સ્ત્રીમાં ભલભલાનું મન મોહી લેવાની તાકાત હોય છે, જો માન્યામાં ના આવે તો વાંચો ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની વાત

0
786

તો મિત્રો આજે આપણે વાત કરીશું ભારતના મહાનતમ ૠષિ વિશ્વામિત્ર વિશે, આમ તો આપ સહુ જાણો જ છો કે ૠષિ વિશ્વામિત્ર એ કેટલા મહાન ૠષિ હતા,અને એ ૠષિ વિશ્વામિત્ર જ હતા જે ભગવાન રામ ને સીતા ના સ્વયંવર માં લઇ ને ગયા હતા,એમના સમયમાં એક બીજા પણ મહાન ૠષિ હતા જેમનું નામ હતું ૠષિ વશિષ્ઠ,બંને ૠષિઓ વચ્ચે હંમેશા પ્રતિસ્પર્ધા ચાલતી હતી,આ ઉપરાંત વિશ્વામિત્ર ના જીવન માં અપ્સરા મેનકા તથા ત્રિશંકુ ના પ્રસંગો પણ અદભુત છે,વિશ્વામિત્ર એ રાજા ગાંધિ ના પુત્ર હતા.

ૠષિ થયા પહેલા વિશ્વામિત્ર એ રાજા હતા અને ૠષિ વશિષ્ઠ પાસેથી કામધેનુ ગાયનું અપહરણ કરવા માટે તેમને વશિષ્ઠ જોડે યુદ્ધ કર્યું પરંતુ તેઓ આ યુદ્ધ હારિ ગયા.આ હાર ને કારણે તેમણે ગુસ્સે ભરાઈને ઘોર તપ કરવાનું નક્કી કર્યું,અને તેમના આ તપની શક્તિ વડે જ ત્રિશંકુ ને જીવતા જ સ્વર્ગમાં મોકલ્યા,આ તેમના તપ ની તાકાત હતી,અને તેના લીધે જ તે રાજર્ષિ માંથી બ્રહ્મર્ષિ થયા,આ સિવાય પણ તેમના ગાન બધા કિસ્સાઓ છે,અને એમાંય વિશ્વામિત્ર નું તપ અને અપ્સરા મેનકા દ્વારા તેનો ભંગ એતો વિશ્વપ્રસિદ્ધ છે.તો આજે આપણે આ વિશે જાણીયે.

આમ તો આજનું હરિદ્વાર માં શાંતિકુંજ આવેલું છે ત્યાં જ ૠષિએ ઘોર તપ કરીને દેવરાજ ઇન્દ્ર પર ગુસ્સે ભરાઈને એક બીજા જ સ્વર્ગલોકની સ્થાપના કાંકરી દીધી હતી,વિશ્વામિત્ર એજ અનેક વિદ્યાઓ અને ગાયત્રી મંત્રની રચના કરી જે આજે પણ આપણા હૃદય અને જીભ પર છે,રામ અને લક્ષ્મણ ના ગુરૂ વિશ્વામિત્રનો આશ્રમ બક્સર માં ગંગા અને સરયૂ નદી ના કિનારે આવેલો હતો,જેને “સિદ્ધાશ્રમ ” પણ કહેવામાં આવે છે.

મેનકા દ્વારા તાપનો ભંગ-મેનકા એ દેવલોકમાં રહેનારી અતિ સુંદર અને બધી કલાઓમાં પારંગત અને દિવ્ય અપ્સરા હતી,તેનું રૂપ જ એટલું સુંદર હતું કે ભલભલા અંજાઈ જાય,વેદો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે,દેવલોકમાં આમ તો અપ્સરાઓ,યક્ષણીઓ તથા ઈન્દ્રાણી જેવી અનેક સ્ત્રીઓ હતી,એમાય અપ્સરાઓ બધાથી સુંદર અને જાદુઈ શક્તિઓ ધરાવતી હતી,મેનકા તેમમાં સર્વશ્રેષ્ઠ હતી,જ્યારે ૠષિ વિશ્વામિત્ર એ તપ વડે નવા સ્વર્ગનું નિર્માણ કર્યું જેથી દેવરાજ ઇન્દ્ર ગભરાઈ ગયા અને તેમની સાધના ભંગ કરવા માટે મેનકા ને મોકલી.

મેનકા એ ૠષિ નું તપ ભંગ કરવા માટે ખુબ પ્રયાસ કર્યા પછી અંતે તે પોતાના રૂપ અને સુંદરતાથી ૠષિ નું તપ તોડવામાં સફળ બની,અને વિશ્વામિત્ર પણ બધું ભૂલી ને મેનકા ના પ્રેમમાં ડૂબી ગયા,અને તેમને મેનકા સાથે સમાગમ કર્યો,વિશ્વામિત્રનું તપ તૂટવા છતાં મેનકા દેવલોકના ગઈ કારણ કે તેમ કરવાથી ૠષિ ફરી તપ કરવા લાગી જાય,આથી મેનકા એ વિશ્વામિત્ર સાથે વિવાહ કર્યો અને તેના દ્વારા તેમને એક સુંદર બાળકી પેદા થઇ જેનું નામ શકુંતલા રાખવામાં આવ્યું.

આખરે શા માટે મેનકા વિશ્વામિત્રને છોડીને ચાલી ગઈ-કેટલાક વર્ષો સાથેરહયા બાદ રહયા પછી મેનકાના હૃદયમાં પ્રેમની સાથે સાથે એક ડર પણ ઘર કરી રહ્યો હતો અને એ ઇંદ્રલોકનો હતો,એ જાણતી હતી કે તેની અનુપસ્થિતિમાં રંભા અને ઉર્વશી સ્વર્ગલોકમાં આનંદ ઉઠાવી રહી હશે,અને એમાંય મેનકાનો ધરતી પર રહેવાનો સમય હવે સમાપ્ત થવાના આરે હતો આથી તે ૠષિ વિશ્વામિત્ર અને પોતાની નાની દીકરીને છોડીને સ્વર્ગલોક ચાલી ગઈ.

મેનકા ના ચાલી ગયા બાદ શકુન્તલાનું પાલનપોષણ અને શિક્ષા ૠષિ કણ્વ એ કરી,એટલે એ તેના પાલકપિતા હતા ,અને આગળ જઈને શકુંતલાએ મહાન રાજા દુષ્યંત જોડે વિવાહ કર્યા,અને તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ જે ભરત ના નામે જાણીતા થયા અને ભરતની ગણના ભારતના મહાનતમ રાજાઓમાં થાય છે,અને તેમના નામ પરથી જ ભારત દેશ નું નામ પડ્યું.

કેટલી છે અપ્સરાઓ-શાસ્ત્રોની અનુસાર આમ તો ઇન્દ્રના દરબારમાં આમ તો ગણી અપ્સરાઓ છે, જેમના નામ અંબિકા,અલમવૃષા ,અનવદ્યા, અનુચના, અરુણા, અસીતા, બુદબુદા, ચંદ્રજયોત સના,દેવી,ધૃતાચી,ગુણમુખયા,ગુનુવારા,મનોરમા,રક્ષિતા,સોમી,સુગંધા,સુપ્રિયા,સુરાજા વગેરે..