તમાકુની ની આદત છોડવા પર પણ નથી છૂટતી તો કરી લો આ ઘરેલુ ઉપચાર,મળી જશે આ સમસ્યા માંથી છુટકારો..

0
114

આખી દુનિયામાં કરોડો લોકો ટોબેકો (તમાકુ) નું સેવન કરે છે. દરવર્ષે દેશમાં તમાકુનું સેવન કરનાર લાખો લોકોનું મૃત્યુ પણ થાય છે. આનાથી તમને અલગ અલગ બીમારીઓ પણ થાય છે. આને ઘીમું ઝેર ગણવામાં આવે છે.તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં લાખો સ્ટુડન્ટ અને અન્ય વ્યક્તિઓ (ટેવ છે તે) એક બીજાની સ્ટાઈલ મારવાના ચક્કર માં પણ આનું સેવન કરતા હોય છે. તો વળી કોઈ સેડ્નેસ દુર કરવા.સ્મોક, અફીણ, ગાંજો, ભાંગ, શરાબ, સિગારેટ અને તમાકુ વગેરેનું સેવન એ ભયંકર ભવિષ્ય છે. આનું એક જ પરિણામ છે, જે મૃત્યુ છે. આ બધા કેફીન પદાર્થોના સેવનને રોકવાના અહી ઘરેલું નુસખાઓ દર્શાવવામાં આવ્યા છે.

તમાકુનું સેવન કરવું જે સ્વાથ્ય માટે હાનિકારક હોય છે અને તેમને ખાવાથી ઘણાં પ્રકારની બીમારીઓ થઈ જતી હોય છે. જે લોકો વધુ પડતું તમાકુનું સેવન કરતા હોય છે તેમને મોઢાનું કેન્સર થવાનો ખતરો વધુ રહે છે. તંબાકુ એક નશાની જેમ જ હોય છે જેમને છોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે.જે લોકો તમાકુ નું સેવન કરતા હોય છે તેમને તેમની ખરાબ આદત થઈ જતી હોય છે. જો તમને પણ તમાકુ ખાવાની આદત છે. તો તમે પણ તેમને ખુબ જ સરળતાથી છોડી શકો છો. તમાકુ છોડવા માટે નીચે બતાવેલા થોડા ઉપાયો જરૂરથી કરો. આ ઘરેલુ ઉપાય કરવાથી તમાકુની લત ઘણી જ સરળતાથી છૂટી શકે છે.તમાકુ છોડવી હોય તો સૌપ્રથમ પોતાના ખિસ્સામાં આખું આનું પેકેટ રાખવાનું બંધ કરો અને ચિલ્લર રાખવાન ટાળો. તો તમારા પર્સમાં 100 કે 500 ની નોટ હશે તો 7 રૂપિયાનું તમાકુ ખર્ચતા પહેલા તમને સો વાર વિચાર આવશે.

વરિયાળી અને ખાંડ

તંબાકુ જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે તેમની જગ્યાએ વરિયાળી અને ખાંડ ખાઈ શકો છો. વરિયાળી અને ખાંડ ના પાવડરને એક સાથે ખાવાથી તમાકુની લત ધીમે ધીમે છૂટી જશે. ઘણા લોકોને તંબાકુ તેમજ ગુટખા ચાવવાની આદત હોય છે અને આ આદતને છોડવા માટે તમે વરિયાળી અને ખાંડના પાવડર ની મદદ લઇ શકો છો. વરિયાળી અને ખાંડ ચાવવાથી તમાકુ ખાવાની લત ધીમે-ધીમે ઓછી થઈ જશે.આ ટેવ ને દુર કરવા માટે હરડેમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું નાખીને એક મિશ્રણ બનાવવું. પછી આને બે ત્રણ દિવસ સુધી સૂકાવવા દેવું. ત્યારબાદ આને એક શીશીમાં ભરીને પ્રતિદિન આ મિશ્રણને ચૂસવું. આ રીત તમાકુ છોડવામાં મદદ કરશે.

આમળા

આમળાનો સુકાઈ ગયેલો પાઉડર ખાવાથી તમાકુની આદત ઉપર કાબૂ મેળવી શકાય છે. આમળાની જેમ જ અજમા માં લીંબુનો રસ નાખીને ખાવામાં આવે તો તમાકુની આદત સંપૂર્ણ રીતે છૂટી જાય છે. તમે એક ચમચી અજમાને તવા ઉપર શેકીને અને તેને પીસીને પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ પાવડરમાં લીંબુનો રસ મેળવીને અને તેને જે રીતે ગુટખા અથવા તો તમાકુ ખાવ છો તે રીતે ખાઈ શકો છો.

કેવડા

ઘણા લોકોને તમાકુની ગંધ પસંદ હોય છે અને તેના ગંધના કારણથી તે લોકો તેમનું સેવન કરતા હોય છે. જે લોકોને પણ તંબાકુ ગુટખા સુંઘવાની આદત હોય તો તમે કેવડા, ગુલાબ અથવા તો કોઈ પણ બીજા પ્રકારનું અંતર ને સુંઘવા ની આદત રાખી લો. તેને થોડું થોડું સૂંઘવાથી તમાકુ ખાવાનું મન નહીં થાય અને તેમના ગંધથી તમને પણ નફરત આવી જશે.

ચવિંગમ

તંબાકુ ચાવવાથી આદતથી પરેશાન લોકોએ ચવિંગમ ચાવવું જોઈએ. ચિંગમ ચાવવાથી તમાકુની આદત છોડી શકાય છે એટલા માટે જ્યારે પણ તમારું મન તમાકુ ખાવાનું કરે તો તમે ચિંગંબ ચાવી શકો છો.

તજ

તમાકુ જેવા પદાર્થોની લત છોડાવવા માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પણ તમાકૂની તલબ લાગે ત્યારે તજનો એક ટુકડો ખાવો જોઈએ. થોડીવાર તેને ચુસવું અને થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે તમારી તલબ ઘટવા લાગી છે.

તુલસી

ઘણા લોકોને મોઢામાં કઈ ને કઈ વસ્તુ ચાવવા ની ટેવ હોય છે. આ માટે તમે તુલસીના પાન નો ઉપયોગ કરી શકો છો. નિમિત્તે તુલસીના ત્રણથી ચાર પાંચ સવાર-સાંજ ખાવાથી તમાકુ તથા ધુમ્રપાનની આદતમાંથી છુટકારો મળે છે.100 ગ્રામ અજમા માં 100 ગ્રામ વરીયાળી નાખીને તેમાં 60 ગ્રામ જેટલું કાળું મીઠું નાખી આ ત્રણેય ને પીસી લો. હવે આ મિશ્રણમાં બે લીંબુનો રસ નાખીને મિક્સ કરવું અને આખી રાત સુધી પલાળી રાખો. પછી આ મિશ્રણને ગેસમાં શેકી લેવું અને એક બોટલમાં ભરવું. આનું સેવન રોજ કરવું.

મધ

તમને જણાવી દઇએ કે મધની અંદર મળી આવતું એંજાઈમ અને પ્રોટીન સરળતાથી સ્મોકિંગની આદત છોડાવી શકે છે. જો કે તેના માટે શુદ્ધ મધનો જ પ્રયોગ કરવો. તેના સેવનથી શરીરના ઝેરી તત્વો પણ દૂર થાય છે.

ત્રિફળા

જે વ્યક્તિને તમાકુ ગુટકાની આદત હોય તે લોકોએ ત્રિફળાનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તેના શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થઈ જશે. તેનાથી સ્મોકિંગની આદત દૂર થાય છે. તેના માટે રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાવડરને પાણી સાથએ પી લેવું. આ ઉપાયથી શરીરને અને મનને પણ શાંતિ મળશે.

રાખો આ વસ્તુનું ધ્યાન

જે લોકો તમાકુ નું સેવન છોડે છે તેમને થોડાક સમય સુધી માથાનો દુખાવો, નીંદર ન આવી અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યા માણસને કમજોર બનાવી દે છે અને વ્યક્તિ તેમની આગળ હાર માનીને તમાકુનું સેવન ફરીથી શરૂ કરી દે છે. એટલા માટે જ્યારે પણ તમે તમાકુ છોડો છો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પોતાની ઇચ્છા શક્તિને કમજોર પડવા ન દો અને ભલે ગમે એટલી મુશ્કેલી આવે પણ તમાકુનું સેવન ફરીથી ન કરો.

તમાકુ છોડયા પછી દુખાવો રહેવો, નીંદર ન આવવી, બેચેની થવી આવી સમસ્યા થવા ઉપર યોગા જરૂરથી કરો અને ધ્યાન લગાવો આવું કરવાથી આ સમસ્યાઓથી મુક્તિ મળી શકશે અને તમાકુની લત હંમેશા માટે પૂર્ણ થઇ જશે.

તમાકુ છોડયા પછી તમારું ધ્યાન કોઈ ને કોઈ વસ્તુ ઉપર જરૂરથી લગાવો અને ખુદને વ્યસ્ત રાખવાની કોશિશ કરો. આવું કરવાથી તમાકુનું તરફ ધ્યાન નહીં જાય ને તેમને ખાવાનું મન પણ નહીં થાય.યાદ રાખો કે તમારી ઈચ્છા શક્તિ જેટલી મજબૂત થશે તેટલી જલ્દી તમે તમાકુની આદત છોડી શકશો કેમકે ઇચ્છાશક્તિ ના દમ ઉપર કંઈ પણ કરી શકાય છે.