તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ મળશે 10000 રૂપિયા, જાણો કેવી રીતે..

0
113

જો તમારી પાસે બેંક છે અને તેમાં પૈસા નથી. તો પણ તમને 10 હજાર રૂપિયા મળી શકે છે. પરંતુ તેના માટે તમારું જન-ધન એકાઉન્ટ હોવુ જોઈએ. જો તમે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખાતુ ખોલાવ્યું નથી તો અત્યારે તાત્કાલિક ખોલાવી લો.

જન-ધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ પર બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાને 7 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને અત્યાર સુધી તેના 41 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. આ યોજનામાં વીમા સહિત ઘણાં પ્રકારની સુવિધાઓ મળે છે. જેમાંથી એક સુવિધા છે ઓવરડ્રાફ્ટની. આવો આ અંગે જાણીએ. જન-ધન યોજના હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ ના હોવા છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે.

જન ધન યોજના હેઠળ, જો તમારા ખાતામાં બેલેન્સ નથી, તો પણ તમને 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટે, તમારું જન ધન ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ. જો નહીં, તો માત્ર 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે.

આ સુવિધા ઓછા સમયની લોનની જેમ છે. પહેલાં આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી છે. આ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે તમારું જન ધન એકાઉન્ટ ઓછામાં ઓછું 6 મહિના જૂનુ હોવુ જોઈએ. જો આવુ ના થાય તો ફક્ત 2 હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ મળે છે.

2014માં શરૂ થઇ હતી યોજના.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જનધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે 28 ઓગષ્ટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઇ ગઇ. સરકારે 2018માં વધુ સુવિધાઓ અને લાભની સાથે આ યોજનાનો બીજો સંસ્કરણ શરૂ કર્યો.

જન ધન યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું પણ ખોલાવી શકાય છે આ સ્કીમ હેઠળ ખાતું ખોલવા પર, તમને Rupay ATM કાર્ડ, 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર, 30 હજાર રૂપિયાનું જીવન કવર અને જમા રકમ પર વ્યાજ મળે છે આના પર તમને 10 હજારના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે આ ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે આમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી.