ટૂંક જ સમયમાં લગ્ન કરવાં જઈ રહ્યું છે આ કપલ, તસવીરો જોઈ તમે ચોંકી જશો.

0
795

લગ્નનું નામ આવતાં જ લોકોનાં મનમાં ઘણી બધી ઈચ્છાઓ આવતીહોય છે લગ્ન કરનાર અને લગ્નમાં જનાર બન્ને લોકો ખુશ હોય છે પરંતુ આજે આપણે જે વિશે વાત કરવાંના છીએ તે વિશે જાણી ને ભલભલા ની આંખો ચાર થઈ ગઈ છે.છેલ્લો કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયામાં આ કપલ ખુબજ ફેમસ થઈ રહ્યું છે તેનું કારણ એ છે કે આ કપલ પતિપત્ની બનવા જઈ રહ્યાં.હાલના દિવસોમાં આવું જ એક કપલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. પશ્ચિમ આફ્રિકાના આઇવરી કોસ્ટમાં રહેતી યુડોકસી યાઓ ગિનીયન મ્યુઝિશિયન, ગ્રાન્ડ પી સાથે તેના સંબંધોને લઈને ખુબ ચર્ચામાં છે. બંનેને એક સમય માટે જોતાં એવું લાગશે કે તે માતા અને પુત્ર છે.એક નજરમાં જોતાંજ આ વિશે તમને કંઈક અલગ જ લાગશે જોકે એવું જરા પણ નથી.

ટૂંક જ સમયમાં લગ્ન કરશે.

બંને જલ્દી લગ્ન કરવાના મૂડમાં છે. સોશિયલ મીડિયા પર, યુડોકસી હાલના દિવસોમાં પોતાના પ્રેમનો ઈઝહાર કરતી રહે છે. જેને લઈને લોકો તેની ખૂબ મજાક ઉડાવે છે.ત્યારે ચાલો તમને જણાવીએ આ અનોખા કપલની અનોખી લવ સ્ટોરી।હાલના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર આ કપલની ઘણી ચર્ચા ચાલી રહી છે. કર્વી મોડલ યુડોકસી તેના કદના અડધા કરતા નાના દેખાતા પ્રેમી સાથે રોમાન્સ કરતા ફોટો શેર કરતી રહે છે.

પત્ની કરતા અડધો છે પતિ.

યુડોકસી અને તેના પ્રેમી ગ્રાન્ડ પીની સગાઈ પણ થઈ ચૂકી છે. ગ્રાન્ડ પી તેની મંગેતરની અડધી સાઈઝનો છે. પરંતુ જ્યારે યુડોકસીને આ વિશે કંઈક પૂછવામાં આવે છે, ત્યારે તેનો જવાબ સ્પષ્ટ છે કે કદથી કોઈ ફરક નથી પડતો.ઈન્સ્ટાગ્રામ પર યુડોકસીએ લખ્યું છે કે બંનેના સંબંધો સારા ચાલી રહ્યા છે. બંને ખુશ છે અને આ સૌથી અગત્યની બાબત છે. તેમણે સમર્થકોને આભાર પણ વ્યક્ત કર્યો છે. કેટલાક લોકોને સોશિયલ મીડિયામાં આ કપલ ક્યૂટ લાગે છે અને કેટલાક તેમની મજાક પણ ઉડાવે છે.

ઘણાં લોકોને આ વાત સાચી લાગે છે તો ઘણાં ને અફવા.

જ્યારે કેટલાક લોકો આવા સંબંધને માત્ર પબ્લિસિટી સ્ટંટ તરીકે વર્ણવે છે.યુડોસીને ડર છે કે તેના માતાપિતા લગ્ન માટે સહમત ન થાય. પરંતુ બંનેનો પ્રેમ તેમને એક સાથે બાંધીને રાખે છે અને આ પ્રેમની આશામાં, તેઓ પોતાનું જીવન જીવે છે.બીજી તરફ યુડોકસીના મંગેતર ગ્રાન્ડ પી, જેનું અસલી નામ મૌસા સેન્ડિઆના કાબા છે, તેને પણ લોકોના મેણા-ટોણાથી ફરક નથી પડતો.

ખાસ બીમારીના કારણે આવું કદ છે.

તેને જન્મથી પ્રોજેરિયા નામની બિમારી છે, જેના કારણે તેના વિકાસમાં અસર પડી છે.તેના કદ અને દેખાવને કારણે, ઘણા લોકો ગ્રાન્ડ પી પર ટિપ્પણી કરે છે. તેમના સંબંધોની મજાક ઉડાવે છે. પરંતુ આવા લોકોથી આ કપલને કોઈ પરક નથી પડતો. તેમણે કહ્યું કે, તે તેની જિંદગી પોતાના પ્લાન પ્રમાણે જ જીવશે. જ્યાં સુધી પ્રેમની વાત છે ત્યાં સુધી બંને જાહેરમાં તેને ટાળતા નથી.આ કપલને જોતાંજ લોકોનાં મનમાં વિચિત્ર વિચારો આવે જોકે તેનો કોઈપણ અસર આ કપલ પર થતો નથી.