સાઉથ ની વધુ એક અભિનેત્રી તોડવા જઈ રહી છે લાખો લોકોનાં દિલ, કરશે આ વ્યક્તિ સાથે લગ્ન…..

0
153

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે સાઉથ સ્ટાર કાજલ અગ્રવાલ વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ…સાઉથની ફિલ્મ સ્ટાર કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.જાણો, હેન્ડસમ હંક ‘સિંઘમ’ સ્ટાર સાથે લગ્ન કરશે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોના સમયગાળામાં કેટલાક સારા સમાચાર સાંભળવામાં આવતા નહોતા, પરંતુ થોડા દિવસોથી ફિલ્મ જગતમાં સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે.  સૌ પ્રથમ, સૂત્રો દ્વારા સાંભળવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં નેહા કક્કર લગ્ન કરવા જઇ રહી છે.  તાજેતરમાં જ સૂત્રોના જણાવ્યા અનુસાર બોલિવૂડની ‘સિંઘમ’ ગર્લ એટલે કે કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં જ બિઝનેસમેન ગૌતમ કીચલુ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

તાજેતરમાં જ સાઉથની ફિલ્મ સ્ટાર કાજલ અગ્રવાલના લગ્નના સમાચાર સામે આવ્યા છે.  સુત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રી એક બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઇ રહી છે.  આ ઉદ્યોગપતિનું નામ ગૌતમ કીચલુ કહેવામાં આવી રહ્યું છે.  લગ્નના સમાચારો સામે આવ્યા બાદ કાજલ અગ્રવાલના ચાહકોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.  આ સમાચારો પછી લોકો ખુદ કાજલ અગ્રવાલની પુષ્ટિની રાહ જોઇ રહ્યા છે.  આ દરમિયાન કાજલ અગ્રવાલે તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આવી પોસ્ટ શેર કરી છે.  જેના કારણે તેમના પ્રિયજનોની ધડકન વધુ ઝડપી બની છે.

સમાચારો અનુસાર કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલૂની સગાઈ થઈ ગઈ છે અને તેમના લગ્ન પણ એક ખૂબ જ સરળ સમારોહમાં થવાના છે.  આ લગ્ન લવ મેરેજથી ગોઠવાય છે.  કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુના લગ્ન મુંબઇમાં થશે.  સાઉથ ફિલ્મ સ્ટારના લગ્નમાં ઘણા લોકો સામેલ થશે નહીં, પરંતુ તે ગ્રાન્ડ સેલિબ્રેશન સાથે કરવામાં આવનાર છે.

રોહિત શેટ્ટી દ્રારા નિર્દેશિત ફિલ્મ સિંઘમમાં અજય દેવગણ સામે જોવા મળેલ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આજકાલ તેના લગ્નનાં સમાચારોને લઈને ચર્ચાઓમાં છે. જી હા, હાલમાં જ કાજલ અગ્રવાલે તેના લગ્નને લઈને વાત કરી, જેના કારણે તે ખુબ જ ચર્ચામાં આવી છે.એવામાં કાજલના ફેંસ એ વાત જાણવા આતુર છે કે આખરે કાજલનું અફેર આખરે કયા અભિનેતા કે કયા છોકરા સાથે ચાલી રહ્યું છે. જેની સાથે તે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. કાજલ અગ્રવાલે બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મો સુધી ધમાલ મચાવી છે. સાઉથથી લઈને નોર્થ સુધી કાજલનાં જોરદાર ફેંસફોલોવિંગ છે, તેની ફિલ્મોની લોકો ખુબ જ રાહ જોતા હોય છે.

તેના સિવાય કાજલ સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે. તેમજ ત્યાં તેના ફેંસ માટે તસ્વીરો અપલોડ કરતી રહે છે, જે તસ્વીરો ખુબ જ ઝડપી વાઈરલ થઇ જાય છે. જો કે આજે આપણે વાત કરવાના છીએ તેના લગ્ન વિશે, જેને લઈને તેને હાલમાં જ જણાવ્યું છે, ત્યારબાદ તેના ફેંસ ખુબ જ ઉત્સાહિક રહ્યા છે.હાલમાં જ એક કાર્યક્રમમાં કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે તે તેના લગ્નનો પ્લાન ખુબ જ જલ્દી શરુ કરશે. મતલબ તો તમે સમજી ગયા હસો કે તે હાલમાં કોઈની સાથે રીલેશનશીપમાં છે, અને તેની સાથે લગ્ન કરવાનું તેને નક્કી કર્યું છે. જો કે તેને એ વ્યક્તિ વિશે કઈ જ ખુલાસો કર્યો નથી. પરંતુ માત્ર એવી ચર્ચાઓ છે કે તે ખુબ જ જલ્દી લગ્ન કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની આવનાર ફિલ્મ પછી તરત જ તે લગ્ન કરશે.

કાજલે ભલે તેના અફેર વિશે કઈ જ નથી જણાવ્યું પરંતુ તેને એ જરૂર જણાવ્યું કે આખરે તેને કેવો પતિ જોય છે? તેનો જવાબ આપતા આજલ અગ્રવાલે કહ્યું કે તેને અધ્યાત્મિક, કેયરિંગ અને મને લઈને થોડો સીરીયસ હોવો જોઈએ. જેથી તે મને સમજી શકે અને મારી કેર કરી શકે. મતલબ સાફ છે કે તેને કોઈ એવો વ્યક્તિ મળી ગયો છે જેનામાં ઉપરની બધી જ ખૂબીઓ હોય. જો કે કાજલ અગ્રવાલ જ્યારે પણ લગ્ન કરશે તેના ફેંસ માટે ભેટ સમાન હશે.કાજલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેની આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ ઇન્ડિયન 2 ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વર્ષ 1996માં આવેલ ફિલ્મ ઇન્ડિયન નો બીજો ભાગ છે. જેના ડાયરેક્ટર એસ શંકર છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ સાથે કમલ હસન જોવા મળશે, જેના કારણે આ બંને સિતારાઓ હાલમાં ખુબ જ ચર્ચાઓમાં છે. એવામાં જોવાનું હવે એ રહ્યું કે કાજલ ક્યારે લગ્ન કરશે અને કોની સાથે કરશે? જો કે એ તો સમય જ બતાવશે…

મુંબઈમાં જન્મેલી અને ઊછરેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અને  હિન્દી ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં પણ સફળતા મેળવી ચૂકી છે, પરંતુ તેણે બૉલીવુડમાં સફળતા મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડી હતી. કાજલે ૨૦૦૪માં સૌપ્રથમ બોની કપૂર નિર્મિત અને સમીર કર્ણિક દિગ્દર્શિત ફિલ્મ ‘ક્યું! હો ગયા ના’ ફિલ્મમાં ઐશ્વર્યા રાયની ફ્રેન્ડ તરીકે નાનકડો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં વિવેક ઑબેરૉય, ઐશ્વર્યા રાય, દિયા મિર્ઝા અને અમિતાભ બચ્ચને મુખ્ય પાત્ર ભજવ્યાં હતાં. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તક ન મળી એટલે કાજલે દક્ષિણ તરફ નજર દોડાવી હતી. તેણે સૌપ્રથમ ‘લક્ષ્મી કલ્યાણમ’ ફિલ્મમાં અભિનય કર્યો હતો, પરંતુ એનાથી તેને કોઈ ખાસ ફાયદો થયો નહોતો. એ પછી તેણે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. છેવટે તેને ‘મગાધીરા’ ફિલ્મ મળી હતી. એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને કાજલ અગ્રવાલનું નામ જાણીતું થઈ ગયું હતું. એ પછી તેણે સાઉથની ઘણીબધી ફિલ્મો કરી અને નોંધપાત્ર સફળતા મેળવી.

દક્ષિણની ફિલ્મ્સ-ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન જમાવ્યા બાદ તેને વર્ષો પછી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન તરીકે ચમકવાની તક મળી હતી. તેને અજય દેવગનની હિરોઇન તરીકે ‘સિંઘમ’ ફિલ્મ મળી હતી. એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એ પછી ‘સ્પેશિયલ 26’માં તે અક્ષયકુમારની હિરોઇન બની હતી. એ ફિલ્મ પણ બૉક્સ-ઑફિસ પર હિટ સાબિત થઈ હતી.

કાજલ ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાતી રહી છે. એક તબક્કે એફએચએમ મૅગેઝિનના કવર પર તેની ટૉપલેસ તસવીર છપાઈ હતી અને વિવાદ થયો હતો. એ વખતે કાજલે બચાવ કર્યો હતો કે મેં આવી કોઈ તસવીર ખેંચાવી જ નથી. એ પછી એક ઉત્તર ભારતીય રાજકીય નેતા સાથે તેનું નામ જોડાયું હતું. એ વખતે વિવાદ જાગ્યો હતો કે કોઈ એક પાર્ટીમાં તે એક રાજકીય નેતાને મળી હતી અને તે રાજકીય નેતા સાથે તેનો અફેર શરૂ થઈ ગયો હતો. ખાનગીમાં તે એ નેતાને મળતી હતી એવી પણ વાત બહાર આવી હતી.

કાજલ ‘બાહુબલી’ના હીરો પ્રભાસના પ્રેમમાં પડી હતી અને બન્ને વચ્ચે અફેરની શરૂઆત થઈ હતી. જોકે એ પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું, નહીં તો એક તબક્કે બન્ને લગ્ન કરવાનું પણ વિચારી રહ્યાં હતાં. બન્નેનો પ્રેમ આગળ વધ્યો હોત તો કાજલ પ્રભાસને પરણી ગઈ હોત.ત્યારબાદ મિત્રો કાજલ ને ફોટો પાડવાનો પણ ખૂબ શોખ છે તો હાલમાં જ તેને તેના ફોટોસ શેર કરયા છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ..કાજલ અગ્રવાલે બિકિની લુકના કુલ અંદાજમાં શેર કર્યા ફોટો, ફેન્સ માટે પડાવ્યો એક ફોટો, જોઈ થયા ખુશખુશાલ.

બોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ફિલ્મ ઈંડિયન 2ના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મમાં તે સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની સાથે જોવા મળશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.આ પહેલા કાજલ કામથી અલગ માલદિવમાં ચિલ કરી રહી છે.કાજલે માલદિવ ટ્રિપમાં તસવીરો શેર કરી છે. તેમાં એક્ટ્રેસ એન્જોય કરતી જોવા મળી રહી છે.કાજલે ફેન્સ માટે બિકિનીના ફોટા શેર કર્યા છે. તસવીરોમાં એક્ટ્રેસ બહુ જ ખૂબસૂરત લાગી રહી છે.કાજલ અગ્રવાલ ફ્લોટિંગ બલૂન પર બેસીને સમુદ્રની લહેરોનો આનંદ લઈ રહી છે.તે બધાની વચ્ચે તે ફેન્સની સાથે તસવીરો શેર કરવાનું પણ નથી ભૂલી.કાજલ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને અલગ-અલગ રાખે છે. કામની સાથે તે પરિવારને સમય આપવાનું નથી ભૂલતી તે.આ પહેલી વાર નથી. આ પહેલા પણ તેણે ટ્રિપના કેટલાક ફોટા શેર કર્યા છે.ફેન્સ માટે કંઈક આ અંદાજમાં આપ્યા પોઝ. તેના ફેન્સ તસવીરો જોઈને ઘણાં ખુશ થયા છે.