શુ સ્ત્રીઓ વિસેની આ વાતો સાચી છે કે ખોટી??,એક માહિલા વિશે ની આ વાતો જાણીને તમે પણ ચોંકી જશો..

0
229

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મહાભારતમાં સ્ત્રીઓ વિશે ઘણી વિશેષ બાબતો વર્ણવવામાં આવી છે મૃત્યુ પલંગ પર ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આ વાતો કહી તેમાંથી ઘણા આજના સમયમાં સુસંગત છે ભીષ્મ પિતામહ અનુસાર જે ઘરમાં મહિલાઓનો અનાદર થાય છે ત્યાં તે ઘરના બધા કામ નિષ્ફળ જાય છે જે ઘરમાં પુત્રવધૂ અને પુત્રીઓ દુ:ખને લીધે દુ:ખ કરે છે ત્યાં તે પરિવારનો વિનાશ નિશ્ચિત છ

જો કોઈ સ્ત્રી ગુસ્સે કરેલી સ્ત્રીને શાપ આપે છે તો કોઈ પણ પરિવારના વિનાશથી બચાવી શકશે નહીં જો સ્ત્રીઓની ઇચ્છા પૂર્ણ ન થાય તો તે સ્ત્રી પુરુષોને પ્રસન્ન કરી શકતી નથી તેથી સ્ત્રીઓને મનોરંજન અને પ્રેમ કરવો જોઈએ.જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓ જાતે વસે છે મહિલાઓ ઘરની લક્ષ્મી છે, પુરુષોએ સ્ત્રીઓનું સ્વાગત કરવું જોઈએ.

મિત્રો હવે આપણે જાણીશું કે ચાણક્ય શુ કહે છે મહિલા ઓ વિશે.અર્થશાસ્ત્ર અને રાજનીતિના મહાન જ્ઞાની ચાણક્યના સિદ્ધાંતોનો આજે પણ આ આધુનિક યુગમાં સ્વીકાર કરવામાં આવે છે. તેની વિચાર શ્રેણી આજે પણ લોકો દ્વારા સમ્માન આપવામાં આવે છે. પરંતુ મિત્રો ચાણક્યએ મહિલાઓને સંબંધિત અનેક વિષયો પણ તેમણે પોતાના ઘણા બધા મંતવ્યો જણાવ્યા છે. જેના કારણે આજે અમુક લોકો તેને વિવાદિત માને છે તો અમુક લોકો તેને સાચું પણ માને છે. પરંતુ મોટાભાગની શિક્ષિત મહિલાઓ આ વાતને વિવાદિત માને છે. તો મિત્રો ચાલો જાણીએ કે મહિલાઓ વિશે ચાણક્યનું શું કહેવું છે.

ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે પુરુષે ક્યારેય પણ નદી, શાહી પરિવાર, શિંગડાં વાળા પ્રાણી, ઓછા હથિયાર ધરવતા વ્યક્તિ અને મહિલાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કેમ કે આ બધી વસ્તુઓ તમને ગમે ત્યારે દગો આપી શકે છે. પરંતુ મિત્રો આવું અમુક સ્ત્રીઓની બાબતમાં જ સાચું પડે છે. બધી જ સ્ત્રીઓ આ શ્રેણીમાં નથી આવતી. પરંતુ એક કરતા વધારે સ્ત્રીઓ પર ભરોસો કરવો તે વ્યક્તિના લગ્નજીવન માટે નુકશાનકારક છે. કારણ કે ચાણક્યના જ સમયમાં ચંદ્રગુપ્તે એકથી વધારે લગ્ન કર્યા હતા. તેમાં ચંદ્રગુપ્તની એક પણ પત્નીએ દગો આપ્યો ન હતો. પરંતુ ચંદ્રગુપ્ત દ્વારા મહિલાઓને દગો કરવામાં આવ્યો હતો.

ચાણક્યનું કહેવું છે કે મહિલાઓ ક્યારેય સ્થિર નથી રહી શકતી.ચાણક્યનું કહેવું છે કે મહિલાનું મગજ ઝડપથી બદલાય જતું હોય છે તેથી તેના પર વિશ્વાસ ન કરી શકાય.પરંતુ મિત્રો પુરુષો પણ આજ કાલ વિશ્વાસ નથી કરી શકાતો કારણ કે તેમનું મન પણ સ્થિર નથી રહેતું અને તેઓના મગજ પણ બદલાતા હોય છે.

ચાણક્યના અનુસાર મુર્ખામી કરવી, છળ કપટનો સહારો લેવો, ખોટું બોલવું, ચાલાકી દેખાડવી, ક્રૂર રહેવું વગેરે અમુક મહિલાઓના વ્યક્તિત્વના પ્રાકૃતિક દોષો હોય છે. આવી મહિલાઓ જીવનને પતન તરફ લઇ જાય છે. માટે જે સ્ત્રીઓમાં ખોટું બોલવાના લક્ષણ અને છળ કપટ કરવાના લક્ષણ હોય તેના પર ક્યારેય પણ ભરોસો ન મુકવો જોઈએ. આ લક્ષણો બધી જ મહિલાઓ નથી હોતા. પરંતુ તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં પુરુષ રાજાઓ ખુબ ક્રૂર, મુર્ખામી, ચાલાકી, ચારીત્ર્યહીનતા વાળા હતા. જે સ્ત્રીઓને પોતાનાથી નિમ્ન ગણતા હતા. જેના કારણે તેમણે ખુબ જ દુઃખોનો સામનો કરવો પડ્યો હતો.

ત્યાર બાદ ચાણક્યનું કહેવું છે કે શાહી પારીવાર, અણસમજુ વ્યક્તિ, સાપ, આગ અને મહિલાઓથી હંમેશા બચીને રહેવું જોઈએ. કારણ કે તે ગમે ત્યારે ઘાતક સાબિત થઇ શકે છે. પરંતુ મિત્રો આ વાત દરેક મહિલાઓને લાગુ નથી. પડતી કારણ કે સારી પ્રકૃતિવાળી અને સંસ્કારી મહિલાઓ ક્યારેય ઘાતક સાબિત નથી થતી.

ચાણક્ય અનુસાર જો નમ્રતા શીખવી હોય તો રાજકુમારો પાસેથી શીખવી જોઈએ. તેમજ ખોટું બોલવું જુગારીઓ પાસેથી અને દગો આપવો મહિલાઓ પાસેથી શીખવો જોઈએ. પરંતુ મિત્રો મહિલાઓ પાસે એક નરમ દિલ હોય છે અને તે પોતાના બાળકોને સારી આદતો અને નીતિઓ વિશે શીખવતી હોય છે. એક સ્ત્રી જ્યારે માતા બને ત્યાર બાદ તે ખુબ જ કોમળ બની જતી હોય છે. જે બાળકનું પહેલું શિક્ષણ આપે છે.

ચાણક્ય ના કહેવા પ્રમાણે મહિલાઓમાં પુરુષોની તુલનામાં અમુક ગુણ વધારે હોય છે. પુરુષ કરતા ચાર ગણી શરમ, પુરુષ કરતા છ ગણું સાહસ, બે ગણી ભૂખ અને આઠ ગણી વાસના વધારે હોય છે. સ્ત્રીઓમાં કામુકતા વધારે પ્રમાણમાં હોય છે એવું ચાણક્યનું માનવું છે. જેમાં અમુક સમયે પુરુષો ઓછા સક્રિય હોય છે. પરંતુ સ્ત્રીઓ વધારે સક્રિય હોય છે.

જે મહિલાઓ પોતાના પતિની વિરુદ્ધમાં જઈને જો કોઈ પણ વ્રત કે પૂજા કરે તો તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે. એટલું જ નહિ, પરંતુ આવું કરીને તે પોતાના હાથે જ પોતાના નરકનો દરવાજો ખોલે છે અને પતિના પતનનો રસ્તો તૈયાર કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વ્રત તો માત્ર ભારતીય સંસ્કૃતિ છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે પતિને પરમેશ્વર માનવામાં આવે છે. જેના પગલે એક આદર્શ પતિવ્રતા પત્નીએ ક્યારેય તેના પતિ વિરુદ્ધ જઈ કોઈ પૂજા કે વ્રત ન કરવું જોઈએ. કેમ કે પતિના સુખમાં બંનેનું જીવન ટકી રહેલું હોય છે.

આ ઉપરાંત ચાણક્ય જણાવે છે દરેક વ્યક્તિએ પોતાના સારા સમય માટે ધન અને સ્ત્રીનો બચાવ કરીને રાખવા જોઈએ. અને ખરાબ સમયે સૌથી પહેલા તેનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે ખરાબ સમયે એક માતા, પત્ની કે બહેન જ તમારી સાથે ઉભી રહે છે અને તમને આશ્વાસન આપતી હોય છે. માટે પર સ્ત્રીનો ક્યારેય સાથ ન કરવો જોઈએ અને ઘરની સ્ત્રીઓનો ક્યારેય સાથ ન છોડવો જોઈએ.