શું આવા કાળા ડાઘ વાળા કેળાં ખવાઈ અથવા ના ખવાઈ જાણો તેનાથી થતાં ફાયદા અને નુકશાન વિશે.

0
409

જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે ફળ અને શાકભાજી માણસના સારા આરોગ્ય માટે ખુબ જરૂરી ભૂમિકા ભજવે છે. માણસની બીમારીમાં પણ ડોક્ટર હમેશા તાજા ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે. તે વાતમાં કોઈ બેમત નથી કે ફળ ભલે કોઈપણ હોય, આપણા પોતાના માટે ખુબ ફાયદાકારક સીદ્ધ થાય છે. બરોબર આવું જ આજે અમે તમને એક એવા ફળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે બાળકથી લઈને દરેક ઉંમરના વૃદ્ધને ખાવા ગમે છે. જી હા, આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કેળાની.

કેળા એક માત્ર એવું ફળ છે જે ઉનાળા અને શિયાળા બન્ને ઋતુમાં મળે છે. જો સ્વાદ ની વાત કરીએ તો ખાવામાં પણ તેનો સ્વાદ ખુબ મીઠો હોય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા બધા પકવાનોનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને તમે કાચા પણ ખાવ તો તેના ખુબ વધુ ફાયદા મળશે. હમેશા તમે જોયું હશે કે ભારતમાં લોકો ડાઘા વાળા કેલા ને સારા નથી ગણતા અને તેને ફેંકી દે છે. લોકો તે કેળા ખરીદીને લાવે છે, જે તેમને સારા એવા પીળા જોવા મળે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે તમે જે ડાઘ વાળા કેળા ને તરછોડી દો છો, તે એકદમ પાકેલા હોય છે.

જો તમે પણ ડાઘા વાળા કેળાને આજ સુધી ખરાબ ગણતા આવી રહ્યા છો તો હવે તમારે તમારો વિચાર બદલવો પડશે. તે ઉપરાંત વધુ પાકેલા કેળામાં સામાન્ય કેળાની તુલના માં ન્યુટ્રીએન્ટસ પણ વધુ હોય છે જો કે શરીર માટે ખુબ જરૂરી છે. તો મિત્રો આજના આ આર્ટીકલમાં અમે તમને ડાઘા વાળા કેળા ના એવા ગુણ જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ દંગ રહી જશો અને આજે જ તે કેળાનું સેવન શરુ કરી દેશો.

કેળા ખાવા વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કેળા ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો અને પુષ્કળ શક્તિ મળે છે. જે શરીરના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. તમે બજારમાં કાળા ડાઘવાળા કેળા જોયા હશે. મોટાભાગના લોકો આ ડાઘવાળા કેળા ખરાબ હોવાના કારણે ખરીદતા નથી. પરંતુ આવા કેળા સામાન્ય કેળા કરતા વધુ ફાયદાકારક હોય છે. ચાલો જાણીએ, કાળા ડાઘવાળા કેળા ખાવાના ફાયદા. 95% લોકો કાળા ડાઘવાળા કેળાની હકીકતથી અજાણ હશે….પણ તમે જાણી લો શું છે તેના ફાયદા

કાળા ડાઘવાળા કેળા ખાવાથી શરીરને પુષ્કળ મેગ્નેશિયમ મળે છે. તેમજ અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. જે લોકો રાત્રે ઉંઘ નથી આવતી તેઓએ સૂતી વખતે બે કાળા ડાઘવાળા કેળા ખાવા જોઈએ.કાળા ડાઘવાળા કેળા ખાવાથી શરીરને ભરપૂર ફાઈબર મળે છે. જે પાચનતંત્રમાં સુધારો કરે છે. અને તેનાથી પેટની સમસ્યા સમાપ્ત થાય છે. કાળા ડાઘવાળા કેળા ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી નથી થતી. પેટનો દુઃખાવો પણ દૂર થાય છે. દહીં સાથે કાળા ડાઘવાળા ખાવાથી પેટ ફીટ રહે છે. પાચક સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે. અને ખાધેલું સરળતાથી પચી જાય છે.

આમ, આ કાળા ડાઘવાળા કેળા ખાવાથી ઘણો ફાયદો થાય છે. કારણ કે, તેમાસામાન્ય કેળા કરતાં વધુ ફાઈબર ધરાવે છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે, કાળા ડાઘવાળા જલ્દી બગડી જાય છે અથવા તો તે જલ્દી પાકી જાય છે. પરંતુ હવેથી તમે આવું સમજવાની ભૂલ ન કરતાં અને કાળા ડાઘવાળા કેળા જરૂરથી ખરીદ જો.

વધુ પાકેલા કેળા ખાવાથી શરીરમાં ટ્યુમર સામે લડવાની શક્તિ મળે છે. તેથી ડાઘા વાળા પાકા કેળા નું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મનુષ્ય ની પાસે પણ આવતી નથી અને તેને તંદુરસ્ત રાખે છે.જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા પાચન તંત્રને સારું રાખવા માટે આપણે પોષ્ટિક તત્વો ની જરૂર રહે છે. તેવામાં ફાઈબર એક એવું પોષ્ટિક તત્વ છે, જે કેળામાં સૌથી વધુ મળી આવે છે. તેથી જો કેળા ડાઘ ધબ્બા થી ભરપુર હોય છે, તેમાં ફાઈબર નું પ્રમાણ બીજા કેળાથી ખુબ વધુ મળી આવે છે.

ડાઘ ધબ્બા વાળા કેળા ખાવાથી શરીરને ઘણા પ્રકારનું પોષ્ટિક તત્વ મળી જાય છે. તેમાંથી કેલ્શિયમ, વિટામીન ‘બી1’ વિટામીન ‘બી૨’, પોટેશિયમ વગેરે મોટા પ્રમાણમાં રહેલા હોય છે.તમને એ જાણીને નવી લાગશે કે રોજ ત્રણ થી ચાર કેળા ખાવાથી ભૂખ વધે છે. તેવા માં જે લોકો ખાવા પીવાનું અસર નથી કરતું, તમના માટે ડાઘ ધબ્બા વાળા કેળા ખુબ ફાયદાકારક સુદ્ધ થઇ શકે છે.

કેળા ખરીદતા સમયે એ ધ્યાન રાખવાનું કે, જે કેળા તમે ખરીદો એ સંપૂર્ણ પીળા રંગના હોવા જોઈએ. જો તેમાં લીલા અડધું લીલા રંગનું જોવા મળે તો એ કેળા ખરીદવા ન જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક લીલા કેળા પણ આવે છે. પરંતુ પીળા કેળામાં જો લીલા રંગની છાંટ જોવા મળે તો ન ખરીદવા. માત્ર પીળા રંગના કેળા જ ખરીદવા. જે કેળા પર કાળા નિશાન કે દાગ પડી ગયા હોય તેને પણ ન ખરીદવા જોઈએ. કેમ કે કાળા દાગ વાળા કેળા ખુબ જ જલ્દી ખરાબ એટલે કે બગડી જાય છે. ત્યાર બાદ તેને ફેંકી દેવા પડે છે. માટે કેળા બહુ દાગ વાળા ન ખરીદવા.

મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એક સાથે વધુ પ્રમાણમાં કેળાની ખરીદી ન કરવી જોઈએ. જેટલા કેળાનું સેવન તમારા ઘરમાં થઈ શકે એટલી સંખ્યામાં જ કેળા ખરીદવા જોઈએ. કેળા ખરીદતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કેળાની સાઈઝ મોટી હોવી જોઈએ. મોટી સાઈઝના કેલા એટલા માટે ખરીદવા કહેવામાં આવે છે કેમ કે, મોટા કેળા સ્વાદમાં ખુબ જ મીઠા હોય છે અને તે પૂરી રીતે પાકી પણ જાય છે.

એક ખાસ ધ્યાન એ પણ રાખવાનું કે, કેળા હંમેશા પાકી ગયેલા જ ખરીદવા, કેમ કે કાચા કેળા આપણને પેસ સંબંધી અને કફની સમસ્યા કરાવી શકે છે. માટે યોગ્ય પાકી ગયેલા કેળાનું જ સેવન કરવું જોઈએ. તો જે કેળાની છાલ લીલા રંગની હોય તે બરોબર પાકેલા ન હોય. તો એ પ્રકારના કેળાનું સેવન ન કરવું જોઈએ. જો કેળાની છાલ લીલા કલરની હોય અને તમે કેળા ખરીદી લો, તો તેને સંપૂર્ણ પીળા ન થાય ત્યાં સુધી પડ્યા રહેવા દો. અને સંપૂર્ણ પીળા થાય ત્યાર બાદ તેનું સેવન કરો.