સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય,અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું?…

0
604

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.આજના આ કળિયુગમાં દરેક લોકો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે.જેમાં અસ્લિલ વિડિયો તરફ લોકો આકર્ષિત થાય છે.આજની આ યુવતીઓ એવી વિડિયો જોઈને એક પ્રમાણે કાર્ય કરતી હોય છે.

સવાલ:હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.

જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સેક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સેક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સેક્સ પ્રત્યે રુચિ આવશે.

પ્રશ્ન.મારો પતિ કોલકાતામાં રહે છે, જ્યાં તેનો પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ છે. તે મહિલા મારા પતિને પૈસાની મદદ પણ કરે છે. એકવાર મારા પતિ મને તેની સાથે 15-20 દિવસ માટે કોલકાતા લઈ ગયા, પછી મને આ વિશે જાણ થઈ અને મારે તે મહિલા સાથેની લડત પણ થઈ. તે પછી મારા પતિએ મને ઠપકો આપ્યો અને ફૈઝાબાદથી નીકળી ગયા. તે પછી, તેઓ એક વર્ષ અથવા છ મહિનામાં ફક્ત 2-4 દિવસ જ આવે છે અને જાય છે. જ્યારે પણ હું આ વિશે વાત કરું છું તો એવું કહેવામાં આવે છે કે જો તમે ત્યાં આવીને કંઈક કહો તો હું તમને ઝેર આપીશ અને તમને મારી નાખીશ તો શું કરવું જોઈએ.

જો અમારા બે બાળકો છે તેમજ તો અમે તેમને અને ઘરને પૈસા મોકલીએ છીએ અને હું મારા પતિના સંબંધને બીજી કોઈ સ્ત્રી સાથે સહન કરી શકું તેમ નથી. હું કાયદાકીય સમસ્યાઓમાં આવવા માંગતો નથી કારણ કે મારી સહાય કરનાર કોઈ નથી. કૃપા કરીને એકલા તમારી સમસ્યાને કેવી રીતે હલ કરવી તે સમજાવો.

જવાબ.પહેલી વાત એ છે કે તમને મદદ કરવા માટે કોઈ નથી અને બીજું તમે કાનૂની મુદ્દાઓ માં આવવા માંગતા નથી, તો પછી તમે તમારા હક કેવી રીતે મેળવી શકો છો. તમારે હિંમતવાન હોવું જોઈએ, તમારો અધિકાર જાણવો જોઈએ અને પતિને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે તે સાચા માર્ગ પર આવવા જોઈએ, નહીં તો તમારે કાયદાનો આશરો લેવો પડશે.

 

સવાલ: હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું.

જવાબ: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખે છે.

સવાલ: હું ૩૬ વર્ષનો યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય?

જવાબ: તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

સવાલ: મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તો તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલા હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે.

જવાબ: તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોેગ્ય રહેશે.

સવાલ: હું ૨૩ વર્ષનો છું. મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે?

જવાબ: સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકુદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્રઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સેક્લોસોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી. તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે.

સવાલ: હું ૨૪ વર્ષની એમ.એ.પાસ યુવતી છું. શોર્ટહેન્ડ અને ટાઈપમાં પ્રવીણ છું. એક પગે વિકલાંગ છું. મારી બહેન તેના દિયર સાથે મારાં લગ્ન કરવા માટે દબાણ કરે છે. તે એવી ધમકી પણ આપે છે કે બીજી જગ્યાએ પણ કોઈ સારા યુવક સાથે મારાં લગ્ન કરીશ અને તેનાથી વધારે દહેજ અપાશે, તો તે પણ એટલો જ દહેજ લેશે.હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નથી. પહેલાં હું પગભર થવા માગું છું. શું મારો આ નિર્ણય યોગ્ય છે?

જવાબ: તમારો નિર્ણય બિલકુલ યોગ્ય છે. સ્વાવલંબી બન્યા પછી જ લગ્નનો નિર્ણય કરો. તમે કોશિશ કરશો તો તમને નોકરી મળવામાં વધારે મુશ્કેલી નહીં પડે. વિકલાંગો માટે અનામત સીટો હોય છે. એક બીજી વાત, બહેનના દિયર સાથે લગ્ન હરગિજ ન કરશો.યુવતી

સવાલ: મારા પતિની ઉંમર ૩૬ વર્ષ અને મારી ઉંમર ૩૩ વર્ષ છે. અમારા જાતીય જીવનથી અમને સંપૂર્ણ સંતોેષ છે, પરંતુ હું સમાગમ અંગેની કેટલીક ભ્રાંતિઓનું નિવારણ કરવા ઈચ્છું છું. મારા પતિ એમ માને છે કે વધારે સમાગમ કરવાથી પુરુષમાં નબળાઈ આવી જાય છે. તો આ ઉંમરે અમારે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, કે જેથી અમારા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન થાય, તે જણાવશો?

જવાબ: સમાગમ માટેના કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતા તેમ જ તેનો આધાર વ્યક્તિની ઈચ્છા તથા ક્ષમતા પર હોય છે. સમાગમથી પુરુષમાં કે સ્ત્રીમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી.

સવાલ: હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની કિશોરી છું. કોઈપણ દેખાવડા યુવકને જોતાં જ મારું મન તેના પ્રત્યે આકર્ષાય છે અને હું એને પ્રેમ કરવા લાગું છું. મારી આ કુટેવ કેવી રીતે છૂટે, તે સમજાતું નથી.

જવાબ: યુવાવસ્થામાં વિપરીત જાતિ પ્રત્યે યૌનાકર્ષણ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ તમારામાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પર અંકુશ જરૂરી છે. તમે તમારું ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરો. ઘરનું કામકાજ શીખવામાં પણ મને પરોવો. છોકરાઓ તરફ વધારે ધ્યાન આપવું યોગ્ય નિથી. એકલાં ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો.

સવાલ: હું ૨૫ વર્ષની એક વિવાહિતાને પ્રેમ કરું છું, જેને ત્રણ સંતાન પણ છે. મેં એક વર્ષ પહેલાં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હતો, પણ ત્યારે એણે મારી વાત મજાકમાં ઉડાવી દીધી હતી. અત્યારે મારી હાલત એવી છે કે એની સાથે વાત કર્યા વિના મને ચેન પડતું નથી. હું એની સાથે લગ્ન કરવા માગું છું. યોગ્ય માર્ગદર્શન આપશો?

જવાબ: તમે આ તમારી કહેવાતી પ્રેમિકાનો વિચાર જ મનમાંથી કાઢી નાખો. એ પરિણીતા છે અને એનું જીવન સારી રીતે વ્યતીત થઈ રહ્યું છે. તમારી નાની સરખી ભૂલ માત્ર તમારા જીવનને જ નહીં, એના દામ્પત્યજીવનને પણ બરબાદ કરી નાખશે, એ વાતનો કદાચ તમને ખ્યાલ નથી લાગતો. વળી, એ પરિણીતા હોવાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નિરર્થક છે.