સ્વાસ્થ્ય માટે વરદાન છે આ ત્રણ વસ્તુ, આ રીતે કરશો સેવન તો નહીં થાય કોઈપણ રોગ….

0
361

નમસ્કાર મિત્રો આજના લેખ માં તમારું સ્વાગત છે આ લેખમાં ગીલોય વિશે વાત કરવામાં આવી છે.જો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું વિચાર્યું છે, તો ગિલોય સૌથી પહેલાં ધ્યાનમાં આવે છે. ગિલોયને ‘અમરતાના મૂળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જ નહીં, ગિલોય શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે! આ ઔષધિનો ઉપયોગ આયુર્વેદિક દવામાં મોટા પ્રમાણમાં થાય છે.

ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે. તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.

ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે. આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.ગિલોય ઘણા ગુણોથી સમૃદ્ધ છે. ગિલોય એન્ટી ઓકિસડન્ટ ની ખાણ છે. જે મુક્ત કણો સામે લડીને તમારા કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગિલોય ઘણા રોગોથી બચાવવા ઢાલની જેમ કાર્ય કરે છે.ઘણા લોકો ગિલોયનો ઉકાળો તરીકે ઉપયોગ કરે છે. પરંતુ તે જરૂરી નથી કે તમે ગિલોયનું સેવન અન્ય રીતે પણ કરી તેના ફાયદા મેળવી શકો.

કોલેસ્ટરોલ ઘટાડવા માટે દહીં અને ગિલોય પાવડર :ગિલોય ઝેર દૂર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. જે લોકોનું યકૃત નબળુ છે તેમને ગિલોય લેવું જોઈએ. ગિલોયમાં પૈન્ક્રીયાજ જેવા રોગો સામે લડવાની ક્ષમતા પણ છે.ગિલોયનું સેવન કરવાથી બી.પી.ને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. બીપીને નિયંત્રિત કરવા માટે ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણની જરૂર છે. આ માટે તમારે તમારા જમ્યા પછી દહીં અને ગિલોય શામિલ કરવા પડશે. તમે તેને દિવસ કે રાત લઈ શકો છો.

દહીંનો બાઉલ લો.ગિલોયના મૂળને કૂટીને તેને સારી રીતે ભળી દો.પછી તેમાં કાળું મીઠું નાખો અને ખાધા પછી આ દહીં ખાઈ લો.સૂતા પહેલાં ગિલોય ટોનિક લો.ગિલોયનું સેવન કરવાથી મન શાંત રહે છે. માનસિક તનાવ ઘટાડવામાં મદદ. ગિલોય અને અન્ય ઔષધિઓને જોડીને ટોનિક બનાવવામાં આવે છે. જેના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે. તે મેમરી વધારવામાં પણ મદદ કરે છે.8 થી 10 ગિલોય પાંદડા લો. હવે ગિલોયના પાનને એક ઝીણી રીતે પીસીને પેસ્ટ બનાવી લો.

2 ચમચી ગુલાબજળ, 2 ચમચી મધ મિક્સ કરો.આ ટોનિકનો એક ચમચી સેવન કરો અને દરરોજ સૂતા પહેલા નવશેકું પાણી પીવો.કબજિયાત અને ગેસ માટે રામબાણ ગિલોય ચટણી :ગિલોયના સેવનથી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે. કબજિયાત, પેટનું ફૂલવું, એસિડિટી અને ગેસ ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોને ગેસ સંબંધિત સમસ્યા હોય છે તેઓએ ગિલોયની ચટણી લેવી જોઈએ. ગિલોય ચટણીનું સેવન ડાયાબિટીસથી પીડિત લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છ

3 થી 5 ટામેટાં લો અને તેને ગ્રાઇન્ડ કરો.ગિલોયના 2 પાંદડા પણ એક સાથે પીસો.હવે કઢાઈમાં હળવા તેલ નાંખો અને તેને ગરમ થવા દો.ત્યારબાદ તેલમાં થોડા કઢી પાન, તજ અને સરસવ નાંખો.હવે તેમાં આ પાઉડરની ચટણી નાખો.હવે થોડું લાલ મરચું પાઉડર અને હળદર પાવડર મિક્સ કરો.પછી તેમાં ગોળ અને મીઠું નાખો!પાણી ઉમેરો અને ઉકળવા દો.ગઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને તમારી ગિલોય ની ચટણી તૈયાર થઈ જાય.આ ત્રણ રીતે ગિલોયને લઈને તમે રોગોથી પોતાને બચાવી શકો છો. તેનું સેવન કરવાથી તમારું આરોગ્ય વધુ સારું બનશે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે:ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી :ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.

પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત.ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.કફ નો પણ ઈલાજ છે ગીલોયકફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.ઉચા લોહીન દબાણ ને કરે નિયંત્રિત –ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

અસ્થમા નો સચોટ ઈલાજ.અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.