તારક મહેતામાં દયાબેન અને ટપૂ ક્યારેય પાછા નહીં આવે,જાણો એનું સૌથી મોટું કારણ…

0
352

ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 12 વર્ષ પૂરા થયા છે. બે દાયકાથી દર્શકોના દિલ પર રાજ કરનારા આ શોએ દરેકને જુદી જુદી રીતે સરપ્રાઈઝ આપી છે. ત્યારે શોમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા, શોમાં દયાબેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. તે જ સમયે આ શોના પ્રેક્ષકોને હવે એક મોટી સરપ્રાઈઝ મળશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક દિગ્ગજ અભિનેતા જોડાવા જઈ રહ્યો છે. આ અભિનેતા કોઈ બીજો નહીં પણ પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર રાકેશ બેદી છે.

પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ હંમેશા લોકોને હસાવવાનું કામ કર્યું છે. શોની સાથે સાથે શોના સ્ટાર્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. છેલ્લા 12 વર્ષોમાં, આ શોના કલકારોએ લોકોની વચ્ચે એક વિશેષ સ્થાન બનાવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક સ્ટાર્સે આ શોને છોડી દીધો છે. એટલું જ નહીં, આ પહેલા પણ કેટલાક સ્ટાર્સે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે. જોકે આ કલાકારો વિશે એક મોટા સમાચાર આવી રહ્યો છે. ચાલો જાણીએ આ સમાચાર શું છે.

ખરેખર, શો છોડીને ગયેલા કેટલાક સ્ટાર્સ વિશે સમાચાર છે કે તેઓ ક્યારેય પાછા નહીં આવે. તમને જણાવી દઈએ કે છેલ્લા 12 વર્ષથી કેટલાક કલાકારો સતત તેમની તેજસ્વી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે,જ્યારે કેટલાક સ્ટાર્સે આ શો છોડી દીધો છે, ત્યાર પછી તેમની જગ્યાએ અન્ય કલાકારો રિપ્લેસ કરવામાં આવ્યા છે. યાદ કરાવીએ કે તાજેતરમાં જ શોમાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવનાર નેહા મહેતાએ શો છોડી દીધો હતો. જો કે તેની જગ્યાએ તરત જ સુનૈના ફોજદારને રિપ્લેસ કરવામાં આવી છે.

ટપૂ.

ટપૂની ભુમિકા નિભાવનાર ભવ્ય ગાંધી પણ શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલો હતો. સતત 8 વર્ષ લોકોને હસાવ્યા અને પછી અચાનક તેણે શોને છોડી દીધો. પોતાના એક ઇન્ટરવ્યુમાં તેણે આ શો છોડવાનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, એપિસોડ્સમાં ખૂબ ઓછી ભૂમિકા હોય છે, તેથી મને તેમાં કોઈ સારું ભવિષ્ય દેખાયું નથી, તેથી મેં આ શો છોડી દેવાનું નક્કી કર્યું છે. યાદ કરાવીએ કે ભવ્ય ગાંધીએ આ શોમાં જેઠાલાલ અને દયાબેનના પુત્ર (ટપ્પુ) ની ભૂમિકા નિભાવી હતી.

સોનૂ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આત્મારામ ભીડેની પુત્રી સોનુની ભૂમિકા નિભાવનાર ઝીલ મહેતાની એક્ટિંગ પણ દર્શકોને ખૂબ પસંદ આવતી હતી. જણાવી દઈએ કે ઝીલ 9 વર્ષની ઉંમરથી જ આ શો સાથે સંકળાયેલી હતી અને તે 14 વર્ષની ઉંમર સુધી શોનો ભાગ રહી. આ પછી, તેણે તેના અભ્યાસ માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો. યાદ કરાવીએ કે સોનુનું પાત્ર ખૂબ જ નખરાં વાળું હતું, પરંતુ તે એક હોંશિયાર વિદ્યાર્થી પણ હતી. તે જ સમયે, સોનુ રિયલ લાઈફમાં પણ ખૂબ હોંશિયાર છે.

દયાબેન.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ખૂબ મહત્વનું પાત્ર એટલે કે દયાબેનની ભુમિકા નિભાવનાર દિશા વાકાણીએ પણ શો છોડી દીધો છે. તે 2017 માં મૈટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યાર પછી તે પરત ફરી નથી. જ્યારે શોના દર્શકો દયાબેન તરીકે દિશા વાકાણીને જોવા માંગે છે. માત્ર દર્શકો જ નહીં પરંતુ શોના મેકર્સે પણ દિશા પર પરત આવે તેવા પ્રયાસ કરી ચુક્યા છે, પરંતુ હવે લાગે છે કે દિશા શોમાં પરત ફરવાના મૂડમાં નથી.દિશાની ગેરહાજરીથી તેના દયા બેનના પાત્ર માટે નવા-નવા નામ ચર્ચાયા હતા. પરંતુ કોઇ પણ અભિનેત્રીની એન્ટ્રી સીરિયલમાં થઇ નહીં. હવે દિશા જ ફરી આ પાત્રમાં જોવા મળશે કે નહીં તે વિશે કોઈ માહિતી નથી.

હંસરાજ હાથી.

ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા નિભાવનારા કવિ કુમાર આઝાદને કોઈ કેવી રીતે ભૂલી શકે? તે સતત 8 વર્ષ સુધી આ શોના એક ભાગ રહ્યા હતા લોકોને તેનું પાત્ર ખૂબ પસંદ આવતું. પરંતુ 9 જુલાઈ, 2018 ના રોજ, તે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. આ પછી, શોના નિર્માતાઓએ તેમની જગ્યાએ નિર્મલ સોનીને રિપ્લેસ કર્યા.

સોનુ.

ઝીલ મહેતાના શો છોડ્યા પછી સોનુનું પાત્ર નિધિ ભાનુશાલીએ નિભાવ્યું હતું અને તેણે ક્યારેય ઝીલની કમી ન લાગવા દીધી. નિધિએ તેની શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું. જો કે નિધિએ પણ તેના ઉચ્ચ શિક્ષણ માટે શો છોડી દીધો હતો અને હાલમાં તે સોનુનું પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે.

રોશનસિંહ સોઢી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશનસિંહ સોઢીનો રોલ કરનાર ગુરુચરણ સિંહે પણ પોતાના અંગત કારણો જણાવીને શો છોડી દીધો છે. જો કે, તેમની જગ્યાએ શો મેકર્સે બલવિંદર સિંહને રિપ્લેસ કર્યા છે.

બાવરી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બધા કેરેક્ટર ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. તેમાં પણ બાઘાની બાવરી તો ખાસ.સીરિયલમાં તેની એન્ટ્રી બહુ પાછળથી કરવામાં આવી હતી. પણ તેનું પાત્ર બધાને પસંદ આવે છે.શોમાં બાગાની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ મોનિકા ભદોરીયાએ અચાનક જ શો છોડી દીધો હતો. તેણે સતત 6 વર્ષ સુધી આ શોમાં કામ કર્યું, આ જ કારણે છે કે ચાહકો આજે પણ મોનિકા ભદોરીયોને બાવરી તરીકે યાદ કરે છે.

રીટા રિપોર્ટર.

શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનાર પ્રિયા આહુજાએ પણ પોતાના અંગત કારણોસર શોને અચાનક અલવિદા કહી દીધું હતું. આ પછી રીટા રિપોર્ટરની ભૂમિકા મિહિકા વર્મા નિભાવી રહી છે.પ્રિયા છેલ્લાં કેટલાંક મહિનાઓથી મેટરનિટી લીવ પર હતી. પ્રિયાએ નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો હતો. હવે, પ્રિયાએ સિરિયલમાં કમબેક કર્યું છે.