થોડાકજ દિવસમાં ચશ્માં થઈ જશે દુર,બસ રોજ કરો આ ઉપાય, અત્યારે જ જાણીલો આ ઉપાય વિશે…..

0
533

આંખો નબળી પડતાંની સાથે ચશ્મા ચઢી જાય છે. કેટલીકવાર આ ચશ્મા તમારા માટે માથાનો દુખાવો પણ કરે છે. આ ફક્ત તમારા દેખાવને જ બગાડે છે, પરંતુ ચશ્મા વિના તે જોવાનું પણ મુશ્કેલ બની જાય છે. ખાનપાન અને નબળી જીવનશૈલીને લીધે ચશ્મા કોઈપણ ઉંમરે આંખોને આવી જાય છે. કેટલાક સમયે તમે નાના બાળકોના જાડા લેન્સના ચશ્મા પણ લગાવેલા જોયા હશે. મોટેભાગે, પ્રકાશના અભાવને કારણે લોકોની દૃષ્ટિ ધૂંધળી દેખાય છે, માથાનો દુખાવો થાય છે અને ઘણી વખત તેનાથી ચક્કર આવવા લાગે છે.આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે આંખની યોગ્ય રીતે કાળજી કરવામાં આવે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે અને તેને સારી રાખવા માટે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું.

જે તમને ખૂબ હેલ્પફુલ થશે તો આવો જોઇએ તે અંગે જો તમારા ઘરના બાળક અથવા પુખ્ત વયની આંખોની દ્રષ્ટિ ઓછી છે અને એ ચશ્મા પહેરે છે, તો પછી તમે આ ઘરેલું પદ્ધતિઓ અપનાવીને થોડા દિવસોમાં ચશ્માને દૂર કરી શકો છો.બદામનું સેવન :બદામ ખાવાથી દિમાગ ની સાથે સાથે આંખોનું પણ તેજ વધે છે. તેનો દરરોજ ઉપયોગ કરવો જોઇએ. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ ઉપરાંત વિટામિન ઇ શામેલ છે જે આંખોની દ્રષ્ટિ માટે ફાયદાકારક છે. આ સિવાય બદામને આખી રાત પલાળીને પીસી લો. આ મિશ્રણને પાણીમાં પીવાથી પણ ફાયદો થાય છે.લીલા શાકભાજી :લીલા શાકભાજી આંખો માટે ફાયદાકારક છે. તેથી, દરરોજ લીલા શાકભાજી ખાઓ. જો તમને લીલા શાકભાજી કોઈ કારણસર ખાવાનું પસંદ નથી, તો તમે તેને સૂપ બનાવીને સેવન કરી શકો છો.

દરરોજ આમળા ખાઓ:આમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને આંખો માટે. આમલામાં વિટામિન સી અને અન્ય એન્ટી ઓકિસડન્ટો જેવા ઘણા પોષક તત્વો હોય છે. આંખો માટે વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે.બદામ, ખાંડ અને વરિયાળીનું મિશ્રણ ખાઓ :બદામ, ખાંડ અને વરિયાળીનું મિશ્રણ આંખના પ્રકાશ માટે સારું છે. આ બધી ચીજોને ગ્રાઇન્ડ કરીને ડબ્બામાં ભરી રાખો. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી પાવડર નાખો. આ કરવાથી આંખોમાં ફાયદો થશે.

દરરોજ કસરત કરો :કસરત સ્વાસ્થ્ય માટે સારી છે. આંખોને સ્વસ્થ રાખવા માટે ઘણી કસરતો કરવામાં આવે છે. આ કસરતોથી તમે તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો.રોજ કરો આંખની સ્વચ્છતા :ઓછું દેખાવવા પાછળનું સૌથી મોટું કારણ છે કે આંખોની યોગ્ય રીતે સ્વચ્છ ન રાખવી. આંખો પ્રત્યે થોડીક પણ બેદરકારી રાખવાથી આંખોમાં પાણી, જ્વલન, ખંજવાળ, આંખોનું લાલ થવું, આંખોમાં સોજો આવો, ઝાંખુ દેખવવા લાગે છે. આ દરેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે જરૂરી છે કે દિવસમાં 3-4 વખત આંખોને ઠંડા પાણીથી ધોવી જોઇએ.

આહારમાં લો પોષક તત્વ :આંખની દ્રષ્ટિ સારી રાખવા માટે દૂધ, માખણ, ગાજર, ટામેટા, પપૈયું, ઇંડા, શુદ્ધ ઘી, લીલા પાંદડાવાળા શાકભાજી અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. ડાયેટમાં સામેલ આ વસ્તુઓને સામેલ કરવાથી ક્યારેય પણ આંખો ખરાબ થતી નથી. તે સિવાય દિવસમાં ઓછામાં ઓછા 9 ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી આંખો સ્વચ્છ રહે છે.પૂરતી ઊંઘ :આખો દિવસ કામ કર્યા પછી આંખોને આરામ આપવો ખૂબ જરૂરી છે. આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે દિવસમાં ઓછામાં 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાની સાથે આંખોની નીચે બદામના તેલથી માલિશ કરવી પણ ખૂબ જરૂરી છે. માલિશ કરવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે.

કોમ્પ્યુટર કે ટીવી દૂરથી જોવું :આજકાલ લોકો ટીવી જોવે છે કે કોમ્પ્યુટર પર કામ કરે છે તો તેની ખૂબ નજીક બેસે છે. જેથી આંખોની રોશની ઓછી થવા લાગે છે. એવામાં તમે ટીવી અને કોમ્પ્યુટરથી થોડાક દૂર બેસવું જોઇએ. તેની સાથે જ મોડા સુધી કોમ્પ્યુટરની સામે બેસીને કામ ન કરવું જોઇએ. થોડાક સમયના અંતરે આંખોમાં પાણી છાંટો.આંખોનું ચેકઅપ :આંખોમાં કોઇપણ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સાથે ચેકઅપ કરાવવું જોઇએ. ખાસ કરીને ડાયાબિટિસથી પીડાતા દર્દીઓએ દર મહિને આંખોનું ચેકઅપ કરાવવું જોઇએ. જો આંખોમાં કોઇપણ સમસ્યા છે તો તેને સમયસર ઇલાજ કરાવવો જોઇએ.

ત્રિફળા પાઉડરના પાણીથી આંખો ધોવી :એક ચમચી ત્રિફળા પાવડરને પાણીમાં ભેળવી દો અને આખી રાત તેને એમ જ રહેવા દો, સવારે ઉઠો ત્યારે એ પાણીને ગાળી લો અને તેનાથી તમારી આંખોને ધોઈ નાંખો. આંખને એ પાણીથી ધોતી વખતે મ્હોમાં જો તમે તાજુ પામી ભરી રાખો તો તેના કારણે વધુ ફાયદો થશે. આંખ ધોવી એટલે સારી રીતે ધોવી ઉપર ઉપરથી ધોવી તેને આંખ ધોયેલી ના કહેવાય એ યાદ રાખજો, આ પદ્ધતિથી એક જ મહિનામાં તમને ફરક દેખાવા લાગશે.

ગાજરનું સલાડ અથવા તો રસ :ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણાં અસરકારક માનવામાં આવે છે. જો તમે નિયમિત રૂપે કાચા ગાજર સલાડ બનાવીને ખાઓ અથવા તો તમે ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ ઘણી જ મજબૂત બને છે એના કારણે તમારા ચશ્માના નંબર પણ ઉતરતા જાય છે.

બિલબેરી ખાવી :બિલબેરી એક પ્રકારના બોર જ છે, જો કે તે દેખાવે કાળી દ્રાક્ષ જેવી દેખાય છે, તે શરીરમાં રક્તનો પ્રવાહ વધારે છે, જો તમે તાજી બિલબેરી ખાઓ તો તમને રાત્રે ઓછુ દેખાવાની બિમારી હોય તો તે દૂર થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ પણ વધુ મજબૂત બને છે. સમસ્યા એ છે કે બિલબેરી ગુજરાતના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં જોવા મળે છે. તે બ્લ્યૂબેરી નથી એ પણ જાણી લો.

ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન :તમારો ખોરાક તમામ પોષક તત્વોથી ભરપુર હોવો જોઈએ, સંતુલિત આહાર માત્ર આંખો માટે નહીં પણ સમગ્ર શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફળ, સુકો મેવો, કોબીજ, લીંબુ વગેરે તમારા રોજીંદા ખોરાકનો હિસ્સો હોવો જોઈએ. કઠોળને પણ તેમાં સ્થાન મળવું જરૂરી છે. જો કે સૌથી લાભકારક વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ભાજીને તમે ખાસ સ્થાન આપો.

વહેલી સવારે ખુલ્લા પગે ઘાસમાં ચાલો :જો તમને વહેલી સવારે ઉઠી જવાની ટેવ હોય તો તમારે સવાર સવારમાં ઘરની નજીક કોઈ ગ્રાડન આવ્યું હોય તો ત્યાં ચાલ્યા જવું જોઈએ. આયુર્વેદ કહે છે કે વહેલી સવારે ઝાકળછાયા લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી દૃષ્ટિ તેજ બને છે. જો કે તેના માટે સૂર્યોદય થાય તે પહેલા ઉઠવું જરૂરી છે, જો તમે ચશ્માના નંબર ઉતારવા માંગો છો તો આ બાબતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી લેવો જોઈએ.

સવારે જ્યારે પણ તમે ઉઠતા હો ત્યારે તમારા બંને હાથની હથેળીને એકબીજા સાથે પરસ્પર જોરથી ઘસો, અને જ્યારે તમારી હથેળીમાં ગરમાટો જેવું લાગે તે પછી બંને હથેળી તમારી આંખો પર મુકી દો, આ રીતે આંખોને શેક આપો. આવું સવારે ઉઠીને ઓછામાં ઓછું ચારથી પાંચ વાર કરો, એના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થઈ શકે છે.

અન્ય ઘરેલું ઉપાય :જો આંખોમાં દુખાવો થઇ રહ્યો છે કે થાકનો અનુભવ થઇ રહ્યો છે તો ગુલાબજળમાં રૂ પલાળીને આંખો પર લગાવો. જેનાથી તરત જ રાહત મળી શકે છે.આંખોને ગોળાઆકાર રીતે 5 મિનિટ સુધી ફેરવો અને વારંવાર આંખ ઝપકાવવા જેવી કસરત કરો.આંખોને વધારે ભેજ વાળી રાખવા માટે ઠંડી કાકડીનો ઉપયોગ કરો. કાકડીને થોડાક સમય માટે આંખો પર રાખી મૂકો. કાકડીને આંખની આસપાસના ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ આંખોને સ્વસ્થ અને સુંદર બનાવે છે.