તમારું પેટ પણ લાગશે હીરોઈનો જેવું, આ ઘરેલું ઉપાય થી દુર કરી શકો છો પેટ પરની રૂંવાટી……

0
281

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શરીર પર વધારાના વાળ કોઇને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. બગલમાં, ફેસ પર કે પછી શરીરના અન્ય હિસ્સા પર આવતી રૂવાંટીને દૂર કરવ માટે પાર્લરમાં નિયમિત વેક્સ કરાવવુ પડે છે અથવા તો બ્લીચિંગ કરાવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ઘરેલૂ ઉપચાર એવા છે જેનાથી રૂંવાટી દૂર થશે આજે અમે તમને ઉપાય જણાવીશું.ઘણી યુવતીઓને સાડી પહેરવાનો શોખ હોય છે પરંતુ પેટ પરની રુંવાટી શરમમાં મૂકતી હોવાના કારણે આમ કરવાનું ટાળે છે. રુંવાટી માત્ર હાથ-પગ પર જ નહીં પીઠ અને પેટ પર પણ હોય છે. ઘણીવાર હોર્મોન્સના કારણે પણ આમ થતું હોય છે. જો તમે ઈચ્છો તો પાર્લરમાં ગયા વિના ઘરે જ પેટ પરની રુંવાટી દૂર કરી શકો છો. કેટલાક ઘરેલુ ઉપચારો પેટ પરની રુંવાટી દૂર કરવામાં મદદ કરી શકે છે.

ખાંડ, લીંબુ અને મધનું મિશ્રણ:- સામગ્રી- 1 મોટી ચમચી ખાંડ, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ અને વેક્સિંગ સ્ટ્રીપ.રીત- આ રીત તમારી નિયમિત વેક્સિંગ જેવી જ પ્રક્રિયા છે. આ પેસ્ટ બનાવવા માટે આ તમામ સામગ્રીને ધીમી આંચે એક વાટકામાં ગરમ કરવા મૂકો. ચોંટે તેવી જેલ બને ત્યાં સુધી ગરમ થવા દો. આ મિશ્રણને થોડું ઠંડું પડવા દો. પછી આઈસ્ક્રીમ સ્ટીકનો ઉપયોગ કરીને આ મિશ્રણને પેટ પર લગાવો. બાદમાં વેક્સિંગ સ્ટ્રીપથી વિરુદ્ધ દિશામાં ખેંચો. આ પ્રકારે બધા જ વાળ કાઢી લો.

હળદર અને બેસન:- સામગ્રી- 1 મોટી ચમચી બેસન, 1 ચમચી દહીં અને 1 ચમચી હળદરરીત- આ બધી સામગ્રીને ભેગી કરીને ચીકણી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આખા પેટ પર ચોપડો. 20 મિનિટ સુધી સુકાવા દો. બાદમાં ઘસી-ઘસીને કાઢી નાખો. જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી દર આંતરે દિવસે આ પ્રયોગ કરવો.

પપૈયું:- સામગ્રી- કાચા પપૈયાનો 1 મોટો ટુકડો, હળદર 1 ચમચીરીત- સૌથી પહેલા પેટ પરના વાળને ટ્રીમ કરી લો. પપૈયાના ટુકડાને વાટી લો અને તેમાં હળદર મિક્સ કરો. 15 મિનિટ આ પેસ્ટને પેટ પર લગાવીને ગોળાકાર રીતે સ્ક્રબ કરો. ત્યારબાદ ધોઈ લો. સારા પરિણામ માટે નહાતા પહેલા રોજ આ પ્રયોગ કરો.હળદર:- સામગ્રી- 1 ચમચી હળદર, 1 ચમચી દૂધરીત આ બંને સામગ્રીને મિક્સ કરો અને ચીકણી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પેટ પર લગાવો. 15 મિનિટ સુધી સૂકાવા દો. પછી તેના પર સહેજ પાણી લગાવો અને સર્ક્યુલર મોશનમાં ઘસો. આ રીતે પેટ પરની રુંવાટી દૂર કરી શકો છો.

આ ઉપરાંત અન્ય ઘરેલુ ઉપાય ઘણી બધી મહિલાઓના ચહેરા પર વાળનો ગ્રોથ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જો કે વાળનો ગ્રોથ વધારે હોવાને કારણે ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે. ચહેરા પરના વાળને દૂર કરવા માટે છોકરીઓ અનેક જાતની ટ્રિટમેન્ટ કરાવતી હોય છે તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી.કોઇ કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો કારણકે તમને જણાવી દઇએ કે, આ બધી કેમિકલ્સવાળી પ્રોડક્ટસથી સ્કિનને તેમજ હેલ્થને આગળ જતા ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળીને હેરાન-પરેશાન થઇ ગયા છો તો આજે અમે તમારી માટે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે તમારી આ સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

હળદર અને ચણાનો લોટ એક સરખા માપમાં લો, તેમાં થોડા ટીપા સરસિયાનું તેલ અથવા તો દિવેલ ઉમેરો, ત્યાર પથી હલાવીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને શરીરના એવા હિસ્સામાં લગાવો જ્યાં વાળ વધારે હોય. 30 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઇ લો.થોડુ દૂધ અથવા પાણી લઈ તેમાં 1 મોટી ચમચી ચણાનો લોટ અને પા ચમચી હળદર ઉમેરો. પેસ્ટ બનાવો અને વાળના ગ્રોથવાળી જગ્યાએ લગાવીને મસાજ કરો. સૂકાઇ જાય પછી રૂંવાટીની વિરુદ્ઘ દિશામાં ઘસીને કાઢો. એક મોટી ચમચી ભરીને સૂકવેલા ફુદીનાના પાન લો. તેને એક ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી દો, આ પછી વાસણને 10 મિનિટ સુધી ઢાંકી દો. તેણે ગાળીને 2 વખત પીવાથી ઝડપથી પરિણામ મળશે.

તુલસીના પાન અને ડુંગળીના રસને એક સાથ સ્કિન પર લગાવવામાં આવે તો રૂંવાટીથી છૂટકારો અપાવે છે. એક કેળાને 2 ચમચી લોટ સાથે છૂંદીને આ પેસ્ટને વાળ વધુ હોય તે હિસ્સામાં લગાવો. પેસ્ટ લગાવ્યા પછી સર્ક્યુલર મોશનમાં 10 મિનિટ મસાજ કરો. તેને થોડી ત્વચા પર રહેવા દો અને હૂંફાળા પાણીથી ધોઇ નાખો. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવાથી સારું પરિણામ મળે છે.

મેથીનો પાવડર રૂંવાટી દૂર કરવા માટે કારગર ઉપાય છે. મેથીના દાણાને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવો, તેમાં ગુલાબજળ મિક્સ કરી લો. આ પેસ્ટને 2 વખત ચહેરા પર લગાવવાથી રૂંવાટીથી છૂટકારો મળશે. શરીર પર વધારાના વાળ દૂર કરવા આ એક અસરકારક ઉપચાર છે. 2 મોટી ચમચી જવના લોટમાં લીંબુના રસના થોડા ટીપા અને થોડું દૂધ ઉમેરી દો. તેને ચહેરા પર લગાવવીને 15 મિનિટ રહેવા દો અને પછીથી હૂંફાળા પાણીથી ધોઇ નાખો.

ખાંડના પાણી અને લીંબુના ઉપયોગથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે. ખાંડ અને લીંબુનુ આ મિશ્રણ ચહેરા પરની ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. તો સૌ પ્રથમ 2 ચમચી ખાંડના પાણીમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને ચહેરા પર જ્યાં વાળ છે ત્યાં આ મિશ્રણ લગાવી રાખો અને તેને 15થી 20 મિનિટ આ રીતે જ રહેવા દો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઇ લો. ધ્યાન રહે કે આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે.

જો તમારા ચહેરા પર વાળ લાંબા છે તો તમે તેને વેક્સની મદદથી પણ દૂર કરી શકો છો. જો કે ફેસ પર વેક્સ કરતી વખતે એક બાબતનુ ખાસ ધ્યાન એ રાખજો કે વેક્સ વધુ પ્રમાણમાં ગરમ ના થઇ જાય નહિં તો ચહેરા પર ફોલ્લીઓ પડી જશે. જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો ચહેરા પર વેક્સ કરતા પહેલા કોઇ સ્કિન ડોક્ટરની સલાહ જરૂર લેજો પછી જ વેક્સ કરવાનો આગ્રહ રાખજો.પ્યૂમિક સ્ટોન નહાતી વખતે વણજોઈતા વાળ ઉપર ઘસવાથી ધીરે- ધીરે ચહેરા પરના વાળ ઓછા થઇ જાય છે. આ પ્રયોગ કરતી વખતે ખાસ વાતનુ એ ધ્યાન રાખો કે, સ્ટોનને બહુ ભાર આપીને ચહેરા પર ના ઘસતા કારણકે જો તમે ભાર આપીને ચહેરા પર સ્ટોન ઘસો છો તો તેનાથી તમારા ફેસ પર લાલાશ અને ફોલ્લીઓ પડી જશે.