તારક મહેતાનાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી સંગીત સેરેમનીમાં ઢોલના તાલે ઝૂમ્યા, ગરબા રમ્યા ને ગીત પણ ગાયું…

0
46

મિત્રો અત્યારે લગ્નની સીઝન હોવાથી ચારે કોર લગ્ન થઇ રહ્યા છે. તો આપણા બધાની સૌથી પ્રિય સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માંના જેઠાલાલાની દીકરીના પણ આજે લગ્ન છે અને ચારે કોર તેમની દીકરીના લગ્નની જ વાત થઇ રહી છે.જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માંમાં સૌથી મોંઘા કલાકારોમાં ગણના થાય છે. આજે દિલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં યોજાયા હતા. સો.મીડિયામાં હાલમાં દિલીપ જોષીની દીકરીની ગ્રહશાંતિ પૂજા તથા સંગીત સેરેમનીનો વીડિયો વાઇરલ થયો છે.દિલીપ જોષીના ફૅન ક્લબે શૅર કરેલા વીડિયોમાં બ્લૂ કુર્તામાં દિલીપ જોષી છે.

તેમના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી જોવા મળે છે. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ઢોલના તાલે ગરબા રમ્યા હતા અને પૂરા જોશ સાથે ડાન્સ કર્યો હતો. સંગીત નાઇટમાં તેમણે માત્ર ગરબા જ નહોતા રમ્યાં, પરંતુ ભવાઈ સોંગ પણ ગાયું હતું. સંગીત નાઇટ ઉપરાંત અન્ય એક વીડિયો પણ વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિલીપ જોષી પત્ની સાથે ગ્રહશાંતિની પૂજા કરતાં જોવા મળ્યાં હતાં. યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે.

અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં. વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ફિલ્મ-ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને પરિવારે પહેલાં મહાબળેશ્વર, લોનાવલા, કરજત જેવાં સ્થળો પણ લગ્ન માટે જોયાં હતાં.

જોકે અંતે લગ્ન નાશિકની હોટલમાં કરવાનો નિર્ણય થયો હતો. અશોક મિશ્રા (દિલીપ જોષીના વેવાઈ)ના નજીકના સંબંધીઓ નાશિકમાં રહેતા હોવાથી અહીં જ લગ્ન કરવાનું નક્કી થયું હતું. કોરોનાને કારણે લગ્નમાં માત્ર પરિવાર તથા નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. બંને પરિવાર હાલમાં નાશિકમાં જ છે.

11 ડિસેમ્બરે મુંબઈના બાંદ્રા વેસ્ટની ધ તાજ લેન્ડમાં રાત્રે આઠ વાગે ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિસેપ્શનમાં ‘તારક મહેતા…’ના તમામ કલાકારો તથા ક્રૂ-મેમ્બર્સ રિસેપ્શનમાં હાજર રહેવાના છે. જોકે સિરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી રિસેપ્શનમાં આવવાનાં નથી.