વડોદરા માં યુવતી સાથે ડાયરેક્ટર એ ફિલ્મમાં કામ આપવાના બહાને આચર્યું દુષ્કર્મ….

0
112

મિત્રો સ્વાગત છે તમારું અમારા લેખમાં,વડોદરામાં ફિલ્મમાં કામ આપવાના બહાને દુષ્કર્મ ઘટના,વડોદરામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે ફિલ્મના કામ આપવાના બહાને યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું પ્રકાસમાં આવી છે. દિલ્હીથી યુવતીને વડોદરા બોલાવી ડાયરેક્ટર રાજ મિશ્રાએ હોટલમાં દુષ્કર્મ આચર્યું છે.વડોદરામાં ફિલ્મમાં કામ આપવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ,નોંધાયેલી ફરિયાદ પ્રમાણે યુવતી સાથે કાસ્ટિંગ કાઉચના બહાને યુવતીના અશ્લિલ ફોટો અને વીડિયો બનાવવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

કાસ્ટિંગના બહાને યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો બનાવ્યા,મહત્વનું છે કે ઉત્તરપ્રદેશની વતની રજનિશ મિશ્રા સોશિયલ મડિયાના મારફતે યુવતીઓના એકાઉન્ટ બનાતો અને ફિલ્મોમાં કામ આપવાના બહાને એક્ટિંગ અને મોડેલિંગના બહારને તેની સાથે ફોટો શૂટ કરવાતો એવી રીતે દિલ્હીની યુવતીને વડોદરા બોલાવી તેની સાથે વડોદરાની હોટલમાં નગ્ન ફોટો અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ તેનો વીડિયો વાઈરલ કરવાની ધમકી મોટી રકમ તેની પાસેથી માંગવામાં આવી હતી..

યુવતી સાથે ડાયરેક્ટર રાજ મિશ્રાએ હોટલમાં દુષ્કર્મ આચર્યું,ફરિયાદી યુવતીએ જણાવ્યું છે કે રાજ મિશ્રા યુવતીઓના નામના ફેસબુક અકાઉન્ટ બનાવતો હતો તેમજ ફેસબુકના માધ્યમથી યુવતીઓને ફસાવતો હોવાનું પણ યવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આખરે યુવતીએ દિલ્હીમાં પરત ફરી હતી અને દિલ્હી સાઈબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી અને તેની ફરિયાદને આધારે સાઈબર સેલે વડોદરા પોલીસને ટ્રાન્ફર કરવામાં આવતા પોલીસે આરોપી રજનિશ મિશ્રાને શોધવા ચક્રોગતિમાન કર્યો છે.

ગુજરાતમાં અવાર-નવાર કોઈને કોઈ જગ્યાએ યુવતીઓને હવસનો શિકાર બનાવવામાં આવી રહી છે. ત્યારે હવે છેલ્લા કેટલા સમયથી સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગ્લમાં હવે મોટી-મોટી હસ્તીઓના નામ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત પાયલ ઘોષ નામની અભિનેત્રીએ અનુરાગ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાંથી પણ યૌન શોષણની ઘટના સામે આવી છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉત્તરપ્રદેશના વતની યુવાન રજનિશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજારની ખંડણીની માગણી કરી હતી. દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ એક્ટિંગ કરવા 13 હજાર રૂપિયા આપ્યા,દિલ્હીની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી-2020માં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અશીકા ત્રિપાઠીએ ઓફર કરી હતી કે, તમને હેપ્પી મોડેલિંગમાં રૂચિ ધરાવો છો ખરા? જેથી મેં તેમને હા માં જવાબ આપ્યો હતો, ત્યાર બાદ તેમણે કર્માં ફિલ્મ પોડ્કશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી તેમને સહમતી આપ્યા બાદ મારો મોબાઇલ નંબર રાજ મિશ્રાને આપ્યો હતો તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, જો તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે, પરંતુ, તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા 15 હજાર રૂપિયા આપવા પડશે અને તેમણે મને તેમનો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો જેમાં 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

યુવાને વધુ 52 હજાર રૂપિયાની માગણી કરી ત્યાર બાદ રાજ વર્માએ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સવારે વડોદરાની દાંડિયા બજાર સ્થિત રાજધાની હોટલમાં સવારે પહોંચી જવા જણાવ્યું હતું, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હોટલના મેનેજરને જઈને તમે મારું નામ આપજો અને તેઓ તમને જે રૂમની ચાવી આપે ત્યાં રોકાજો, ત્યાર બાદ તેઓ સવારે 9:30 વાગ્યે રૂમ પર આવ્યા હતા અને બીજા 52 હજાર રૂપિયાની માગણી કરી હતી, તેમાંથી મેં રૂપિયા 25000 રાજ મિશ્રાને આપ્યા હતા.જબરજસ્તીથી છેડછાડ કરી દુષ્કર્મ આચર્યુંઆ પૈસા આપ્યા બાદ તેમણે મોડેલિંગ માટે તમારા નગ્ન ફોટા પાડવા પડશે તેમ જણાવતા મેં તેનો વિરોધ કર્યો હતો, પરંતુ, અન્ય છોકરીઓના લગ્ન ફોટા તેમણે બતાવ્યા હતા, જેથી મેં પણ નગ્ન ફોટા પડાવ્યા હતા.

ત્યાર બાદ તેમણે જબરજસ્તીથી મારા શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું અને બળાત્કાર અંગે કોઇને જાણ કરીશ નહીં અને મારા બાકી બીજા પૈસા એકાઉન્ટમાં જમા કરાવી દે છે તેમ કહી તેઓ નીકળી ગયા હતા. 29 ફેબ્રુઆરી-2020ના રોજ હું રાજધાની હોટલમાં રાત્રી રોકાણ કર્યાં બાદ બીજે દિવસે મારા પિતરાઈ ભાઈને ત્યાં ગઈ હતી અને ત્યાર બાદ દિલ્હી જવા નીકળી ગઈ હતી.નગ્ન ફોટા વાઇરલ કરી દેવાની ધમકીઓ આપીદિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં અને અવારનવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી મારી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી અને જો તે રકમ નહીં આપે તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી દઈશું તેવી ધમકી આપતા રહ્યા હતા.

યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ આપી હતી,આખરે કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ આપી હતી અને ત્યારબાદ તે ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં આકાંક્ષા વર્મા હંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રણ એક જ વ્યક્તિ છે અને તેનું પુરૂનામ રજનીશ મિશ્રા પૃથ્વીરાજ મિશ્રા રહેવાસી જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું છે. દિલ્હીની આ યુવતીની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે બહુ નામધારી અને બહુરૂપી રજનીશ મિશ્રાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મધ્ય ગુજરાતમાં આવેલ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર, ડ્રામા પ્રોડક્શન હાઉસનો માલિકે પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.આ સમગ્ર ઘટના સામે આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને પગાર આપવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ફિલ્મ પ્રોડયુસર દિપ પટેલ હાલમાં વડોદરાની નાઇટ લાઇફ ઉપર વેબ સિરીઝ બનાવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

મૂળ સાવલીના ચંદ્રનગરનો રહેવાસી દિપ પટેલ ખેડૂત પુત્ર છે. છેલ્લા ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તેના પિતા સાથે રહેવા આવ્યો છે. તે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના પહેલા દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો.

યુવતીના જણાવ્યા અનુસાર, હું 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં 28 ઓગસ્ટે કોઇ કારણોસર તેણે નોકરી છોડી દીધી હતી. દિપ પટેલે પગાર આપવાના બહાને યુવતીને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતી વહેલી સવારે રૂમનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગઇ હતી. જે બાદ દિપ પટેલે યુવતીને ધમકી આપી હતી કે, આ અંગે કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ.

જ્યારે યુવતી હોટલના રૂમમાં પહોંચી ત્યારે દીપે બારણુ બંધ કરી દીધુ હતુ અને બળજબરી તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ બાદ જે વ્યક્તિએ યુવતીને નોકરીએ રખાવી હતી તેને આ બાબતની જાણ કરી હતી. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે પોલિસમાં ફરિયાદ કર. અને ત્યાર પછી યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સયાજીગંજ પોલીસે દુષ્કર્મ આચરનાર દિપ રાજુભાઇ પટેલની ધરપકડ કરી છે.