તાંબાની વીંટી પણ અપાવી શકે છે અનેક લાભ, બદલી શકે છે તમારી કિસ્મત.

0
338

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહની વાત રજૂ કરવામાં આવી છે અને આ તમામ ગ્રહોની અલગ-અલગ ધાતુ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. ગ્રહોના રાજા સૂર્ય છે અને સૂર્યને તાંબાની ધાતુ અર્પણ થાય છે. હિન્દૂ ધર્મમાં સોના, ચાંદી અને તાંબા આ ત્રણેય ધાતુને પવિત્ર માનવામાં આવે છે. તેથી પૂજા-પાઠમાં આ ધાતુઓનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવતો હોય છે. આ સિવાય તેને આ ધાતુની રિંગ બનાવીને પણ લોકો આંગળીમાં પહેરતા હોય છે. અમે તમને આજે તાંબાંની ધાતુની રિંગ વિશેની મહત્વની માહિતી આપવામાં આવી છે. જેનાથી તમને ક્યા-ક્યા લાભ થઇ શકે છે.

તાંબાની વીંટીને સૂર્યની આંગળી એટલે કે રિંગ ફિંગરમાં પહેરવી જોઈએ. તેનાથી કુંડળીમાં સૂર્યના દોષની અસર ઓછી થઇ શકે છે. સૂર્યની સાથે તાંબાની વીંટીથી મંગળની અશુભ અસર પણ દૂર થતી હોય છે. તાંબાની વીંટીના પ્રભાવથી સૂર્યનું બળ વધે છે. જેનાથી સૂર્ય દેવની કૃપા ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે. તાંબાની વીંટી સતત આપણા શરીરના સંપર્કમાં રહે છે અને તેનાથી તાંબાના ઓષધીય ગુનો પણ શરીરને મળે છે. જેનાથી શરીરમાં લોહી પણ સાફ થાય છે.

જેવી રીતે તાંબાના વાસણમાં રાખેલ પાણી આરોગ્ય માટે ફાયદાકારક છે તેવી જ રીતે તાંબાની વીંટી પણ શરીરને ફાયદા આપે છે. તાંબાની વીંટીની અસરથી પેટથી જોડાયેલ બીમારીઓમાં રાહત મળે છે. તાંબું સતત ત્વચાના સંપર્કમાં રહે છે જેનાથી ત્વચાની ચમક વધે છે. આયુર્વેદ અનુસાર તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી આપણી રોગપ્રતિકાર ક્ષમતા વધે છે. આ જ લાભ તાંબાની વીંટી પહેરાવાથી મળે છે

તાંબાનો ઉપયોગ આજથી નહિ પરંતુ આદિકાળથી કરવામાં આવી રહ્યો છે. આ ધાતુને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. આપણા ઋષિ-મુની પ્રાચીન કાળથી જ આ ધાતુનો ઉપયોગ કરતા આવ્યા છે. તાંબુ માત્ર એક ધાતુ નથી. તેનો ઉપયોગથી ઘણા ચિકિત્સકીય, જ્યોતિષીય અને વાસ્તુ લાભ થાય છે. વિવિધ જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જાણીએ તાંબાના ચમત્કારી ગુણ અને લાભ વિષે.

તાંબાનું જ્યોતિષીય મહત્વ.સૌથી પહેલા તાંબાના જ્યોતિષીય મહત્વની વાત કરીએ. જેવી રીતે દરેક ગ્રહ માટે એક ધાતુ નિર્ધારિત છે. એવી રીતે તાંબાને પણ એક ગ્રહનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં દોષ નિવારણ માટે પણ તાંબાનો ઉપયોગ કરવાનું વિધાન જણાવવામાં આવ્યું છે. જ્યોતિષીઓનું માનો તો તાંબાનો ઉપયોગ સૂર્યદોષ નિવારણ માટે કરી શકાય છે. સૂર્યની શાંતિ માટે તાંબાનો ઉપયોગ કરવાની ભલામણ જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવે છે.

જ્યોતિષીઓના કહેવા મુજબ તાંબુ શુદ્ધ ધાતુ છે સાથે જ તેની પ્રકૃતિ શાંત છે. જેથી સૂર્યને શાંત કરવામાં મદદ મળે છે. જો તમારો સૂર્ય નબળો છે કે દોષ યુક્ત છે, તો તાંબાની વીંટી કે કડું પહેરવું જોઈએ. તેનાથી તમારા દોષ દુર થશે. પરંતુ તમારે આ ધાતુ પહેરતા પહેલા તમારી કુંડળીનું આકલન જ્યોતિષીઓ પાસે જરૂર કરાવવું જોઈએ.

તાંબાની વીંટીથી વધે છે માન સન્માન? સૂર્યને પ્રસિદ્ધી અને માન-સન્માનના કારક ગ્રહ માનવામાં આવે છે. તેની સાથે જ જો સૂર્ય પ્રબળ હોય, તો વ્યક્તિના જીવનમાં ઘણી સફળતા મળે છે. તેની સાથે જ કારકિર્દીમાં પણ તેને લાભ થાય છે. લોકો તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે. એટલા માટે તાંબાની વીંટી વિધિસર પહેરવામાં આવે, તો જરૂર તમને તેના લાભ થશે. તમે ઈચ્છા મુજબ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થશો. માન મોભો વધશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમને લાભ થશે.

તમને પિતાનો સહકાર મળશે. કેમ કે સૂર્યને પિતા સમાન માનવામાં આવે છે. તે પિતા સાથે વ્યક્તિના સંબંધો ગાઢ કરવાનું કામ કરે છે. જો તમારો સૂર્ય નબળો છે તો તમને પિતા તરફથી તે સહકાર નહિ મળે, જેની તમે આશા રાખી રહ્યા છો. તેવામાં તમારે તાંબાની વીંટી જ્યોતિષની સલાહ મુજબ પહેરવી જોઈએ.

તાંબાનું સારવારની દ્રષ્ટિએ મહત્વ.તાંબામાં ઔષધીય ગુણ મળી આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તાંબુ ધારણ કરવું તે લોકો માટે લાભદાયક હોય છે, જે વ્યક્તિ લોહીનું દબાણ અને થાઈરોઈડ જેવી બીમારીઓથી પીડિત છે. એવું જ્યોતિષીઓનું પણ માનવું છે.

જ્યોતિષના જણાવ્યા મુજબ તાંબુ ધારણ કરવાથી સૂર્ય સાથે જોડાયેલા રોગોમાંથી વ્યક્તિને રાહત મળે છે. હ્રદય માટે પણ તાંબુ લાભદાયક માનવામાં આવે છે. તેની સાથે જ તે લોહીને શુદ્ધ અને શરીરની ઈમ્યુનિટી સીસ્ટમને મજબુત બનાવે છે. કેમ કે તેમાં એંટીઓક્સીડેંટ તત્વ મળી આવે છે. સાથે જ મનને શાંત રાખવાનું પણ કામ કરે છે. આંખ સાથે સંબંધિત રોગોમાં પણ લાભ મળે છે.

કેવી રીતે ધારણ કરવી તાંબાની વીંટી? આમ તો તાંબાની વીંટી કોઈ પણ રાશિના લોકો રવિવારના દિવસે ધારણ કરી શકે છે. તે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. તે દિવસે સૂર્યને જળ ચડાવીને સૂર્યદેવના બીજ મંત્રના જાપ કરી તમે તેને ધારણ કરી શકો છો. પરંતુ તે સામાન્ય વિધિ છે. તેનાથી બની શકે છે કે, તમને એટલા લાભ ન થાય. એટલા માટે વીંટી ધારણ કરતા પહેલા તમારે જ્યોતિષ માર્ગદર્શન લઈને જ તે ધારણ કરવી જોઈએ. તેનાતી તમને યોગ્ય લાભ મળી શકશે.

આ ઉપરાંત આજે અમે એવી કેટલીક વીંટીઓ વિશે માહિતી લઈને આવ્યા છીએ, તેમને પહેરીને તમે જીવનની બધી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ વીંટીઓ વિશે. વાસ્તુ મુજબ કાચબા સાથે ચાંદી અથવા તાંબાની વીંટી પહેરવાથી જીવનની વાસ્તુ ખામીઓ સમાપ્ત થાય છે.આ વીંટી વ્યક્તિની અંદર આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે અને જીવનમાં સંપત્તિને લગતી સમસ્યાઓ પણ દૂર કરે છે.

વાસ્તુ મુજબ તાંબાની વીંટી પહેરવાથી તમારા સૂર્ય ગ્રહ મજબૂત બને છે. આ વ્યક્તિને સમાજમાં આદર અને સન્માન મળે છે. આ સિવાય, તાંબાના ઘણા ઔષધીય ફાયદા પણ છે, તેને પહેરનાર વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે.તાંબાની વીંટી અને ઝવેરાત પહેરવાનું એ પ્રાચીન ભારતથી ચાલી આવતો એક સિલસિલો છે.

તાંબાને જ્યોતિષમાં સૌથી પવિત્ર અને શુદ્ધ ધાતુ માનવામાં આવે છે. તે સસ્તી ધાતુ છે પરંતુ તેના ફાયદા મૂલ્યવાન છે. તાંબાની રીંગ ધારક પાસે ઘણાં ફાયદા છે, જેમાં વધુ સારું સ્વાસ્થ્ય સામેલ છે. તેમજ મંગળ અને સૂર્ય ગ્રહો ઠંડા રહે છે કારણ કે તાંબુ પણ સૂર્યની ધાતુ તરીકે માનવામાં આવે છે. વિજ્ઞાન એ પણ કહે છે કે તાંબાના વાસણ સૌથી શુદ્ધ છે, કારણ કે તેને બનાવવામાં કોઈ અન્ય ધાતુનો ઉપયોગ થતો નથી.