થોડું ચાલવા અથવા સીડીઓ ચડવાથી હાંફવા માંડો છો,તો જરૂર જાણી લો આ માહિતી, નહીં તો પછતાશો….

0
178

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ચાલવા જવાના ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ, પરંતુ જો ચાલવામાં ધ્યાન રાખવામાં ન આવે તો તેના લીધે કેટલીક શારીરિક મુશ્કેલી પણ ઉદ્ભવી શકે છે. આવું ન બને તે માટે ચાલવા જતી વખતે જગ્યા, સમયની સાથોસાથ એવો પોશાક અને બૂટ પહેરો જે આરામદાયક હોય અને શારીરિક તકલીફ ઉત્પન્ન ન કરે.

ખોરાક, ઊંઘ અને ચાલવું એ યુવાનીના સૌથી અગત્યના પાસા છે. સારું સ્વાસ્થ્ય એ યોગ્ય આહાર અને પૂરતી કસરત પર આધારિત છે. જેમ વાતચીત કરવી એક કળા છે તેમ જ કસરત સાચી રીતે કરવી એ પણ એક કળા છે. ચાલવા નીકળતા દરેક વ્યક્તિએ એ સમજવા જેવું છે કે ક્યારે ચાલવું અને કેવી રીતે? ચાલવા માટેની જગ્યાનું મહત્વ વધારે છે.આજકાલ, લોકોના ખોરાક અને જીવનશૈલીને કારણે તેમની સ્ટેમિના નબળી પડી રહી છે. આને લીધે, થોડું દૂર ચાલતા જ થાક અનુભવાય છે.

જેમ આપણે જ્યારે આપણા ઘરની સીડી પર ચઢી એ છીએ ત્યારે આપણે હાંફવાનું શરૂ કરીએ છીએ અને આપણા ધબકારા પણ ખૂબ જ ઝડપ થઈ જાય છે. આ સામાન્ય લોકોની સમસ્યા છે. જેમાંથી દરેક પસાર થાય છે. સીડી ચડતી વખતે થાક એ ખૂબ સામાન્ય ઘટના છે. પરંતુ તે ખૂબ મર્યાદિત માત્રામાં પણ હોવું જોઈએ. જે નબળા શરીરને સૂચવે છે. ચાલો આપણે જાણીએ કંઈક ખાસ.ચાલવા માટેનો સૌથી સારો સમય સવારનો છે.

સવારના સમયે હવા તાજી અને ચોખ્ખી હોય છે. મન અને શરીર રાતના આરામ પછી તાજા થયેલા હોય છે અને સાથેસાથે સવારના સમયનું કુદરતી વાતાવરણ કંઇ ઓર જ હોય છે. તે ઉપરાંત, સવારના સમયે હવામાં પોલ્યુશન પણ ઓછું અનુભવાય છે, પણ સમય ન મળતો હોય તો સાંજના ચાલવાની પણ મજા છે. ચાલવાથી ઘણાંબધા રોગો દૂર થાય છે. ચાલવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. થોડું ઝડપથી ચાલવાથી ફેફસાં મજબૂત થાય છે.

વધુ સમય ન મળતો હોય તો ફ્ક્ત ૩૦ મિનિટ ૪-૫ દિવસે ચાલવાથી પણ ઘણો ફાયદો થાય છે. – જ્યારે ચાલવા જતાં હોઇએ ત્યારે એ ધ્યાન રાખીએ કે તેનાથી શરીરના બીજા કોઇ અવયવને આપણે નુકસાન ન કરીએ.તંદુરસ્તી વિશે વાત કરતા, સીડી ચડતી અને નીચે ઉતરતી વખતે આપણા શરીરની કેલરી ખર્ચ થાય છે અને ચરબી બળી જાય છે. આને લીધે આપણે વધારે ઉર્જા લાવવી પડે છે અને આપણે થાક અનુભવીએ છીએ. પરંતુ જો તમે બે માળ પર ચડ્યા પછી થાકી જવાનું શરૂ કરો છો, તો પછી આ સારા સંકેતો નથી.

તે તમારા શરીરમાં છુપાયેલી નબળાઇ બતાવે છે.કેટલાક લોકોને સીડી ચડ્યા પછી માથું ભારે થવું, માથું ફરવું અથવા આંખો સામે ઝાંખપ જેવી સમસ્યાઓ થાય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા આવી રહી છે, તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે આ સ્થિતિ શરીરમાં કોઈ ગંભીર રોગની નિશાની છે.તમારા આહારની સંપૂર્ણ કાળજી લો. જાણો કે તમારો ખોરાક તમને સંપૂર્ણ પોષણ આપે છે? કારણ કે જ્યારે શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી, ત્યારે શરીર નબળું રહે છે અને ઘણી બીમારીઓ થવા લાગે છે.

જેના કારણે શ્વાસ અને થાક જેવી સમસ્યાઓ થાય છે.તમારી જાતને એક્ટિવ રાખો. યોગ કરો, ઘરના આંગણા પર અથવા ટેરેસ પર ચાલી શકો છો.એવા બૂટ-મોજા પહેરીને ચાલવા જાવ જે તમને આરામદાયક હોય. બની શકે તો કોટનના મોજાં પહેરો. તેનાથી પરસેવો શોષાઇ જશે. બને તો ચાલવા જતાં થોડા ઢીલા કપડાં પહેરવાનું પસંદ કરો. ગરમીમાં સૂતરાઉ કપડા પહેરો. રાત્રે ચાલવા જાવ તો અંધારામાં જલ્દી નજરે ચડો તેવા રંગ પહેરવાના પસંદ કરો.

મસલ્સને વોર્મ-અપ કરવાનું ભૂલશો નહીં. પહેલી પાંચ મિનિટ થોડું ધીમું ચાલો. મસલ્સને થોડા વોર્મ-અપ થવા દો. તેનાથી તમને મસ્કયુલર ઇન્જરી થતાં અટકશે. – તે જ પ્રમાણે હાર્ટ અને મસલ્સને ઓછો સ્ટ્રેસ પડે તે માટે ચાલવાના અંત સમયે પણ ચાલ ધીમી પાડી દો. – જો તમારી સાથેની વ્યક્તિ તમારી સાથે ચાલવામાં હાંફી જાય તો તમે કદાચ વધુ ઝડપથી ચાલો છો. તમારી ઝડપ થોડી ઓછી કરો. નોર્મલ વ્યક્તિ જ્યારે મોડરેટ સ્પીડમાં ચાલે ત્યારે લગભગ ૪ કેલરી ૧ મિનિટમાં બળે છે.

તમે જ્યારે એક કલાકના ૫ કિલોમીટરની સ્પીડે ચાલો તો એક મિનિટની ૪ કેલરી બળે છે. જો એનાથી ધીમું ચાલો જેમ કે, ૩ કિલોમીટર એક કલાકના તો એક મિનિટની ૩ કેલરી બળે. કેલરી બળવાનો આધાર તમારા વજન, હાઇટ અને ચાલવાની સ્પીડ તેમ જ સમય અને ડીસ્ટન્સ પર રહેલો છે. શું દોડવામાં વધુ કેલરી બળે ? ખરેખર તો ચાલવાથી કે દોડવાથી કેલરી બળવામાં બહુ મોટો તફાવત પડી જતો નથી. જો તમે કલાકના ૫ થી ૬ કિલોમીટર દોડો તો દોડવાની અને ચાલવાની કેલેરી બળવામાં લાંબો તફાવત પડતો નથી.

પણ જો તેનાથી વધુ સ્પીડમાં ભાગો અને કલાકના વધુ કિલોમીટર દોડો તો કેલરીનો ફરક પડી શકે પરંતુ જો વધુ પડતા ફાસ્ટ દોડો અને વ્યવસ્થિત બૂટ ન પહેરો અથવા જમીન ખરબચડી હોય તો તમારા ગોઠણ અથવા સ્નાયુઓને નુકસાન ચોક્કસ થઇ શકે છે. ટ્રેડમિલ અને ચાલવા જવામાં શું ફરક ? ઘણી વાર બહાર ચાલવા જવા માટે સમયની અનુકૂળતા હોતી નથી. ઉપરાંત, જો તમે વધુ પડતા ટ્રાફિકવાળા રસ્તા પર અથવા ગાર્ડનમાં ચાલતા હો તો સવારનો સમય વધુ અનુકૂળ રહે છે.

નહીંતર હવામાં પોલ્યુશન વધી જાય છે. વળી, તડકામાં ચાલવાનું પણ હિતાવહ હોતું નથી. આવા સમયે ટ્રેડમિલ પર ચાલવાનુ અનુકૂળ રહે છે. સમયનું બંધન નથી રહેતું, પણ કેલેરી બળવામાં બહાર ચાલવા જવામાં અને ટ્રેડમિલ પર ચાલવામાં લાંબો ફરક પડતો નથી. જો ચાલવાની સ્પીડ વધુ પડતી બદલાય નહીં તો કેલરી વધારે પ્રમાણમાં બળતી નથી. ટ્રેડમિલના હાથા પકડીને ચાલવા કરતા આપણને ફાવે તે સ્પીડે હાથા પકડયા વગર ચાલવું વધુ હિતાવહ છે.

હાથા પકડીને ચાલવાથી ઓછી કેલરી બળે છે. આ ઉપરાંત, ટ્રેડમિલ વધુ પડતો ઢાળ હોય તે વાપરવું હિતાવહ હોતું નથી. તેમાં કેલેરી તોથી વધારે બળે છે ખરી, પરંતુ જો ધ્યાન રાખવામાં ના આવે તો ગોઠણના સાંધાને નુકસાન થઇ શકે છે. ટૂંકમાં, સમય ગમે તે રાખો, સાધન ગમે તે વાપરો, પરંતુ ચાલવુ એ સૌથી સહેલી અને ફાયદાકારક કસરત છે માટે ચાલવાનું રાખો જ.