Breaking News

ઊંઘમાં સૂતેલી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખી, મહિલાનું કમકમાટીભર્યું મોત… 3 દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રકની નીચે કચડાઈ જવાના કારણે એક મહિલાને દર્દનાક મોત મળ્યું છે. જાણવા મળી રહ્યું છે કે કારખાનામાં સુઈ રહેલી મહિલાને માલ સામાન ઉતારવા આવેલા ટ્રકે કચડી નાખી હતી.

આ કારણોસર મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહિલાનું મોત થતા જ ત્રણ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ સવિતા હતું અને તેની ઉંમર 39 વર્ષની હતી. સવિતા ઓમ બાલાજી ટેક્સટાઇલ ફેક્ટરીમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતી હતી.

રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સવિતાના પરિવારજનોને એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, સવિતા ટ્રકની નીચે કચડાઈ ગઈ છે, આ કારણોસર તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ સવિતાના પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલા ફેક્ટરીમાં કામ પૂરું કરીને સુતી હતી.

આ દરમિયાન ફેક્ટરીમાં સામાન ઉતારવા આવેલા ટ્રક ચાલકે મહિલાઓ પર ટ્રક ચડાવી દીધો હતો. આ કારણોસર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે રીબાઈ રિબાઈને મોત થયું હતું. આ ઘટના બનતા જ 14 વર્ષની દીકરી, 8 વર્ષની દીકરી અને 6 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About dharmikofficial

Check Also

ગણેશ વિસર્જનના દિવસે માત્ર 11 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે …

Recent Comments

No comments to show.