વજન ઓછું કરવા માટે ખૂબ ફાયદાકારક છે કાળા મરી ની ચા, એક જ અઠવાડિયામાં માં મળી જશે રિજલ્ટ…

0
122

વજન ઘટાડવા માટે ફાયદાકારક છે કાળા મરીની ચા,,રોજ એક કપ જરૂર પીવો..કાળા મરીની ચા થી ઇમ્યુનિટી તો વધે જ છે સાથે મેટાબોલિઝમ પણ મજબૂત બને છે અને વજન ઓછું થવા લાગે છે.

ભારતીય મસાલાઓમાં ઘણા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. આયુર્વેદમાં તેમનું ઘણું મહત્વ છે. આવા જ એક ભારતીય મસાલામાં છે કાળા મરી. તે મુખ્યત્વે ભારતના મલબાર તટ પર જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારની વાનગીઓના સ્વાદને વધારવા માટે ગોળ કાળા મરીનો ઉપયોગ થાય છે.

આટલું જ નહીં કાળા મરીનો ઉપયોગ એસેનશીયલ તેલ બનાવવામાં પણ થાય છે. તેમાં અનેક પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. આ જ કારણ છે કે મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. શરીરની ચરબી ઓછી કરવા માટે લોકો કાળા મરીની ચાનો વ્યાપક ઉપયોગ કરે છે. ચાલો જાણીએ મરીની ચાના ફાયદા અને તેને કેવી રીતે બનાવવી.

ડાયેટમાં કાળા મરીની અગત્યતા : ૧૦૦ ગ્રામ કાળા મરીમાં કુલ ફેટ ૩.૩ ગ્રામ, સોડિયમ ૨૯ મિ.ગ્રામ, પોટેશિયમ ૧,૩૦૦ મિ.ગ્રામ, કુલ કાર્બોહાઇડ્રેટ ૬૪ ગ્રામ, કેલરી ૨૫૦, ડાયેટરી ફયબર ૨૫ ગ્રામ, શર્કરા ૦.૬ ગ્રામ, પ્રોટીન ૧૦ ગ્રામ, વિટામિન-એ ૧૦ ટકા, વિટામિન-બી૬ ૧૫ ટકા, વિટામિન-સી ૨૦ મિ.ગ્રામ, વિટામિન-કે ૧૬૪ માઇક્રોગ્રામ, મેગ્નેશિયમ ૪૨ ટકા, ફેસ્ફ્રસ ૧૭૩ મિ.ગ્રામ, મેંગેનિઝ ૫ મિ.ગ્રામ, ઝિંક ૪૪ મિ.ગ્રામ, સેલેનિયમ ૩ માઇક્રોગ્રામ, ફ્લોરાઇડ ૩૪ માઇક્રોગ્રામ, કેલ્શિયમ ૪૦થી ૪૫ ટકા, લોહતત્ત્વ ૫૦ ટકા હોય છે.

વજન ઘટાડવા માટે કાળા મરીની ચા ના ફાયદા.

મેટાબોલિઝમ વધારે : કાળા મરી

માં વિટામિન અને મિનરલ્સ હોય છે. તે એક સુપરફૂડ છે જે શરીરને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ચયાપચયમાં વધારો કરે છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

કેલરી બર્ન : આ મસાલામાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ તેમજ વિટામિન એ, કે અને સી હોય છે. આ ઉપરાંત, કાળા મરી હેલ્દી ફેટ અને ડાઈટ ફાઇબરથી સમૃદ્ધ છે. અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે કાળા મરીમાં થર્મોજેનિક અસર હોય છે જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

ભૂખ ઓછી કરે : દરરોજ એક કપ કાળા મરીની ચા પીવાથી વારંવાર ભૂખ નથી આવતી. તે ભૂખને ઓછું કરે છે, જે તમને વધુ ખાવાથી અટકાવે છે. માત્ર આ જ નહીં, જ્યારે પેટ ભરાઈ જાય છે ત્યારે તમે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળો છો, જેનાથી વજન ઓછું થવું સરળ બને છે.

વજનને નિયંત્રિત રાખે : કાળા મરીમાં પીપેરિન કમ્પાઉન્ડ જોવા મળે છે. તે પાચનશક્તિને મજબૂત કરે છે અને મેટાબોલિક રેટમાં વધારો કરે છે. ખરેખર, આ સંયોજન શરીરમાં સંગ્રહિત ચરબી ઘટાડે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી મજબૂત બનાવે : કાળા મરીમાં ઘણા પ્રકારના સંયોજનો જોવા મળે છે. તે શરીરની અંદરના પોષક તત્ત્વોને શોષવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આનાથી શરીર પર વધુ પડતી ચરબી એકઠી થતી નથી અને વજન ઝડપથી ઘટાડે છે.

કાળા મરીની ચા કેવી રીતે બનાવવી : એક વાસણમાં પાણી ગરમ કરો.ત્યારબાદ તેમાં 1/4 ચમચી કાળા મરી,,એક ચમચી પીસેલું આદુ નાખી 5 મિનિટ સુધી ઉકાળો.તેને ગાળીને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને મધ ઉમેરો.કાળા મરીની ચા તૈયાર છે.

કાળા મરીની ચા ના અન્ય ફાયદા પણ છે.

આંખોની રોશની : અડધી ચમચી કાળી મરી પાવડરને ઘી સાથે મિક્સ કરી સેવન કરો. આના નિયમિત સેવનથી આંખોની રોશનીેનું તેજ વધે છે.

ખાંસી અને શરદી : ખાંસી શરદી વાઈરલ ઈંફેકશન થતાં કાળી મરીની ચા બનાવી પીવો. કાળી મરીની ચા પીવાથી આ બધાથી રાહત મળે છે.

સ્કીન માટે ફાયદામંદ : કાળી મરી વાટીને ઘીમાં મિક્સ કરી પછી લેપ લગાવવાથી દાદ- ખાજ ફોલ્લી વગેરેથી રાહત મળે છે.

ઉબકા અને ઉલ્ટી : લીંબૂ પર કાળી મરી પાવડર અને સિંધાલૂણ લગાવી ચૂસવાથી ઉબકા અને ઉલ્ટીથી રાહત મળે છે.

ફેફસાં સંબંધી રોગો : કાળી મરીને ઘી અને સાકર સાથે મિક્સ કરો ,પછી આ મિશ્રણને સવાર સાંજ સેવન કરો. આનાથી ફેફસાં અને શ્વાસ સંબંધી રોગોથી રાહત મળે છે.

સાવધાની : કાળા મરી હેલ્દી હોઈ છે પણ વધારે માત્રામાં તેનું સેવન ગેસ્ટ્રીક જેવી સમસ્યા ઊભી કરે છે.એક દિવસમાં 1/2ચમચી કાળા મરીથી વધારે સેવન ન કરવું.