તમારા જુના પડેલા નકામાં જીન્સને ફેકી દેવા કરતા તેમાંથી બનાવો આ ઉપયોગી વસ્તુઓ..

0
179

આપણા ઘરમાં તૂટેલી વસ્તુઓ, કચરો તેમજ ફાટેલા કપડા એકત્રિત થાય છે. કેટલાક લોકો તેમને કચરો સમજીને ફેંકી દે છે, જ્યારે કેટલાક તેમને બંડલ બનાવીને ઘરના કોઈ ખૂણામાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આ ફાટેલા જૂના કપડાથી ઘરે કેટલીક ઉપયોગી વસ્તુઓ બનાવી શકો છો. અહીં જાણીએ કેવી રીતે? જો તમારી પાસે ઘણાં જૂના કપડાંના ઢગલા થઈ ગયા છે અને તમને ખબર નથી કે તેમની સાથે શું કરવું છે, તો ચિંતા કરશો નહીં. તમે તે જૂના કપડાંનો ખૂબ ઉપયોગ કરી શકો છો. હા, તમે જે કપડાંને નકામું માનો છો અને પોટલાંમાં બંધ કર્યા પછી તેને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો છો, એ જ જૂના કપડા તમારા માટે ખૂબ ઉપયોગી છે. જો તમારી પાસે જૂની ટી-શર્ટ, કુર્તા, દુપટ્ટા, સાડી જેવા કોઈ કપડાં છે, તો પછી તમે તેમને કુશન કવર, બેડ કવર, બેબી બ્લેન્કેટ અને ડોરમેટ બનાવવા માટે પરિવર્તન કરી શકો છો.આ તમારા જૂના કપડાંને પણ નવો દેખાવ આપશે, તે તમારા માટે પણ ઉપયોગી થશે.આજે અમે તમને જણાવીશું કે તમે તમારા જુના નકામાં જીન્સ માંથી તમેં ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બનાવી શકો છો. આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ બની શકે છે.

તમે તમારા જીન્સ ની મદદ થી એક મસ્ત સ્ટાઈલીસ બેગ બનાવી શકો છો. બજાર માંથી ખોટો ખર્ચ કરવાને બદલે ઘરે જ બનાવો મસ્ત જીન્સ બેગ

તમે નકામાં જીન્સ માંથી મસ્ત પિલો ના કવર પણ બનાવી શકો છો. જીન્સ ને પિલો ની સાઈઝ પ્રમાણે કટ કરી અને ચારે બાજુ સીલાય કરી નાખો. અને મનગમતી ડીઝાઇન ઉપર કરી નાખો. તૈયાર છે મસ્ત પિલો.

તમે તમારા નકામાં પડેલા જીન્સ માંથી બેડ સીટ પણ બનાવી શકો છો. તેના માટે તમારે ઘણા બધા જીન્સ જોઈશે, એકદમ મસ્ત બેડ સીટ બનશે.

તમે જીન્સ માંથી મસ્ત શોર્ટ વન પીસ પણ બનાવી શકો છો. તે ખુબ જ સ્ટાઈલીશ બનશે. અને એકદમ હટકે લાગશે.

આ શિવાય તમે જીન્સ માંથી ચંપલ પણ બનાવી શકો છો. એકદમ યુનિક ચંપલ બનશે.

જીન્સ માંથી તમે મસ્ત સ્કર્ટ પણ બનાવી શકો છો. શોર્ટ અથવા લોંગ બંને બની શકશે જેવી તમારી પસંદ.

આ શિવાય તમે વધેલા જિંન્સ માંથી પેન સ્ટેન્ડ કે પછી આવી કોઈ હોમ ડેકોર ની વસ્તુ બનાવી શકશો.

તમે જીન્સ માંથી મસ્ત કેપ પણ બનાવી શકો છો. જે ખુબ જ મસ્ત લાગશે. એકદમ યુનિક દેખાવ આવશે.

જૂના જીન્સમાંથી થેલો પણ સિવડાવી શકાય છે. આ માટે દરજીને પૂછીને જીન્સ આપવા. આવા થેલા ખૂબ મજબૂત બની શકે. કારણ કે જીન્સનું કાપડ ઝડપથી ફાટે એવું નથી હોતું. આવા થેલાનો ઉપયોગ શાકભાજી લેવા માટે કરી શકાય છે. આ ઉપરાંત કરિયાણું લેવા માટે પણ તે ઉપયોગી સાબિત થઇ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, આને ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય છે.

જીન્સના ખિસ્સા ઊંડા અને બહારથી ફેન્સી હોય છે. એનો ઉપયોગ મોબાઈલના કવર તરીકે કરી શકાય છે. આ ખિસ્સા પર જીન્સનું બટન મૂકવી દોરી નાંખવી સાચવી શકાય છે. કપડું જાડું હોવાથી કવર સહિત મોબાઈલ પડે તો નુકસાન થતું નથી. આ સિવાય નાના કટકાનો ઉપયોગ ટેબલ કે ફેન લૂછવા કરી શકાય છે. આ ઉપરાંત નાના ટેબલ કવર પણ બનાવી શકાય છે.આમ જીન્સ જુના થઇ ગયા બાદ તેને ફેંકી દેવા કરતા તેનો રિયુઝ કરી અને ઉપર જણાવેલ વસ્તુઓ સિવાય પણ અન્ય ચીજવસ્તુઓ બનાવી તેનો રોજીંદો ઉપયોગ કરી શકાય છે.

ઘણી વખત એવું બને છે કે સમાન જીન્સ પહેરતી વખતે, તે નીચેથી પહેરવામાં આવે છે અથવા તે ઘૂંટણની આસપાસ ફાટી જાય છે. આવી સ્થિતિમાં, તમે અને હું તેને બેકર તરીકે ફેંકી દઇએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન ફાટેલી જિન્સ તમારી શૈલીમાં ફ્લેર ઉમેરવાનું કામ કરી શકે છે. હા, તમે જૂની પેન્ટ કાપી અને નવા શોર્ટ્સ બનાવી શકો છો. આ માટે તમારે જે કરવાનું છે તે છે કે તમે તમારા જિન્સની નકામું સપાટીને અલગ કરો અને ઉપલા ભાગને બહાર કાઢો. આ પછી તે તમારા પર નિર્ભર છે કે શું તમે તેને શોર્ટ્સ બનાવવા માંગો છો અથવા જો જીન્સ ફક્ત પગ નીચેથી ફાટેલી છે, તો તમે તેને ક્યુલોટ્સ પણ બનાવી શકો છો.