સ્વાસ્થ માટે ખુબજ ફાયદાકારક છે આ પાંદડા,સેવનથી થાય છે એટલા ફાયદા કે એકવાર જાણી લેશો તો ચોંકી જશો……

0
429

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ આપણે જાણીએ છીએ કે લોકોના વજન વધારે હોય છે, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, પાચન શક્તિ ઓછી હોય છે વગેરે જેવી સમસ્યા હોય છે. આજે અમે તમને એક એવી તમારી માટે લાવ્યા છીએ એક ઘરેલુ ઉપાય તેથી તમારી અનેક સમસ્યા ઓ દૂર થશે તો આવો જાણીએ તે ઔષધિ વિશે.અજમાને ઔષધીય ગુણધર્મોથી ભરપુર ઔષધિ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અજમા આપણા રસોડાના મસાલાઓમાં એક અલગ મહત્વ ધરાવે છે. તે ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. અજમાનું પાણી પણ વજન ઘટાડવાની સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે અજમાના પાંદડા પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ અજમાના ફાયદાઓ વિશે…

જો તમારા મોઢામાં ખરાબ ગંધ આવે છે, તો પછી અજમાના પાનનું સેવન કરો. આ કુદરતી મોં ફ્રેશનરનું કામ કરે છે. તેથી, રોજ અજમાના 2-3 પાંદડા ચાવિને ખાવા જોઈએ. આનાથી મોઢામાં હાજર હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે અને મોઢામાં ખરાબ ગંધ આવતી નથી.તુલસીના પાંદડાની જેમ અજમા પાંદડામાંથી બનાવેલો ઉકાળો પણ શરદી અને ઉધરસને મટાડવામાં મદદ કરી શકે છે. આ માટે, અજમાનાં 10-12 પાંદડાઓ સારી રીતે ધોઈ લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે, તેને ગાળી લો અને તેને થોડું ઠંડુ થવા દો અને તેમાં મધ એક ચમચી મિક્સ કરો. આ તમને શરદી અને ઉધરસમાં રાહત આપશે.

અજમાના પાંદડા પાચક શક્તિને મજબૂત બનાવે છે. જો તમને પેટમાં દુખાવો કે પાચનની સમસ્યા છે, તો દરરોજ અજમાના પાન બરાબર ચાવીને ખાવા જોઈએ. અને પછી પાણી પીવું જોઈએ. આનાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.અજમાના પાનમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટિવાયરલ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અજમાના પાંદડામાં થાઇમોલ તત્વ હોય છે, જે ખતરનાક જંતુઓ અને ચેપને શરીરથી દૂર રાખવામાં મદદ કરે છે. આ માટે, અજમાના કાચા પાંદડા ચાવીને ખાવા જોઈએ. અથવા તેનો ઉકાળો બનાવીને પણ પીઈ શકો છો.

આ ઉપરાંત અજમાના પણ ઘણા ફાયદા છેઅજમાને સારી રીતે પાણીથી ધોઈને સૂકવી લેવો. પછી તેને એક સ્વચ્છ કાચના પાત્રમાં-શીશી કે બરણીમાં ભરી અજમો ડૂબી જાય એ રીતે તેમાં લીંબુનો રસ ભરી દેવો. આ બરણી કે શીશીને તડકામાં ખુલ્લી મૂકી રાખવી. લીંબુનો રસ સુકાઈ જાય એટલે ફરી પાછો લીંબુનો રસ નાખી સૂકવવું. આવી રીતે સાત વખત લીંબુનો રસ નાખી સૂકવવું. છેલ્લી વખતે તેને સારી રીતે સૂકવી બીજી સ્વચ્છ શીશીમાં ભરી રાખો. અડધી ચમચી સવાર-સાંજ બે વખત આ અજમો લેવાથી ઉદર રોગો, મંદ પાચનશક્તિ અને પુરુષત્વ શક્તિ વધારે છે. શુક્રાણુઓની અલ્પ ગતિ, તીર્યક ગતિ કે ગોળ ગોળ ગતિમાં આ ખૂબ જ સહાયક ઔષધ ગણાવાયું છે.

ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગુડગુડાટ હોય, ઓડકારો આવતા હોય તો એક સાધારણ નિયમ બનાવવો. સાફ કરેલ ધોઈને સૂકવેલ અજમો અડધી ચમચી અને અજમાથી અડધો ખાવાનો સોડા જમ્યા પછી સહેજ નવશેકા પાણીથી ફાકી જવો. ભોજન કર્યા પછી પંદરથી વીસ મિનિટ બંને વખત લેવાથી બે-ત્રણ વખત દિવસમાં જ સારું પરિણામ મળશે.

અજમામાં એક પ્રકારનું સુગંધિત ઊડનશીલ તેલ રહેલું હોય છે, જેને અજમાનાં ફૂલ અથવા અંગ્રેજીમાં ‘થાયમોલ’ કહેવામાં આવે છે. આ થાયમોલ અથવા અજમાનાં ફૂલ એક તોલો પીપરમેન્ટ એક તોલો અને દેશી કપૂર બે તોલા આ ત્રણે ચીજો એક મજબૂત ઢાંકણવાળી શીશીમાં ભરી દેવા. થોડો સમય પછી આ ત્રણે વસ્તુ મળીને જળ સ્વરૂપ થઈ જશે. આ એક ઉત્તમ ચીજ (ઔષધ) તૈયાર થઈ ગઈ.

આ શીશીને કબાટમાં મૂકી રાખો. દાંતનો દુખાવો, કાનનો દુખાવો, પેટની ચૂંક વગેરેમાં અચૂક ફાયદો આપે છે. દાંતના દુખાવામાં અને કાનના દુખાવામાં ત્રણ-ચાર ટીપાં નાખવા. પેટના દુખાવામાં એક પતાસા ઉપર પાંચથી સાત ટીપાં નાખીને તે ખાવા આપવું. આ જ રીતે અતિસાર, પેટનો દુખાવો, ઊલટી, જીવ મૂંઝાવો, ખાંસી, માથાનો દુખાવો વગેરેમાં આ રીતે જ ઉપયોગ કરવો.

અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર નાગરવેલના પાનમાં નાખીને તેને ચાવવાથી ખોટી ખાંસી મટે છે. દિવસમાં સવાર-સાંજ બે વખત ઉપયોગ કરવો. નાનાં બાળકોને લીલા-પીળા ઝાડા થતાં હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક એક ચમચી પાણી દિવસમાં ત્રણથી ચાર વખત આપવું જોએ. દવાવાળાને ત્યાં અજમાના પાણીની શીશી મળતી હોય છે. અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગની સંચળ સાથે ગરમ પાણી સાથે આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે.

અજમો, સિંધા લવણ, કાળા મરી આ ત્રણે સરખા વજને ખાંડી બાટલી ભરી લેવી. આ ચૂર્ણથી અડધા વજને ખાવાનો સોડા ઉમેરી બાટલી ભરી રાખો. ભૂખ ન લાગતી હોય, ખાધેલું પચતું ન હોય અને પેટમાં ગડગડાટ હોય તો આ ચૂર્ણ અડધી ચમચી દિવસમાં ત્રણ વખત છાશ સાથે લેવું.દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટી તેનો લેપ કરી પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું આ પ્રયોગથી મટે છે. જૂનો ગોળ અને અજમાનો ક્વાથ-ઉકાળો (પાણીમાં બનાવેલો) દિવસમાં ત્રણ વખત બબ્બે તોલાની માત્રા આપવાથી સ્ત્રીઓનો માસિક અવરોધ દૂર થઈ નિયમિત માસિક આવે છે.

અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. દિવસમાં બે વખત સવાર-સાંજ. અડધી ચમચી અજમો બેથી ત્રણ મૂળાના પાન સાથે ચાવીને ખાઈ જવાથી પથરી ગળી જાય છે.

દારૂની લતના શિકાર લોકોને માટે રોજ બે વાર એક ચાની ચમચી અજમો ફાંકવાથી ફાયદો થઈ શક છે. આના સુગંધિત તત્વો દારૂ માટે લાગતી તલબને દૂર રાખવાનુ કામ કરે છે. કાનમાં દુ:ખાવો થાય ત્યારે અજમાનુ તેલનુ એક ટીપું નાખવાથી આરામ મળે છે.

સૂકી ખાંસીમાં પાન સાથે અન્ય થોડો અજમો લેવાથી ફાયદો થાય છે. વરિયાળી અને અજમો મિક્સ કરીને એક સારા માઉથ ફ્રેશનરનુ કામ કરે છે. આર્થરાઈટિસના દર્દીઓને પગમાં દુ:ખાવો થાય ત્યારે અજમાના તેલની માલિશ કરવાથી રાહત મળે છે.