વાઘ બારસે અચૂક અપનાવો, આ ઉપાય સરસ્વતીની કૃપાથી તમારું ભાગ્ય ચમકી જશે, જાણો પૂજા વિધિ વિશે….

0
235

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને જાણે નવા ઉમંગભર્યા દિવસો આવી ચુક્યાની મોસમ મહેકવા માંડે છે.વાઘ બારસનું મહત્વ ગુજરાતમાં વધુ છે.વાઘ બારસને ગૌવત્સ દ્વાદશી ના નામે પણ ઓળખાય છે.અને આથી આ દિવસે ગાય અને તેના વાછરડાની પણ પૂજા થાય છે.

દરેક તહેવારને મનમુકીને ઉજવવામાં માનતા આપણા સૌ કોઇ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો અને ખાસ હોય છે. પાંચ દિવસ ચાલતો આ તહેવાર એકાદશી, વાઘબારસ, ધનતેરસ, નરક ચતુર્થી, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ આ બધા તહેવારો આવે છે. ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી મંદિરો અને ઘરે ઘરે રોશનીઓ દિપપ્રાગટય દ્વારા આ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.વાઘ બારસ ને દિવસે વાણી ની દેવી સરસ્વતીનું પૂજન થાય છે. ઘણા આદિવાસી અને જંગલ વિસ્તારોમાં વાઘ (જંગલી પશુઓ)નું પૂજન પણ થાય છે.

વાઘ બારસના દિવસથી જ વહેલી સવારમાં અને રાત્રે ઘરની બહારના ગોખમાં અને અંદર દિવાઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે.દિપાવલીની હારમાળાઓ પ્રગટી ઉઠે છે અને આ દિવસથી દિપાવલીના લાગલગાટ દસ દિવસ સુધીના તહેવારોનો પ્રારંભ થાય છે.વાઘબારસ કે વાગ બારસના બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાગબારસ એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલાવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ.

વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ અને એટલે જ સરસ્વતિને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતિદેવી આપણી વાચા, ભાષાને સારી રાખે અને બુધ્ધિ ભ્રષ્ટ ન કરે આચાર-વિચાર સારા રાખે તે માટે થઇને સરસ્વતિની પૂજા કરવી જોઇએ. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યુ અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ.

જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે.હવે. વાઘ બારસ કોઇ ધાર્મિક કથા નથી પણ વિદ્વાનો કહે છે મા અંબાની સવારી વાઘ ઉપર છે તેથી વાઘનું મહત્વ છે અને તહેવાર સાથે જોડયો છે. પર્યાવરણની સમતુલા માટે આપણી સરકારે વાઘના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી વાઘની રક્ષા કરી છે જેમ નાગપંચમી નાગને મહત્વ આપી તહેવાર મનાયો છે તે પ્રમાણે વાઘ બારશે વાઘને બારશ સાથે જોડવામાં આવે છે.

ખાસ કરીને ગુજરાતના પૂર્વીય ભાગોમાં એટલે કે ડાંગ ઇત્યાદિ જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો આ દિવસે વાઘ દેવતાની પૂજા કરે છે.વાઘને અને નાગને તે લોકો દેવતાના રૂપમાં પૂજે છે.અને ગામના પાદરમાં આ બંનેની પથ્થરમાં કંડારેલી મૂર્તિઓ પણ હોય છે.વાઘ બારસના દિવસે તેઓ વાઘદેવતાની પૂજા કરી પોતાના જાનની અને પોતાના પ્રાણીઓની સલામતી માંગે છે.એક અદ્ભુત શ્રધ્ધા આ સમયે આદિવાસીઓમાં જોવા મળે છે.વાઘ બારસના દિવસે જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ આટોપી લે છે.

વર્ષ આખાના જૂની લેવડદેવડના બધાં ચોપડાઓના હિસાબ તેઓ આજે પતાવે છે.ટૂંકમાં,બધો હિસાબ સરભર કરે છે અને દિવાળી નિમિત્તે સફાઇ કરી નાખે છે તે પછી તેઓ આગળના ત્રણ દિવસો સુધી નાણાનો કોઇ વ્યવહાર કરતાં નથી.પછીથી નવા ચોપડાઓ સાથે નવા વર્ષથી નવો હિસાબ માંડે છે.ગૌવત્સ દ્વાદશી,આ જ દિવસને અન્ય એક ગૌવત્સ દ્વાદશીના નામે પણ ઓળખાય છે.આ નિમિત્તે ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે.એટલે આ દિવસને વસુ બારસ તરીકે ઓળખાય છે.વસુ એટલે ગાય.

એની પાછળની વાત એવી છે કે,એક રાજાને તેમની અમાનવીય વ્યવહારવાળી રાણીએ ગાયનો વાછરડો રાંધીને ખવડાવી દીધો હોય છે.એ પછી પશ્વાતાપ થાય છે અને એ દિવસથી ગાય અને વાછરડાની પૂજા થાય છે.વૈષ્ણવમાર્ગી ભાવિકો આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરી તેમને અડદના વડાં ખવડાવે છે.આમ,આ દિવસને વાઘ બારસ ઉપરાંત વસુ બારસ અથવા ગૌવત્સ એકાદશી તરીકે પણ ઓળખાય છે.દિવાળીના અને નવા વર્ષ મનોહર દિવસો ખુલવાના દરવાજારૂપ આ વાઘ બારસનું મહત્વ અનેરુ છે.

વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. વાંસદાના જંગલોમા વસતા આદિવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે.

વાંસદા તાલુકાના ઉપસળના કુકણાં ફળિયામાં એવો જ તહેવાર વાઘ બારસ કે સ્થાનિક ભાષામાં બારહી ઉજવવામાં આવી.વાઘ દેવ ફરતે ઢોર ફેરવે છે તેમજ પાનગા બનાવે છે અને એને હાજર રહેલા લોકોમાં પ્રસાદ સ્વરૃપે વહેંચી દેવામાં આવે છે.ગામના પાદરમાં સ્થાપન કરેલ વાઘદેવ, નાગદેવ, ચંદ્રદેવ, મોરદેવ જેવાં પ્રાકૃતિક દેવોની પરંપરાગત પૂજા અર્ચના થવી જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે. આમાંય પોતાની તેમજ પોતાના પાલતુ જાનવરોની સલામતી માટે તેઓ વાઘદેવની પૂજા કરે છે. આ કારણથી વાઘ બારસ નામ આવ્યું હશે એમ કહી શકાય.

એક બીજી માન્યતા એવી પણ છે કે આ દિવસે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હતો એટલે આ બારસને વાઘ બારસ કહેવાય છે. જો કે આનું કોઈ શાોક્ત પ્રમાણ મળતું નથી. આ દિવસે લીંપણ કે ગારાના મકાનો હોય તેની પણ સાફસૂફી કરી નવું લીંપણ કરી દિવાળી માટે ઘર તૈયાર કરાય છે. આ કારણથી આ દિવસને પોડા બારસ પણ કહે છે. ગુજરાતીઓ વાઘ બારસથી દિવાળીની શરુઆત ગણી ઉમરા પૂજન પણ કરે છે.