શું તમે જાણો છો આયુર્વેદ મુજબ ગરમ અને ઠંડા માંથી કયું પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધારે સારું છે,જાણો સચોટ જવાબ.

0
127

મિત્રો તમે જાણો જછો, જળ એ જીવન કહેવાય છે. જળ એ માણસથી લઇને પશુ, પક્ષી, જીવ જંતુ દરેક માટે કુદરતે આપેલો એક અનોખો આહાર છે. ખોરાક વગર જીવી શકે છે. પરંતુ જળ વગર જીવન અશક્ય છે. અમે આજે પાણીની એક એવી વાત કરીશું. જેનાથી તમારું જીવન થઈ શકશે.જાપાનના ચિકિત્સકો દ્વારા અનેક શોધો બાદ એક વાત બહાર આવી છે કે સવાર સવારમાં ગરમ હુંફાળું પાણી પીવાથી અનેક રોગોનો નિરાકરણ થઈ જાય છે. આ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ લાળ સક્રિય થઈ જાય છે અને આ લાળ શરીર ના પિત્ત અને હવાને શરીરની બહાર કાઢી નાખે છે. અશુદ્ધ દ્રવ્યોને સવાર નુ પાણી દૂર કરી દે છે. આ અશુદ્ધિઓ દૂર થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે જે અમે આજે તમને જણાવીશું.

આજે સામાન્ય લોકો માટે પણ ઘરમાં કે રેસ્ટોરન્ટમાં ઠંડુ પાણી પીવું એક સામાન્ય વાત થઈ ગઈ છે. પણ આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ લેવી જોઈએ અને આપણા શરીરની કુદરતી જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઈએ.કારણ કે, વધુ ઠંડા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભલે તમને લાગતું હોય કે, ઠંડુ પાણી તમને રાહત આપે છે. પરંતુ તમે એ નથી જાણતાં કે, આ ટૂંકાગાળાની રાહત તમને લાંબાગાળાની બીમારી આપે છે.આયુર્વેદ નિષ્ણાતના જણાવ્યાનુસાર, ઠંડુ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે. જેનાથી શરીરના અંગો સારી રીતે કામ નથી કરી શકતા અને એટલે જ કહેવાય છે વધારે ઠંડુ પાણી કે બરફવાળું પાણી શરીરને નુકસાન પહોંચાડે છે પણ કેટલીક સ્થિતિમાં ઠંડુ પાણી પીવું ફાયદાકારક પણ છે. પરંતુ અમુક સ્થિતિમાં આ વાત પર ખાસ ધ્યાન આપવું.

આપનાં શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યારે ઠંડી પાણી પી શકાય છે. વસ્તુનાં તાપમાનને નિયમિત કરવા માટે આપનાં શરીરે કેટલીક ઉર્જા ખરચવી પડે છે. નહિંતર આ ઉર્જાનો ઉપયોગ ભોજનનાં પાચન તથા પોષક તત્વોનાં અવશોષણ માટે થાય છે. આ જ કારણ છે કે ઠંડુ પાણી પીવાથી આપનાં શરીરને પોષક તત્વો નથી મળી શકતાં.વધુ પડતું ઠંડુ પાણી પીવાની સીધી અસર ગળા પર પડે છે. કારણ કે, ઠંડુ પાણી પીવાથી આપનાં શ્વસન તંત્રમાં મ્યુકોસા બની શકે છે કે જે શ્વસન તંત્રની સંરક્ષણાત્મક લૅર હોય છે. જ્યારે આ લૅર સંકુચિત થઈ જાય છે, જેનાથી તમારું શ્વસન તંત્ર અનાવૃત્ત થઈ જાય છે. પરિણામે ગળુ ખરાબ થવાનો ખતરો વધી જાય છે.

જ્યારે તમે ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારી રક્ત શીરાઓ સંકોચાય છે કારણ કે ઠંડા તાપમાનનો એ સ્વભાવ છે કે તે દરેક વસ્તુને સંકોચે. આમ થવાથી તમારા શરીરનું રક્તપરિભ્રમણ ધીમું પડશે. તેમ થવાથી શરીરના જુદા જુદા અંગોમાંનો લોહીનો પુરવઠો અસંતુલીત થશે. અને આમ થવાથી તમારા શરીરમાં પાણીનું એક નાનકડું ખાબોચીયું બની જશે. રક્ત શીરાઓ સંકોચાવાના કારણે લોહીની નસોમાં બ્લોકેજ થવાની શક્યતાઓ વધી જશે, જે ઉચ્ચ કોલેસ્ટેરોલ ધરાવતા લોકો માટે યોગ્ય નથી.

જો તમે તમારા ખોરાક સાથે ઠંડુ પાણી લેતા હોવ અથવા તો જમ્યાના તરત બાદ ઠંડુ પાણ પીતા હોવ તો પાણીનું તે ઠંડુ તાપમાન તમારા ખોરાકમાંની ચરબીને નક્કર બનાવશે. જેનાથી ખોરાકની પાચનક્રિયા ધીમી પડે છે. છેવટે આ પચ્યા વગરની ચરબી શરીરમાં જમા થવા લાગે છે અને તમે મેદસ્વી થવા લાગો છો.ઠંડુ ચીલ્ડ પાણી ભલે તમને લલચાવે પણ તે તમારા માટે હાનિકારક છે. એટલે બને તેમ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

તમને જણાવી દઈએ કે સામાન્ય તાપમાન વાળું માટીના ગોળાનું પાણી આપણા શરીરને અને પાચનક્રિયાને ઠીક રાખે છે. પરંતુ જો ફ્રિજનું ઠંડુ પાણી પીવામાં આવે તો તે આપણી પાચનક્રિયાને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. કારણ કે જ્યારે આપણે ફ્રિજના ઠંડા પાણીનું સેવન કરીએ ત્યારે તે આપણા શરીરમાં વસ્તુઓને જામ કરી દે છે અને રક્ત વાહિનીઓ પણ પ્રભાવિત થતી હોય છે. જેના કારણે પાચનક્રિયા ધીમી પડી જતી હોય છે. જેનાથી આપણને અપચો, એસીડીટી, ગેસ, કબજીયાત, પેટનો દુઃખાવો તેમજ ન્યુટ્રીન્સની ઉણપ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેથી જ્યારે પણ તરસ લાગે ત્યારે વધારે ઠંડુ પાણી ન પીવું જોઈએ અને આ બાબતમાં સૌથી ઉત્તમ રહે છે માટલાનું પાણી.

તમને જણાવી દઈએ કે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી હૃદયને પણ નુકશાન પહોંચે છે. આગળ જણાવ્યું તે પ્રમાણે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી આપણી રક્ત વાહિનીઓ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેના કારણે હૃદયને બ્લડ પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે અને તેનાથી હૃદય પર વધારે દબાણ આવે છે, હૃદય પર વધારે દબાણ આવવાથી હૃદયના ધબકારા ધીમા પડી જાય છે અને ધબકારા ડીમાં પડવાથી હૃદયની કોઈ પણ સમસ્યા થઇ શકે છે અને જો સમસ્યા વધી જાય તો હાર્ટએટેક પણ આવી શકે છે અને જીવ પણ જઈ શકે છે. એટલા માટે બને ત્યાં સુધી ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. જે લોકોને પહેલેથી જ હૃદયની સમસ્યા છે તેમણે ક્યારેય પણ ફ્રિજના પાણીને હાથ પણ ન લગાવવો જોઈએ તે જ તેના માટે હિતાવહ છે.

માનવામાં નહિ આવે, પરંતુ એકદમ સત્ય છે કે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી વજન વધવાની એટલે કે મોટાપાની સમસ્યા પણ થાય છે. મિત્રો આજે ઘણા લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય છે. તો ઘણા લોકો પોતાનું વજન વધે નહિ તેનું ખાસ ધ્યાન પણ રાખતા હોય છે. પરંતુ એવામાં તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવો, તો તે તમારા પ્રયાસોને નિષ્ફળ કરીને તમારો વજન વધારી શકે છે. માટે જો તમે ફીટ એન્ડ ફાઈન રહેવા માંગો છો તો ફ્રિજનું પાણી બને તેટલું ઓછું પીવું જોઈએ.

ફ્રિજનું પાણી પીવાથી માથાનો દુઃખાવો અને ગળું ખરાબ થવાની સંભાવના પણ રહે છે. જ્યારે તમે ગરમીમાં બહારથી ઘરે આવો ત્યારે તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવો તો છાતીમાં કફ જમા થઇ શકે છે, જેના કારણે માથાનો દુઃખાવો થઇ શકે છે, તેમજ અતિશય ગરમીનો અનુભવ પણ થવા લાગે છે, આ ઉપરાંત તેનાથી ગળું પણ ખરાબ થઇ શકે છે.માટે જો તમે તમારા સુંદર અવાજને કર્કશ બનાવવા ન માંગતા હોય તો ફ્રિજનું પાણી ન પીવું જોઈએ. આ ઉપરાંત ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી અચાનક શરીરનું તાપમાન બદલાવાથી પણ માથાનો દુઃખાવો થઇ શકે છે.

ફ્રિજનું પાણી આપણી રોગ પ્રતિકારક પ્રણાલીને સંપૂર્ણ રીતે ખરાબ કરી શકે છે. તમને જણાવી દઈએ કે શરીરના સામાન્ય તાપમાનથી આપણું શરીર દરેક પ્રકારના જમ્સ અને બેક્ટેરિયાથી બચે છે અને નાના મોટા વાયરસ આપણા શરીરને પ્રભાવિત નથી કરી શકતા. પરંતુ જ્યારે આપણે ફ્રિજનું ઠંડુ પાણી પીતા હોઈએ ત્યારે આપણા શરીરનું તાપમાન ઘટી જતું હોય છે. જેના કારણે આપણી રોગ પ્રતિકારક પ્રણાલી પણ ઘટી જાય છે અને જેના કારણે ઘણી નાની મોટી બીમારી શરીરમાં આવતી રહે છે.

ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી લો એનર્જીની સમસ્યા પણ થઇ શકે છે. ફ્રિજનું ઠંડુ પાણી આપણા શરીરની એનર્જી ઘટાડે છે. જેના કારણે આપણામાં આળસ પણ રહે છે. માટે જો તમે દિવસ દરમિયાન એક્ટીવ રહેવા માંગો છો તો ફ્રિજનું પાણી પીવાને બદલે માટલાનું પાણી જ પીવું જોઈએ.

મિત્રો ફ્રિજનું પાણી ખુબ જ ઠંડુ હોય છે અને તેનું જો નિયમિત સેવન કરવામાં આવે તો આપણા શરીરની નસો તેમજ અમુક ભાગો સંકોચાવા લાગે છે. જેના કારણે પણ આપણને બ્લડપ્રેશર જેવી ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત નિયમિત ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી યૌન સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. ખાસ કરીને તે પુરુષોના વીર્યને પ્રભાવિત કરે છે અને સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા આવે તેવું બની શકે.