આ યુવક પાસે છે સોનાની ચંપલ થી લઈને ગાડી,આઈફોન,તેની લાઇફસ્ટાઇલ જોઈને ચોકી જશો.

0
1895

મિત્રો, લોકો માટે સોનુ એ હમેંશા આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યુ છે. તમે સોના ની પાછળ પાગલ અનેક વ્યક્તિઓ જોયા હશે પરંતુ, આજે એક એવા વ્યક્તિ વિશે જણાવીશુ કે જેને સોનુ પહેરવાનો અત્યંત ગાંડો શોખ છે. મહારાષ્ટ્રના પૂણેના પિંપરીમા રહેતા સની વાઘચૌરેને સોનુ પહેરવાનો ખૂબ જ ગાંડો શોખ છે.

તેની પાસે ઑડી કારથી માંડીને આઈફોન તમામ વસ્તુઓ સોનાથી મઢેલી છે. તે અંદાજે ૩ કિલો જેટલા સોનાના આભૂષણો પહેરીને રાખે છે.

પુણેના પિંપરીમા પોતાનો વ્યવસાય ચલાવતો સની વાઘચૌરે માત્ર ગાડી અને આઈફોન જ નહી પરંતુ? તે પોતાના રોજિંદા જીવન વપરાશની વસ્તુઓમા પણ ગોલ્ડન કલરને પ્રાથમિકતા આપે છે. તે ગળામા સોનાની અસંખ્ય ચેઈનો, હાથમા સોનાનુ કડુ તથા ઘડિયાળ પહેરે છે. આટલુ જ નહી તે પગમા બુટ પણ સોનાના મઢેલા પહેરે છે.

સની વાઘચૌરેના શરીર પર ૨૪ કલાક સોનુ અને ફક્ત સોનુ જ પહેરેલુ દેખાય છે એટલા માટે લોકો તેને પ્રેમથી ‘ગોલ્ડમેન’ કહીને બોલાવે છે. સનીના મત મુજબ સમગ્ર વિશ્વમા તેનાથી મોટો કોઈ સોનાનો ચાહક નહી હોય. સની ઘણીવાર બોલિવૂડ ના સિતારાઓ સાથે જોવા મળે છે.

ફક્ત આટલુ જ નહી અભિનેતા વિવેક ઓબેરોય અને તેની મિત્રતા ખૂબ જ ગાઢ છે. આ સિવાય સલમાન ખાન, કરીના કપૂર, સોહેલ ખાન સાથે પણ તેની ઘણી બધી ફોટોસ સોશીયલ મીડીયા પર હાલ વાઇરલ થઈ ચૂકી છે. આ સિવાય ઘણા રાજકીય નેતાઓ સાથે પણ તેના સંબંધો સારા છે .

સની કહે છે કે, નાનપણ થી જ મને સોના પ્રત્યે એક અલગ જ પ્રકારનો લગાવ છે. એટલા માટે હુ આટલા બધા સોનાના આભૂષણો પહેરીને જ ઘરની બહાર નીકળુ છુ.

સનીને હંમેશા આ સોનુ ચોરાઈ જવાનો ભય રહે છે માટે તેણે પોતાની સુરક્ષા માટે ચાર બોડીગાર્ડ પણ સાથે રાખ્યા છે.સની તેના જીવનના અંગત પળોના ફોટોસ અવાર નવાર સોશીયલ મિડીયા પર અપલોડ કરતો હોય છે.

સોશ્યલ મીડિયા પર હાલ તેના હજારો ફોલોવર્સ છે. સોના ના શોખ સિવાય સની બોડી બિલ્ડિંગ મા પણ ઝાઝો રસ ધરાવે છે. તે અવાર-નવાર બોડી બિલ્ડિંગ સ્પર્ધામા ભાગ લેતો જોવા મળે છે. તે અમુક ટીવી-શોમાં પણ નજર આવી ચૂક્યો છે.

એક મીડિયાના અહેવાલ અનુસાર નોટબંધીના સમયે સોનુ પહેરવાને લઈને સની પર આરોપ લાગ્યો હતો કે, તેણે આ સોનુ કાળુ ધન એકત્રિત કરીને ખરીદેલુ છે.

જોકે તેણે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ સોનુ તેણે પોતાની જાતે ખરીદ્યુ હતું અને સરકાર પાસે તેના રેકોર્ડ છે.