મળો સોરઠની સિંહણ ધરાને.., આ મહિલાની જિંદગી ની કહાની સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે.., ભગવાન આવું કોઈ સાથે ન કરે..

મળો સોરઠની સિંહણ ધરાને.., આ મહિલાની જિંદગી ની કહાની સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે.., ભગવાન આવું કોઈ સાથે ન કરે..

મા બાપની લાડલી દીકરી જે વસ્તુ માંગે તે હાજર થઈ જાય તેવા લાડ થી ભણાવી ગણાવીને મોટી કરી… . મિત્રો અમે તમને સોરઠની સિંહણ ધરાની વાત કરી રહ્યા છીએ. ધરાએ તેની બેચલર ડિગ્રી સાવરકુંડલામાં કમ્પ્લીટ કરી હતી. ત્યારબાદ તેના લગ્ન અમેરિકામાં રહેતા એક વેલસેટ પરિવારમાં થયા હતા.

તેના હસબન્ડ નું નામ સિદ્ધાર્થ શાહ છે. ધરા પોતાના સારા અભ્યાસ માટે તે અમેરિકામાં ડેલાસમાં આવી. તેનું કહેવું હતું કે સાસરિયામાં પિયર કરતા પણ વધારે પ્રેમ મળ્યો હતો અને તેના પતિ, સાસુ અને સસરા હાથમાં રાખતા હતા. તેની બધી જ ઈચ્છા પૂર્ણ કરતા.

2018 ની સાલમાં તે પ્રેગનેટ થઈ હતી તે સમયે પરિવારમાં ખુશીનો પાર ન હતો. અને ઘરમાં આવનારા નાના મહેમાનની બધી જ તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. ધરા એ એક સ્વસ્થ અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. પરંતુ અચાનક એની સાથે કંઈક એવું થયું કે બધું હતું કે ન હતું એવું થઈ ગયું.

એક બિલ્ડીંગની કારણે ડીલીવરી મોતના દરવાજે લઈ ગઈ. ધરા સાહેબ પોતાની જિંદગીના સંઘર્ષમાં ઉમેરતા જણાવ્યું હતું કે ‘મારે ડિલિવરી બાદ બ્લીડિંગ એટલું વધી ગયું કે 90 મિનિટ સુધી હૃદય બંધ થઈ ગયું હતું’. ત્યારબાદ ડોક્ટરે સતત CPR ની મદદથી હૃદય ચાલુ કર્યું તો હું કોમામાં જતી રહી. ત્યારબાદ મને ગેંગરીંગ હતા એક પગ અડધો હાથ અને બીજા હાથની બધી આંગળીઓ કાઢી નાખવી પડી તથા મારા ગર્ભાશયની કોથળી પણ કાઢવી પડી હતી.

દીકરાનો એકમાત્ર સહારો પણ છીનવાઈ ગયો… ‘ સાડા ચાર મહિના હોસ્પિટલમાં રહી ત્યારબાદ ઘરે પહોંચતા મારા દીકરાને જોઈને હું મારું બધું જ દુઃખ ભૂલી ગઈ હતી’. પરંતુ કુદરત મારા પર રૂઠી તો મારા પુત્રને જિનેટિક ડીસ ઓર્ડર થવાથી તે પણ ભગવાનને વહાલો થઈ ગયો.

એક સમય મને એવું લાગ્યું કે મારી જિંદગી પૂરી થઈ ગઈ પરંતુ મેં કૃત્રિમ પગ લગાવીને મારી લાઈફ ફરી ચાલુ કરી. એક સમયે એવો હતો કે હું મારા પગથી પાંચ ડગલાં પણ ચાલી શકતી ન હતી પરંતુ હું આજે દોડવા લાગી છું. આટલું કહ્યા બાદ ધરા ભાવુક થઈ જાય છે.

ગમે તેવી પરિસ્થિતિ આવે તેનો સામનો કરો. ધરાઈ જણાવતા કહ્યું હતું કે મારા બંને ગોઠણ થી નીચેના પગ, જમણો હાથ કોણીથી નીચે અને ડાબા હાથ ની બધી જ આંગળીઓ કાઢવી પડી. આ દરમિયાન હું લગભગ સાડા ચાર મહિના સુધી હોસ્પિટલમાં રહી હતી.

હું છેલ્લે એટલું જ કહેવા માગીશ કે કોઈપણ પરિસ્થિતિ આવે તેનો સામનો કરતા શીખો અને હિંમત રાખો. કારણકે ડરી જવાથી કે ગભરાટથી કંઈ પણ બદલી શકાતું નથી. જો તમે સંકટ સમયે બેસી જશો તો નહીં ચાલે હું આટલું બધું સહીને પણ ઉભી થઈ છું તો તમે તો કંઈ પણ કરી શકશો.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial