સોમવાર સુધી સમસ્યા હલ નહિ થાય તો તમામ ગામના ખેડૂતો રોડ ઉપર ઉતરી આવશું..

0
209

પાથાવાડા થરાદ નેશનલ હાઈવે ૧૬૮ પર ટોલ કલેક્શન એજન્સી દ્વારા હાઈવે પરથી પસાર થતાં સ્થાનિક વાહનનો ટોલ લેતાં સ્થાનિક વાહન ચાલકો બુધવારના રોજ ખિમત, વાછડાલ તેમજ પાથાવાડા ગામના આગેવાનો વાછડાલ ટોલનાકા પર મોટી સંખ્યામાં એકઠા થઈ ટોલનાકાના અધીકારીને ૧૦ કિમીની રેન્જના ગામના આવતા વાહનોને ટોલ ફ્રી કરવા માટે માંગ કરવામાં આવી હતી.થરાદ ધાનેરા હાઈવે ભોરડું ગામની સીમ નજીક આવેલ ટોલ પ્લાઝાએ છેલ્લા ત્રણેક દિવસથી ટોલટેક્સ ઊંઘરાવવાનો કંપની દ્વારા શરૃ કરાતા સ્થાનિક આજુબાજુના ખેડૂતો વેપારીઓ નો ટોલટેક્સ લેતા ખેડૂતો અકળાયા હતા અને ૧૦ થી વધુ ગામના ખેડૂતો રોડ ઉપર ઘસી આવી સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

થરાદ ધાનેરા હાઈવે ૬૦ કિલોમીટર રોડ નવીન બન્યા બાદ કંપની દ્વારા થરાદના ભોરડુ નજીક ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યો છે જેમાં છેલ્લા ચારેક દિવસથી કંપની દ્વારા ટોલટેક્સ વાહનો ઉઘરાવવાનું શરૃ કરતા સ્થાનિક ખેડૂતો ની અવર જવર વધુ હોવાના કારણે વધુ ટોલટેક્સ આપવાની ફરજ પડતાં ત્યારે ૧૦ ગામથી વધુ ના વહેપારીઓ ખેડૂતો ટોલ પ્લાઝા ભોરડું ઘસી આવ્યા હતા અને સ્થાનિક કર્મચારીઓને ટોલટેક્સ સ્થાનિક ખેડૂતોનો ના લેવા રજુઆત કરી હતી.

જોકે ખેડૂતોએ સોમવાર સુધી ટોલટેક્સ ચાલુ રાખવામાં આવશે અને સ્થાનિક ખેડૂતો નો પ્રશ્ન હલ નહિ થાય તો સોમવારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી આપી. અમારે આજુ બાજુના ગામના ખેડૂતો ને ફોરવિલ લઈને બેન્ક માં દુકાનો મંડીળીઓ ઉપર અવર જવર વધુ રહે છે અને બને ફેરે ટોલટેક્ષ આપવો મોંઘો પડે છે તેથી સોમવાર સુધી કોઈ નિર્ણય નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

ધાનેરા તાલુકામાં આવેલ વાછડાલ ગામ થી પાંથાવાડા જવા માટે ત્રણ કિલોમીટરના અંતરે ટોલટેક્સ આવેલો છે. જ્યાથી આસપાસમાં આવેલા ગામોમાંથી લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે રોજીદી અવર જવર કરવી પડતી હોય છે.જેથી ગામ લોકોને છાસવારે ટોલટેક્સ ચુકવવો પડે છે. જેનાથી ગામ લોકોના નાણાનો વ્યય થાય છે.જેથી ગામ લોકોએ પાથાવાડા-ધાનેરા નેશનલ હાઇવે ઉપર ઉતરી પડયા હતા. અને ત્યાથી પસાર થતા વાહનોને રોકતા ટ્રાફિક જામ થઇ ગયોહતો. વાછડાલ ગામના ભુરાભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે અમારુ ગામ ટોલનાકાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે તેથી અમારા ગામને પાંથાવાડા જવા માટે ટોલમાંથી મુક્તિ આપે તેવી માંગ કરવામાં આવી છે.છતાં સત્વરે અમારી માંગણી નહીં સંતોષાય તો ન છુટકે ધરણા ઉપર બેસવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.