સાઉથ ફિલ્મોના આ પ્રખ્યાત કલાકરો રીઅલ માં છે એકબીજા ના ભાઈ બહેન,જાણો કોણ કોણ છે આ લિસ્ટ માં…..

0
245

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને રસપ્રદ માહિતી જણાવા જઈ રહ્યા છે,આ માહિતી સાઉથ ના સુપર સ્ટાર અને તેમના ભાઈ વિશે છે,આમ આ સ્ટાર એ ઘણી હિટ ફિલ્મો આપી છે અને અમુક ફિલ્મોએ તો ઘણી કમાણી કરી છે તો ચાલો જાણીએ.બોલીવુડમાં તો આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા કલાકારો એક બીજાના ભાઈઓ અને બહેનો છે.

સાઉથના ઘણા કલાકારો આપણને ગમે છે પણ તેમના અંગત જીવન વિશે આપણને ખબર નથી હોતી, સાઉથના પ્રખ્યાત અભિનેતા અને અભિનેત્રીઓ પણ એકબીજાના ભાઈ બહેન છે. આજે આપણે એવી જ 6 જોડીઓ ની વાત કરીશું કે તેઓ અસલ જીવનમાં પણ તમનો ભાઈ બહેનનો સંબંધ છે.

કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલ,કાજલ અગ્રવાલ એ દક્ષિણ ભારતીય ફિલ્મોનું ખૂબ જાણીતું અને પ્રખ્યાત નામ છે. કાજલ અગ્રવાલે સાઉથની ફિલ્મોની સાથે સાથે બોલિવૂડની સિંઘમ માં પણ કામ કર્યું છે. કાજલ અગ્રવાલે બોલીવુડની ફિલ્મ સિંઘમ દ્વારા બોલિવૂડમાં પહેલું પગલું ભર્યું હતું. આ ઉપરાંત કાજલ અગ્રવાલ સ્પેશિયલ 26 અને દો લબઝો કી કહાની માં પણ જોવા મળી છે. કાજલ અગ્રવાલે ભલે બોલીવુડમાં પોતાનું સ્થાન ન બનાવ્યું હોય, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કાજલ અગ્રવાલનું નામ ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે.

બોલીવુડમાં પણ જેને પગ મૂકી દીધો છે એવી અભિનેત્રી કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલ પણ ફિલ્મો સાથે જ સંકળાયેલી છે પણ તે કાજલની જેમ સફળ અભિનેત્રી નથી બની શકી કાજલે આજે બોલીવુડમાં પણ સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરીને એક આગવું નામ બનાવી લીધું છે.કાજલ અગ્રવાલની નાની બહેનનું નામ નિશા અગ્રવાલ છે. નિશા અગ્રવાલ પણ કાજલ જેવી અભિનેત્રી છે. નિશા એ કાજલ અગ્રવાલ કરતા 4 વર્ષ નાની છે.

2010 માં, નિશા અગ્રવાલે તેલુગુ ફિલ્મ યમંડી વેલા થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. નિશાએ તમિલ ફિલ્મોની સાથે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નિશા અગ્રવાલે તેની ફિટનેસ અને તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં અભિનય દ્વારા દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. નિશા અગ્રવાલની તમામ ફિલ્મો હિટ રહી છે, પરંતુ તેણે ફિલ્મોમાં કામ કરતા કરતા જ લગ્ન કર્યા હતા. 2013 માં નિશા અગ્રવાલે એક વેપારી સાથે લગ્ન કર્યા હતા. નિશાના પતિ ઘણા મોટા ઉદ્યોગપતિ છે.

લગ્ન બાદ નિશાએ એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. નિશા છેલ્લે મલયાલમ ફિલ્મ કઝિન્સમાં જોવા મળી હતી. નિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડા દિવસો પહેલા નિશા અગ્રવાલની બિકીનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નિશાના પતિનું નામ કરન વચેલા છે. નિશા 5 વર્ષ પહેલા એક સામાન્ય મિત્ર દ્વારા કરણ સાથે મળી હતી.

નિશા અગ્રવાલની ઓરંગાબાદથી હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. હૈદરાબાદ આવતા પહેલા નિશાએ તાજ ગ્રૂપ ઓફ હોટેલ્સમાં ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરી છે. તે જ સમયે, તેના પતિ કરને મેનેજમેન્ટ માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. નિશાના પતિ કરને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ફર્મ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજકાલ તે તેની ફેમિલી બિઝનેસ કંપની વલેચા એન્જિનિયરિંગ લિમિટેડ અને ફિટનેસ ચેઇન ગોલ્ડ જિમ સંભાળી રહ્યાછે.

શ્રુતિ હસન અને અક્ષરા હસન,શ્રુતિ હસન બોલીવૂડ ની જાણીતી અભિનેત્રી છે. શ્રુતિ હસન એ હિન્દી ની સાથે દક્ષીણ ની ફિલ્મો માં પણ કામ કર્યું છે. તેઓએ પોતાના ફિલ્મી કરિયર માં એક થી એક ચડિયાતી ફિલ્મો કરી છે. શ્રુતિ હસન એ કમળ હસન ની પુત્રી છે. કમલ પણ તેમના જમાના ના સુપર સ્ટાર રહી ચુક્યા છે.અભિનેતા કમલ હસન સાઉથની ફિલ્મોનું એક મોટું નામ છે તેમને બોલીવુડમાં પણ ઘણી બધી ફિલ્મો કરી છે તેમની બે દીકરીઓ છે શ્રુતિ હસન અને અક્ષરા હસન જેમાંથી શ્રુતિ હસન સાઉથની ફિલ્મમો સાથે હવે બોલીવુડની પણ ફિલ્મો કરે છે જયારે તેની બહેને પણ અમિતાભ બચ્ચન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

શ્રુતિ હસન ની નાની બહેન અક્ષરા હસન એકદમ તેની માં જેવી જ દેખાય છે. આજે અમે તમને અક્ષર ની કેટલીક એવી તસ્વીરો દેખાડવાના છીએ કે જેમાં તે એકદમ તેની માં સારિકા જેવી જ દેખાય છે.અક્ષર નો જન્મ મદ્રાસ માં થયો હતો. લોકો તેને પ્રેમ થી અક્ષુ કહી ને પણ બોલાવે છે. અક્ષરા હસન એ ફિલ્મ શ્મીતાભ થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ ને લીધે જ અક્ષર ની ખુબ જ ચર્ચા થઇ હતી. જોકે તે સમય અક્ષરા રતિ અગ્નિહોત્રી ના પુત્ર તનુજ ની સાથે પોતાની મિત્રતા ને લઈને ચર્ચા માં હતી.

સૂર્યા અને કાર્તિ,સૂર્ય અને કાર્તિ બંને ભાઈઓ છે. સૂર્યા ની ગણતરી દક્ષિણના સુપરસ્ટારમાં થાય છે. જોકે, તેનો ભાઈ વધારે સફળતા મેળવી શક્યો નહીં. સૂર્યાએ ફિલ્મ નેરુક્કુ નેર 1997 અને નંદા 2001, ઉન્નાઈ નિનાથુ 2002, મૌનમ પેસિધિ 2002,કાકા કાકા2003, ગજિની 2004. કાર્તિકે પરુતિવીરન 2007,આયિરથિલે ઓરુવન 2010, સિરુથાઇ 2011, એલેક્સ પાંડિયન 2013 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.સૂર્યા અને કાર્તિ બંને ભાઈઓ છે સૂર્યાની ગણતરી આજે સાઉથના સુપર સ્ટારમાં થવા લાગી છે જયારે તેનો ભાઈ કાર્તિ જોઈએ તેટલી સફળતા મેળવી શક્યો નથી.

ચિરંજીવી અને પવન કલ્યાણ,ચિરંજીવી સાઉથ ફિલ્મ આઇડેસ્ટ્રીના મેગાસ્ટાર છે. ચાહકોને તેની ફિલ્મોમાં તેના એક્શન અને તેની એક્ટિંગ ના સિક્વન્સ ખૂબ પસંદ કરે છે. તેનો ભાઈ પવન કલ્યાણ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે.અભિનેતા ચિરંજવી સાઉથની ફિલ્મમોનો સુપર સ્ટાર છે તો પવન પણ સાઉથમાં ખુબ જ મોટું નામ છે અને તે બંને પણ સગા ભાઈઓ છે.પવન કલ્યાણે અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા છે.

તેણે 1997માં પહેલા લગ્ન નંદિની સાથે કર્યા હતાં પરંતુ લગ્નના થોડા સમયમાં જ પવન તે સમયની ઉભરતી મોડલ રેણુ દેસાઈ સાથે રહેવા ચાલ્યો ગયો હતો અને 2001માં બંન્નેના લગ્ન જીવનનો અંત આવી ગયો હતો. ત્યાર બાદ પવન અને રેણુએ 2009માં લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન તેઓ અકિરા નામના દીકરા અને આધ્યા નામની દીકરીના પેરેન્ટ્સ બન્યા. અલબત્ત, આ લગ્નજીવન પણ લાંબું ટક્યું નહીં. 2011માં બન્નેના લગ્ન જીવનમાં કડવાશ આવી ગઈ અને 2012માં ડિવોર્સ પણ લઈ લીધા હતા.

ત્યાર બાદ તેનું નામ તેની ફિલ્મ તીન માર 2011 ની કો-એક્ટ્રેસ અને રશિયન મોડલ અન્ના લેઝ્ઝનેવા સાથે જોડવામાં આવ્યું. વર્ષ 2013માં પવનની નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે અન્ના સાથે લગ્ન કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, અન્નાને પહેલા બોયફ્રેન્ડ દ્વારા એક દીકરી થઈ હતી, અને હાલ પવન તેને પોતાની જ દીકરી માનીને સાથે રાખે છે. મે મહિનામાં એવી ચર્ચા હતી કે અન્ના પ્રેગ્નન્ટ છે પરંતુ પવન કલ્યાણે ક્યારેય આ વાતને સ્વીકારી કે નકારી નહોતી.

પૃથ્વીરાજ સુકુમારન અને ઈંદ્રજિત સુકુમારન,પૃથ્વીરાજ અને ઈંદ્રજિત બંને ભાઈઓ છે અને સાઉથની ઘણી બધી ફિલ્મોમાં આ બંનેએ કામ કર્યું છે અત્યારે હાલ ના સમયમાં ઇંદ્રજીતની ગણતરી સાઉથના મોટા અભિનેતાઓમાં કરવામાં આવે છે.દક્ષિણના સુપરસ્ટાર પૃથ્વીરાજનો મોટો ભાઈ ઇન્દ્રજીત સુકુમારાન પણ દક્ષિણના હિટ સ્ટાર્સમાં ગણાય છે. પૃથ્વીરાજે કાના કાંદેન 2005, મોજહિ 2007, વેલ્લિથેરાઇ 2008, નિનૈથલે ઇનાનિકમ 2009 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, પૃથ્વીએ બોલિવૂડની ફિલ્મ્સ આયા 2012, ઔરંગઝેબ 2013, નામ શબાના 2017 માં કામ કર્યું છે.

નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેની,ચૈતન્ય એક્ટર અક્કિનેની નાગાર્જુન અને નિર્માતા ડી. રામાનાઇડુ અને નિર્માતા ડી. સુરેશ બાબુની નાની બહેન પુત્રી લક્ષ્મી ડગ્ગુબતીનો પુત્ર છે.તેમના મામા વેંકટેશ અને પહેલા પિતરાઇ ભાઇ રાણા દગ્ગુબતી, સુમંત અને સુશાંત પણ અભિનેતા છે.બાળપણમાં જ ચૈતન્યના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા.બાદમાં તેના માતાપિતા બંનેએ ફરીથી લગ્ન કર્યા.

જ્યારે નાગાર્જુને પૂર્વ અભિનેત્રી અમલા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જ્યારે લક્ષ્મીએ સુંદરમ મોટર્સના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ શરથ વિજયરાઘવન સાથે લગ્ન કર્યા હતા.ચૈતન્યનો એક પૈતૃક ભાઈ છે, અભિનેતા અખિલ અક્કીનેની.નાગા ચૈતન્ય અને અખિલ બંને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા છે પરંતુ બંને સાવકા ભાઈ છે અને બંને સાઉથની ફિલ્મોમાં કામ કરે છે.ચૈતન્ય ચેન્નાઇમાં ઉછર્યો હતો, જ્યાં તેનો ઉછેર સવા 18 વર્ષ થયો હતો.

તેઓનું શિક્ષણ પદ્મ શેષાદ્રી બાલા ભવન, ચેન્નઈ અને એ.એમ.એમ. સ્કૂલ, ચેન્નાઇમાં થયું હતું.ત્યારબાદ તેણે સેન્ટ મેરી કોલેજ, હૈદરાબાદથી સ્નાતક પૂર્ણ કર્યું. તેમણે નાગાર્જુનને તેમની બીજી વર્ષની કોલેજ દરમિયાન તેમનો વ્યવસાય તરીકેની અભિનય કરવાની તૈયારી બતાવી.તેણે મુંબઈમાં ત્રણ મહિનાના અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો.તેણે અભિનયની શરૂઆત કરતાં પહેલા એક વર્ષ અવાજ અને સંવાદ કોચિંગ સિવાય લોસ એન્જલસમાં અભિનય અને માર્શલ આર્ટ્સ વિશે વધુ તાલીમ મેળવી.