થાઈરોઇડને કારણે વધી રહ્યું છે વજન તો અપનાવો આ એકદમ સરળ અને ઝડપી અસરકારક ઉપાય, જાણો આ ઉપાય વિશે..

0
537

કારણ વગરનો થાક લાગવો કોઈ સામાન્ય લક્ષણ નથી. આ થાઇરોઇડનો ઈશારો હોઈ શકે. જાણો આ બીમારીને રોકવાના અને જડમૂળમાંથી કાઢવાના ઉપાયો.બદલાતી રહેતી લાઈફસ્ટાઈલમાં થાઈરોઈડ આજકાલ કોમન બીમારી બની ચુકી છે. આ બીમારીમાં પુરુષોના મુકાબલે મહિલાઓ વધુ પીડાઈ રહી છે. પ્રેગનેન્સીમાં થાઈરોઈડ થવાના કારણે બાળક મંદબુદ્ધી આવી શેક તેની સંભાવના વધી જાય છે. થાઈરોઈડના કારણે મહિલાઓ માતા નથી બની શકતી.પુરુષોમાં પણ આ બીમારીના કારણે તેમને પિતા બનવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને એક એવો ભ્રમ પણ હોય છે કે થાઈરોઈડના કારણે જાડા થવાય છે પરંતુ હકીકત એ છે કે જાડા હોવાના કારણે થાઈરોઈડ થવાની સંભાવના વધી જાય છે.

શું છે થાઇરોઇડ : થાઇરોઇડ એક પ્રકારની ગ્રંથી છે. જે ગળાના વચ્ચેના ભાગમાં હોય છે જેનું વજન લગભગ 20થી 30 ગ્રામ હોય છે. આનું મુખ્ય કામ શરીરના તાપમાનને મેઈન્ટેન કરવાનું હોય છે. નાના બાળકોમાં મગજના વિકાસ માટે આ ખૂબ જરૂરી છે. થાઇરોઇડ ગ્લેડમાંથી નીકળતા ટી-3 અને ટી-4 હોર્મોંસનું ઓછું કે વધુ થવું થાઇરોઇડ ડીસઓર્ડર કહેવામાં આવે છે.

આ છે લક્ષણો : જો તમે આખી રાત સુઈ ગયા હોય અને ત્યાર બાદ પણ બીજા દિવસે થાકેલું અનુભવતા હોય તો આ થાઇરોઇડના લક્ષણો છે. કારણ વગર દુખી અને તણાવ ભરેલું મહેસુસ કરો છો, ખૂબ વધુ ભૂખ લાગે છે, વસ્તુઓ ભૂલી જાવ છો, સેક્સની ઈચ્છા નથી થતી, ત્વચા સુસ્ક બની જાય છે, ખોરાક પચાવવામાં મુશ્કેલી આવે છે, મહિલાઓને પીરીયાડ્સમાં ખૂબ દુખાવો થાય છે, વધુ ફલો આવે જેવી સમસ્યાઓ થાય છે.

થાઇરોઇડ થવાના કારણનો : થાઇરોઇડની કમીના કારણે, વજન વધવાના કારણે, આનુંવાંન્શિક, વધુ પડતો તણાવ, દવાઓના સાઈડ ઈફેક્ટ

કઈ રીતે જાણશ : આની જાણકારી લેવા માટે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે. એક વખત લોહીના સેમ્પલ લેવાથી ટી-3, ટી-4 અને ટીએસએચના લેવલની તપાસ કરવામાં આવે છે. પીજીઆઇમાં આનો રેટ 100 રૂપિયા છે જયારે પ્રાઇવેટમાં 200 રૂપિયા છે.ભારતમાં થાઈરોઈડ દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ખાસ કરીને તેના પીડિત મહિલાઓ છે , હાયપોથાઇરોડ ની સમસ્યાને કારણે આજે 10 માંથી 2 મહિલાઓ ખૂબ જ અસ્વસ્થ છે. આ રોગમાં સતત વજન વધતું રહે છે.જેને ઘટાડવું ખૂબ મુશ્કેલ છેબીજી તરફ જો તમે પણ થાઈરોઈડ ને લીધે વધી રહેલા વજન થી પરેશાન છો ,તો અમે તમને કેટલીક ટિપ્સ /ઉપાય જણાવી રહ્યા છીએ .જેને અપનાવીને તમે તમારું વજન ઘટાડી શકો છો.

લસણ ફાયદાકારક છે : વજન ઓછું કરવા માટે તમે ખાવો ખાલી પેટ લસણ .આના માટે તમે ચાહો તો વેજીટેબલ સૂપ માં નાખીને પણ સેવન કરી શકો છો.તમે સૂપ ને ખાવાની પેહલા પણ લઈ શકો છો .

ગ્રીન ટી : ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદા કારક છે . આ વજન ઓછું કરવામાં પણ ખુબજ ફાયદાકારક હોય છે.એના માટે તમે ચાહો તો લેમન ટી પણ પી શકો છો.

ભોજન પર વિશેષ ધ્યાન આપવું : થાઇરોઇડ દર્દીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમના ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું. તળેલી બાફેલી વસ્તુઓ ખાવાનું ટાળો. થાઇરોઇડ દર્દીઓને ખોરાકને પચાવવામાં ઘણી તકલીફ પડે છે. ખાધા પછી, તમારે ચાલવું જ જોઇએ.

યોગા કરો : યોગા કરવાથી શરીરને કેટલાય ફાયદા મળે છે.યોગા કરવાથી તમારી થાઈરોઈડ ની પરેશાની પણ દૂર થશે.યોગા કરવા માટે તમે ચાહો તો યુ ટ્યુબ ની પણ મદદ લઇ શકો છો.

વજન ઓછું કરવાની દવાઓથી બચો : કેટલાય થાઈરોઈડ ના દર્દીઓ વજન ઓછું કરવા માટે દવાનો સહારો લે છે.એવું કરવાથી એમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

અન્ય ઉપાય : વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ. આના કારણે થાઇરોઇડ થવાની સંભાવના રહે છે. થાઇરોઇડના કારણે વજન નથી વધતું. થાઇરોઇડ સરખું થયા બાદ પણ ઘણા લોકોનું વજન ઘટતું નથી. પ્રેગનેન્સીમાં થાઇરોઇડની તપાસ જરૂરથી કરાવવી જોઈએ. ફેમિલી પ્લિંગમાં પુરુષોએ પણ આની તપાસ કરાવવી જરૂરી છે.ઘરમાં સહેલાઇથી મળતી હળદળથી પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે જેના કારણે થાઇરોઇડની સમસ્યામાં આરામ રહે છે. થાઇરોઇડના દર્દીને દહીં અને દૂધનો વધુ ઉપયોગ કરવો જોઈએ.દૂધ અને દહીંમાં રહેલા કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ થાઇરોઇડથી પીડાતા પુરુષોના સ્વસ્થ માટે ગુણકારી છે. થાઇરોઇડના દર્દીને જલ્દી થાક લાગવાના કારણે મુલેઠીના સેવનથી આરામ રહે છે. મુલેઠી થાઇરોઇડમાં કેન્સરને વધવાથી પણ રોકે છે.થાઇરોઇડ ગ્રંથીને વધવાથી રોકવા માટે જાહુનો ઉપયોગ પણ ખૂબ લાભકારી છે. આયુર્વેદમાં ઘઉં અને જાહુ થાઇરોઇડની સમસ્યાને દુર કરવા માટે સરળ ઉપાય માનવામાં આવે છે.