તિરુપતિ મંદિર ખુલતા ની સાથે માત્ર 2 દિવસ માં આવ્યું આટલું બધું દાન, જાણી ને ચોકી જશો.

0
1030

મિત્રો, દક્ષિણ ભારતમા સ્થિત તિરૂપતિ મંદિરના દ્વાર આજે બે માસ બાદ ખોલવામા આવ્યા છે અને આ મંદિરના દરવાજા ખુલતા જ શ્રદ્ધાળુઓએ ફરી અહી ધનવર્ષા કરી દીધી. આ મંદિરના કર્મચારીઓએ જ પહેલા ત્રણ દિવસમા ૬૫ લાખ રૂપિયા કરતા પણ વધુ દાન આપ્યુ. હાલ, ૧૧ જૂને સામાન્ય લોકો માટે લોકડાઉન બાદ પહેલીવાર મંદિરના દ્વાર ઉઘાડવામા આવ્યા. અંદાજે સાત હજાર લોકોએ ૪૩ લાખ રૂપિયાનુ દાન તિરૂપતિ બાલાજીને ચઢાવ્યુ.

ફક્ત ત્રણ જ દિવસમા થયુ પુષ્કળ દાન.કોરોના વાયરસના સંક્રમણ ના કારણે આ મંદિરને બંધ કરવામા આવ્યુ હતુ પરંતુ. ૧૧ જુનના રોજ મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ હાલ ૨-૩ દિવસની અંદર દાનનો આંકડો અંદાજે સવા કરોડને  પાર પહોંચી ગયો છે. આ મંદિરમા પ્રથમ દિવસે જ ૪૩ લાખ રૂપિયાનુ દાન કરવામા આવ્યુ છે અને ત્યારબાદ છેલ્લા ૩ દિવસમાં ૬૫ લાખ રૂપિયા જેટલુ દાન કરવામા આવ્યુ છે.

૧૧ જુનના રોજ ૪૨ લાખ ૮૮ હજાર રૂપિયા દાન થયુ. ૮ જૂને જ ૨૫ લાખ કરતા પણ વધુ દાન મંદિરને મળ્યુ. આવુ જ બીજા દિવસે પણ રહ્યુ અને ૧૦ જૂને પણ મંદિરના કર્મચારીઓએ જ ૨૦ લાખથી વધારે દાન કર્યુ. મંદિરના પી.આર.ઓ. ટી.રવિ ના કહેવા મુજબ આ દાન તો અમારા કર્મચારીઓએ જ કર્યુ છે અને આ તો તેમની આસ્થા છે. ટ્રસ્ટ તેમની ગણતરી દાનના રૂપિયામા કરી રહ્યુ નથી. ૧૧ જૂને આવેલા હુંડી કલેક્શનમા ૪૨ લાખ ૮૮ હજાર રૂપિયા આવ્યા છે.

આ ટ્રસ્ટમા હાલ ૨૧ હજાર કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. અહી અગત્યની વાત એ છે કે, આ મંદિરના ટ્રસ્ટમા અંદાજે ૨૧ હજાર કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે અને તેમાથી ૮૫૦૦ જેટલા કર્મચારીઓ સ્થાયીરૂપે કાર્ય કરે છે. અંદાજે ૧૩ હજાર જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર અને આઉટસોર્સના છે. આ મંદિરમા સાફ-સફાઈ અને સુરક્ષાને ધ્યાનમા રાખતા આટલો મોટો સ્ટાફ રાખવામા આવ્યો છે. અહી, સફાઈ માટે જ ૧૫૦૦થી વધારે કર્મચારી છે. તેનાથી વધારે સુરક્ષાની કામગીરીમા જોડાયેલા છે.

લોકડાઉનના સમય દરમિયાન મંદિરને અંદાજે ૫૦૦ કરોડનુ નુકસાન.મંદિરના પી.આર.ઓ. ટી. રવિના કહેવા મુજબ લોકડાઉનના સમય દરમિયાન મંદિરને અંદાજે ૫૦૦ કરોડનુ નુકસાન ભોગવવુ પડ્યુ. સામાન્ય દિવસોમા મંદિરને દર માસે અંદાજે ૨૨૦ કરોડ રૂપિયાની આવક થાય છે. તેમાંથી મોટો ભાગ અંદાજે ૧૭૦ કરોડ રૂપિયા સુધી હુંડી કલેક્શનથી આવે છે. વર્ષ ૨૦૧૯મા મંદિરે અંદાજે ૧,૧૦૦ કરોડ રૂપિયાનુ હુંડી કલેક્શન કર્યું હતું, પરંતુ આ વખતે નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં જ લોકડાઉનના કારણે મંદિર બંધ કરવું પડ્યું. જેના કારણે દાનમાં મોટું અંતર જોવા મળ્યું છે.

આ મંદિરમા ગુરુવારે ૬ હજાર ૯૯૮ શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા. મહારાષ્ટ્ર , નવી દિલ્હી , અરૂણાચલ પ્રદેશ , પોંડિચેરી અને પશ્ચિમ બંગાળથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા. મંદિર બહાર વિશાળ સંખ્યામા લોકો એકઠા થયાં. મંદિરમા સુરક્ષાની દૃષ્ટિએ નિયમિત ૨૦૦ શ્રદ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવામા આવી રહ્યો છે. આ ટેસ્ટ માટે રેન્ડમ રીતે લોકો પસંદ કરવામાં આવી રહ્યા છે.