સ્નાન કર્યા બાદ બોલો આ ચમત્કારી મંત્ર,ધનવાન બનવાનું સપનું થઈ જશે પૂરું….

0
406

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.કહેવાય છે કે મહાદેવ શંકરની આરાધના ખૂબ જ મંગળકારી હોય છે. વેદો અનુસાર મહાદેવને સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવે છે. કેમકે, સમગ્ર દુનિયા ભગવાન શંકર ની અંદર સમાયેલી છે, અને ભગવાન શંકરને કોઈપણ ભક્ત સાચા હદયથી તપસ્યા કરે છે કે તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે.

જગતના દરેક કણ કણની અંદર મહાદેવ સમાયેલા છે, અને પૃથ્વી ઉપર મહાદેવના શિવલિંગના સ્વરૂપમાં સાક્ષાત દર્શન થઈ શકે છે.આપણા ધર્મ ગ્રંથમાં ભગવાન શિવને સમગ્ર જગતનાં પિતા કહેવામાં આવ્યા છે, કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને સંપૂર્ણ બ્રહ્મ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. લિંગનો અર્થ છે સર્જનકર્તા. સર્જનહારનાં રૂપમાં અને ઉત્પન્ન કરનાર શક્તિનાં ચિન્હ તરીકે લિંગની પૂજા કરવામાં આવે છે.ભગવાન શંકરની લિંગનાં મૂળમાં બ્રહ્માં, મધ્યમાં વિષ્ણુ અને સૌથી ઉપર મહાદેવ બિરાજે છે.

શિવપુરાણમાં ઘણાં મંત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રો માનવ કલ્યાણ માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. મંત્રો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. સ્નાન પછી પશ્ચિમ દિશા તરફ મુખ કરીને કરવામાં આવેલા મંત્ર-જાપ ધન, વૈભવ અને કિર્તી લાવે છે.ભગવાન શિવને પ્રિય એવી રુદ્રાક્ષની માળા લઇને પોતાની ઇચ્છા અનુસાર શિવ મંત્રનો જાપ કરવો. મહામૃત્યુંજયનો જાપ કરવાથી આ મુશ્કેલીઓ દૂર થાય છે.સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો તે વ્યક્તિ એ દેવોના દેવ મહાદેવની આરાધના કરવી જોઈએ.

મહાદેવની પૂજા-અર્ચના કરી તેના ઉપર બિલીપત્રનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મહાદેવ ભક્તો ઉપર પ્રસન્ન થાય, તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મહાદેવની કૃપા મેળવવા માટે તમારે પણ સોમવારે કઈ એ વસ્તુ છે કે જેને કરવાથી ભગવાન શંકર તમારા ઉપર થઈ શકે છે પ્રસન્ન.ઓમ ત્રમ્બકં યજામહે, સુગન્ધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મોક્ષિય મામૃતાત,ઉપર દર્શાવેલ ભગવાન શિવના આ મંત્રનાં જાપથી કુંડળીનાં અનેક દોષો પર રોક લાગે છે.

જેમ કે માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ખરાબ નજર દોષ, રોગ, ખરાબ સ્વપ્ન, લગ્નજીવનમાં સમસ્યાઓ, સંતાન ના થવું વગરે. આ મંત્ર જીવન આપે છે. મૃત્યુનો ડર સમાપ્ત થાય છે અને આયુષ્યમાં વધારો થાય છે.ભગવાન શંકરના આ મહામૃત્યુંજય મંત્રને કારણે અસાધ્ય રોગોથી પણ છૂટકારો મળે છે. આ મંત્ર દરેક બીમારીને દૂર કરવાનું શસ્ત્ર છે. આ મંત્રને કારણે ત્વાચામાં આકર્ષણ ઉત્પન્ન થાય છે. આ મંત્રથી ધન-દૌલતમાં લાભ થાય છે અને જીવન વૈભવી રીતે પસાર થાય છે.

સમાજની અંદર મોભો વધે છે. નિ:સંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.સોમવારે સવારે ઉઠ્યા બાદ સ્નાન કરી ભગવાન શંકરની સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અથવા તો અન્ય પવિત્ર જળનો અભિષેક કરવો જોઈએ.સોમવારના દિવસે ભગવાન શંકરને ખાસ કરીને ચંદન, ચોખા, બિલિપત્ર, ધતુરો અને આકડાના ફૂલ ચઢાવવા જોઈએ. કહેવાય છે કે ભગવાન શંકરને આ બધી જ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે.

અને આથી જ આ બધી વસ્તુઓનો ભગવાન શંકર ઉપર અભિષેક કરવાથી ભગવાન શંકરની કૃપા તમારા ઉપર બની રહે.સોમવારના દિવસે જો મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરવામાં આવે તો તેના કારણે પણ તમારા ઉપર ભગવાન શંકરની વિશેષ કૃપા બની રહે છે. આથી સોમવારના દિવસે 108 વખત કરો આ મંત્રનો જાપ.મહામૃત્યુંજય મંત્ર,ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्‍धनान् मृत्‍योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ,આમ જો સોમવારના દિવસે આ રીતે કોઈપણ ભક્ત સાચા હદયથી ભગવાન શંકરની પૂજા આરાધના કરે તો તેના કારણે ભગવાન શંકરની વિશેષ કૃપા દ્રષ્ટિ તે ભક્તો ઉપર પડે છે.

અને તેના કારણે તે ભક્ત પોતાના જીવનમાં રહેલા દરેક વિઘ્ન અને સંકટોથી દૂર થઈ શકે છે.ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવેલ છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિંદુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શનજ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવાવાળા દેવ છે.

આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૂપમાં હોવા છતાં શિવલિંગ સ્વરૂપમાં સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે. દેશ પરદેશમાં ભગવાન શિવનાં મંદિરો દરેક શહેરો, ગામડાં અને કસ્બાઓમાં ઉપલબ્ધ છે. જે ભગવાન મહાદેવની વ્યાપકતા અને એમના ભક્તોની આસ્થા પ્રગટ કરે છે. ભગવાન મહાદેવ એકમાત્ર એવા દેવ છે. જેને ભોલે ભંડારી નામથી પ્રયોજવામાં આવે છે. ભગવાન શિવ થોડીક જ પૂજા અર્ચનાથી પ્રસન્ન થાય છે. માનવ જાતિની ઉત્પતિ પણ ભગવાન શિવ દ્વારા માનવામાં આવેલ છે.

ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક શિવ ભક્ત માટે પરમ આવશ્યકતા છે. ભગવાન ભોલેનાથે સમુદ્ર મંથનમાં પ્રાપ્ત સમગ્ર વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું તેથી જ તે નીલકંઠ પણ કહેવાય છે. ભગવાન શિવ પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થઇ જાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવામાં કોઇ પણ મનુષ્યને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. પરંતુ ભગવાન શિવની પૂજામાં વિશેષ કાળજી રાખવી જોઇએ. શિવ પુરાણમાં ભોલાનાથને પૂજાથી સંબંધિત વર્ણન મળે છે. ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો.

શંખને શંખચૂડ અસુરનું પ્રતીક માનવામાં આવે છે, અને આ અસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. જેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુએ પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યાં છે. એટલા માટે તુલસીથી ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. તલ અથવા તલથી બનાવેલ વસ્તુ પણ ભગવાન શિવને અર્પણ કરવી જોઇએ નહી. તેને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે.હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી છે.

તેથી હળદળ ભગવાન શંકરને ચઢાવામાં આવતી નથી. જો એવું તમે કરો છો તો તેનાથી તમારો ચંદ્ર કમજોર થવા લાગે છે અને ચંદ્ર કમજોર હોવાથી તમારું મન ચંચળ થઇ જશે તમે કોઇ એક વસ્તુમાં મન લગાવીને કામ નહીં કરી શકો.ઉકાળેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક ના કરો. શિવલિંગનો અભિષેક હંમેશાં ઠંડાં પાણીથી કરવો જોઇએ. નારિયળ ભગવાન શિવને ચઢાવવું જોઇએ પરંતુ નારિયળનું પાણી ક્યારેય પણ ભગવાનને ભૂલથી પણ ના જવું જોઇએ. તેનાથી ધનની હાનિ થાય છે. કેતકીનું ફૂલ પણ ભગવાન શિવને પણ ન ચઢાવવું જોઇએ.ભગવાન શિવને અક્ષત એટલે આખા ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે.તૂટેલા ચોખા અશુદ્વ હોય છે, એટલા માટે આ શિવજીને ન ચઢાવવા જોઇએ.