

હાથોની સંભાળ.કેળાનાં ફૂલોનો ઉપયોગ હંમેશાં હેન્ડ ક્રિમ અને બૉડી લોશન બનાવવામાં થાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટ હોય છે, જે વૃદ્ધત્વના સંકેતોને ધીમું કરવામાં મદદ કરી શકે છે. જો તમે અખરોટ અને એપ્રીકૉટથી બનેલા સ્ક્રબનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમારા ચહેરાની ત્વચા પાતળી થઈ શકે છે.તેથી, ફેસ સ્ક્રબનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. કારણ કે, તેમાં માઇક્રોબીડ્સ અથવા સ્ક્રબના નાના કણો હોય છે. તમારા માટે એક સ્ક્રબ પસંદ કરો જેમાં કેળાના ફૂલનો પાવડર હોય. તેને તમારા ચહેરા અને ગળા પર લગાવો, તેને 10 મિનિટ સુધી સુકાવા દો, અને પછી તેને ધોઈ લો. તે તમારી ત્વચાને સારી રીતે સાફ કરશે.

ત્વચાને કોમળ બનાવવા.એવું કહેવામાં આવે છે કે કેળાના ફૂલ ખાવાથી શરીરના તમામ રોગો મટે છે. તેમાં હાજર ઇથેનોલ અર્ક જખમોને મટાડવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને આંતરિક રૂપે સાફ કરે છે અને ત્વચાને કોમળ બનાને છે.ચહેરા પરની કરચલીઓ દૂર કરવા.આપણે જાણીએ છીએ કે, કેળા એન્ટીઓકિસડન્ટો તરીકે ઓળખાય છે. તે પ્રકૃતિના બોટોક્સ તરીકે પણ ઓળખાય છે. કારણ કે, તે કરચલીઓ અને ફાઇન લાઇનોને રોકવામાં મદદ કરે છે. જો તમારી પાસે કેળાનાં ફૂલો છે તો તેનો ઉપયોગ તમારી ક્રીમમાં પણ કરો. તેનો ઉપયોગ તમે સરળતાથી મિક્સીમાં પીસીને ગ્રાઇન્ડ કરીને હોમમેઇડ મોઇશ્ચરાઇઝરમાં મિક્સ કરી શકાય છે.

ડેનડ્રફ દૂર કરવા.તમે કેળા અને તેના ફૂલોથી બનેલા પેકનો ઉપયોગ કરીને ડેન્ડ્રફને દૂર કરવા માટે પણ કરી શકો છો. તમારે ફક્ત ફૂલને ઉકાળવું અને પાણીને અલગ કરવું, ફૂલને કેળાની પેસ્ટ સાથે પીસવું, થોડું દૂધ અને મધ ઉમેરો અને તેને તમારા વાળના મૂળમાં લગાડવું. તે થોડા સમય માટે રહેવા દો.તમે તેને અઠવાડિયામાં બે વાર લાગુ કરી શકો છો, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા, તમારી કોણીની અંદરના ભાગ પર પેચ ટેસ્ટ કરી લેવું. કેળાના ફૂલની પેસ્ટ બનાવો અને તેને કેળાથી મેશ કરો. તેને અઠવાડિયામાં બેવાર વાળના મૂળમાં લગાવો. જેથી કેળા રહેલું એન્ટીઓકિસડન્ટ વાળને મજબુત બનાવશે અને ઓક્સિડેટીવ તાણ ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, કેળાના ફૂલમાં ફાઈબર, પ્રોટિન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયરન અને વિટામિન ઈ મળે છે.

કેળાના ફૂલમાંથી મળતા એન્ટિ ઓક્સિડેન્ટ તમારા બોડીના સેલ્સ પર ફ્રી રેડિકલ્સ દ્વારા કરાતા હુમલામાં બોડી સેલ્સની રક્ષા કરે છે. કેળાના ફૂલમાં ખૂબ વધારે પ્રમાણમાં આયરન મળે છે. જે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. જેના કારણે શરીરમાં ક્યારેય લોહીની અછત સર્જાતી નથી. કેળાના ફૂલના સેવનથી હાર્ટની બીમારીઓ દૂર થાય છે.

એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે કેળા ના ફૂલ ની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર એસીડીટી, ડાયાબિટીસ અને મોટાપા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. આ ઉપરાંત તે તમારા શરીરની અંદર રહેલી વધારાની ચરબી અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી સાબિત થતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેળા ના ફુલ ના ફાયદા ઓ કે જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

પાચન શક્તિમાં.કેળાના ફુલ ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર રહેલા હોય છે. જેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલી વધારાની ગંદકી દૂર થઈ જાય છે, અને તમારું પાચનતંત્ર વધુ મજબૂત બની જાય છે અને તમારી પાચન શક્તિમાં પણ વધારો થાય છે. જેથી તમને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે આ ઉપરાંત તમને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

તણાવમાંથી મુક્તિ.કેળાના ફુલ ની અંદર અમુક એવા તત્વો હોય છે જે એન્ટિઓક્સિડન્ટ ગુણ ધરાવતા હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે વ્યક્તિ તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે અને તે સ્ટ્રેસનો ભોગ બનતો નથી. ડાયાબિટીસમાં.કેળાના ફુલ ની અંદર અમુક એવા તત્વો હોય છે, જે તમારા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલી વધારાની સુગર શોષાઈ જતી હોય છે, અને આથી જ હાઈ બ્લડ શુગરના દર્દીઓને ડાયાબિટીસની સમસ્યામાંથી રાહત મળે છે.

માસિકની સમસ્યામાં.આયુર્વેદ શાસ્ત્ર અનુસાર જણાવવામાં આવ્યું છે કે કેળા નાં ફુલ ની અંદર જો દહીં ભેળવીને પીવામાં આવે તો તેના કારણે સ્ત્રીઓને માસિક દરમિયાન શરીરમાંથી વધુ માત્રામાં લોહી ઘટી જતું નથી અને તેને માસિક ધર્મની અંદર થતા દુખાવામાં પણ રાહત મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ.કેળાના ફુલનું સેવન કરવાના કારણે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આથી જ તમે અમુક વાઇરસને કારણે ફેલાતી બીમારીઓથી બચી શકો છો અને વારંવાર થતી શરદી તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકો છો. આ ઉપરાંત આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે કેળાના ફુલનું સેવન તમને અનેક રીતે ઉપયોગી સાબિત થતું હોય છે. આથી કેળાના ફુલનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો.