સિંદૂર ના ચમત્કારી ઉપાયો બનાવી શકે છે તમને માલામાલ,ગણેશજી ને ખૂબ જ છે પ્રિય,એક વાર કરો આ ઉપાય

0
127

રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશજી તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશજીની પૂજામાં કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઇને તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જીવન સાથે સંકળાયેલ તમામ અડચણને દૂર કરીને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. કેટલીક વસ્તુઓ વગર ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે.જાણો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના પસંદની કઇ કઇ વસ્તુ ચઢાવવી જોઇએ જેથી બપ્પા પ્રસન્ન થઇને તમારી પર પોતાની કૃપા વરસાવે.ગણેશજીને પ્રસન્ન કરીને બળ બુદ્ધિ વિદ્યા જ્ઞાન ધન-સંપત્તો વગેરેના આશીર્વાદ મેળવો.22 ઑગષ્ટના દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે.

ગણેશજી અને હનુમાનજી એ બે દેવ એવા છે કે જેમને પૂજામાં સિંદૂર ચડે છે. આ બંને દેવનો સંબંધ ભગવાન શિવ સાથે છે. ગણપતિ શિવના પુત્ર છે તો હનુમાનજીને શિવજીનો અવતાર ગણવામાં આવે છે. સ્ત્રીઓ માટે સૌભાગ્યનું પ્રતિક મનાતું સિંદૂર હનુમાનજીને તો આપ ચડાવતા જ હશો પણ શું તમને એ ખબર છે કે આ સિંદૂર ગણપતિને ચડાવવાથી શો લાભ થાય.

ગણપતિ બાપાના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજામાં અક્ષત ચોખા ચઢાઓ. ગણપતિ પૂજનમાં અક્ષત એટલે કે ચોખા અત્યંત મહત્ત્વ છે. પરંતુ ધ્યાન રહે કે અક્ષત ખંડિત ન થાય. ગણપતિ બપ્પાને અક્ષત ચઢાવતા પહેલા તેને પાણીમાં ધોઇ નાંખો અને તેને ઇદં અક્ષતમ્ ૐ ગં ગણપતયે નમ: મંત્ર બોલતા ચઢાઓ. ભૂલથી પણ સુકા ચોખા ન ચઢાવશો.

શ્રી ગણેશજીની પૂજામાં સિંદૂર ચઢાઓ. સિંદૂરને શુભ માનવામાં આવે છે. તેના ઉપયોગથી ઘરમાં કોઇ પણ પ્રકારની ખરાબ આત્મા અથવા નકારાત્મક ઊર્જા પ્રવેશ કરશે નહીં.આ જ સિંદૂર જ્યારે વિઘ્નવિનાશક ગણપતિજીને અર્પણ કરવામાં આવે ત્યારે અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. ગણેશજીની પૂજા કરી સિંદૂર ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.જ્યોતિષ મુજબ ખાસ કરીને બુધવારે જો આ ઉપાય કરવામાં આવે તો ગણપતિ અતિ પ્રસન્ન થાય છે.

તમને કદાચ એવું થાય કે બુધવારે ગણપતિ ઉપાસના કેમ તો તમારી ઉત્કંઠાનો અહિં અંત લાવતા જણાવી દઈએ કે બુધવારનો સ્વામી બુધની સાથે સાથે રાહુ પણ છે જો રાહુ પીડા હોય ત્યારે એવા ભગવાનની ઉપાસના કરવામાં આવે છે કે જેનું માથું ઘડથી કપાઈને જોડાયેલું હોય.આ પ્રકારના બે ભગવાન છે એક ગણપતિ અને બીજા ઘોડાનું મસ્તક ધરાવતા ભગવાન વિષ્ણુ. આથી જે લોકો રાહુ પીડા ભોગવે છે તેણે બુધવારે ગણપતિ પૂજન કરવું જોઈએ. તેનાથી તેમને લાભ થાય છે. તેમાંયે જો ગણપતિને પ્રિય સિંદૂર ચડાવવામાં આવે તો સિંદૂરવર્ણા ગણપતિ અતિ પ્રસન્ન થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ રહે છે.

જો તમે પૈસાની મૂંઝવણને દૂર કરવા ઈચ્છો છો તો ગણપતિને શમીના થોડા પાંદડા દરરોજ ચઢાવો. આ ઉપરાંચ આર્થિક સમસ્યાને દૂર કરવા માટે બપ્પાને ધરો તલના લાડુ ગાયનું શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. યાદ રાખો કે ધરોને ગમેશજીના ચરણોમાં નહીં પણ તેમના મસ્તક પર ચઢાવવાની છે.

જો તમે તમારા માટે ગણેશજી પાસેથી સુખની કામના કરવા માંગો છો તો ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’ મંત્ર બોલીને બપ્પાને સુકા ચોખા ચઢાવો. श्री गणाधिपतयै नमः મંત્રનો જાપ કરવાથી તમારા પ્રમોશનના યોગ બનશે.

ગણેશ મંદિરમાં શુદ્ધ દેશી ઘીનો દીવો લગાવો. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી તમારી દરેક સમસ્યાનો અંત આવે છે. આમ કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ બપ્પાને મોદકનો ભોગ લગાવે છે, તેમનું ક્યારેય અમંગળ નથી થતું.

ગણેશજી ને સિંદૂર પ્રિય છે. તેમની પૂજા કરતી વખતે આ ખાસ મંત્રનું ઉચ્ચારણ જરૂર કરો. મંત્ર છે-‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः ધ્યાન રાખો આ મંત્રને બોલતી વખતે તમારે ગણેશજીના માથા પર સિંદુર લગાવવાનું છે. મંત્ર બોલ્યા બાદ તે જ સિંદુર તમારા માથે પણ લગાવી લો છે.વ્યક્તિ સર્વપ્રકારના સુખ ભોગવી ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે