સૌથી ખુંખાર ડોન દાઉદ ના સંપત્તિની થઈ હરાજી,આ વ્યક્તિ એ ખરીદી સંપત્તિ…

0
252

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને મુંબઇ ના ડોન એટલે કે દાઉદ ના વિશે જણાવા જઇ રહ્યા છે તેમજ મિત્રો તેની સંપત્તિ જોઈ ને ચોકી જાસો.ભારતના સૌથી મોટા દુશ્મન અને વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ રત્નાગિરી, મહારાષ્ટ્રમાં 27 ડિસેમ્બર 1955મા6 થયો હતો. શું તમે જાણો છો કે દુનિયાભરના અમીર ડોનની યાદીમાં દાઉદને પણ સામેલ કરવામાં આવે છે.

એક મેગેજીનના અનુસાર તેની પાસે કુલ 670 કરોડ ડોલર (લગભગ 43 હજાર 550 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. આવો જાણો દુનિયાના પાંચ અમીર ડોન વિશે.મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી છે. આ દિલ્હીના બે વકિલોને 6 સંપત્તિ મળી છે જેનાથી સરકારને 22 લાખ 79 હજાર 600 રૂપિયાની કમાણી કરી છે. વકીલ અજય શ્રીવાસ્તવને દાઉદની બે પ્રોપર્ટી અને વકીલ ભુપેન્દ્ર ભારદ્વાજને ચાર પ્રોપર્ટી મળી છે.દાઉદ ઈબ્રાહિમના નજીકના ગણાતા ઈકબાલ મિર્ચીની સંપત્તિ આ વખતે પણ હરાજીમાં નથી વેચાઈ. તેમની સંપત્તિ જુહુમાં છે.

બોલી લગાવનારનું માનવું છે કે સંપત્તિની વેલ્યુ બહુ વધારે લગાવવામાં આવી છે. જેના કારણે લોકો બોલી લગાવવાથી પાછળ રહી રહ્યા છે.ધ રિચેસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં દુનિયાના અત્યાર સુધીના સૌથી અમીર ડોન કોલંબિયાના પોબલો એસ્કોબારને ગણવામાં આવે છે. તેણે પોતાના જીવનમાં 300 કરોડ ડોલર (1.95 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ કમાઈ હતી. એસ્કોબારની આ કમાણી અત્યારે પણ દુનિયાના ટોપ અમીરો કરતાં વધુ છે.જૂની હવેલી માત્ર 11 લાખ 2 હજારમાં વેચાઈ.

જ્યારે દાઉદ ઈબ્રાહિમની જૂની હવેલી માત્ર 11 લાખ 2 હજારમાં વેચાઈ હતી. આ દરમિયાન દાઉદની આ પ્રોપર્ટી દિલ્હીના બે વકિલોએ ખરીદી છે. જેમાથી 4,5,6 અને 8 નંબર સંપત્તિ ભુપેન્દ્ર કુમારે ખરીદી છે અને 6 અને 9 નંબરની સંપત્તિ વકીલ અજય શ્રીવાસ્તવે ખરીદી છે. દાઉદની 10 નંબરની સંપત્તિને પરત લઈ લેવામાં આવી હતી. કેમ કે તેમા કોઈ ટેકનિકલ ઈસ્યુ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તેમા સીમા વિવાદ હતો.અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ પર મોટો ખુલાસો થયો છે.

અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. અમે તમને દાઉદના આખી પરિવાર વિશે જાણકારી આપી રહ્યાં છે જે તમે પહેલા ક્યારે નહીં જોઇ કે નહીં સાંભળી હશે.દાઉદ ઇબ્રાહિમનું ઘર આટલા નજીકથી તમે પહેલા ક્યારે પણ નહીં જોયું હોય. કરાંચીમાં દાઉદના ઘરની આગળ બેરીકેડ્સ લગાવવામાં આવ્યા છે અને ઘરના ધાબે એક સુરક્ષા ચોકી પણ બનાવી છે. દાઉદ ઇબ્રાહિમ તેના પરિવાર સાથે જ સંપૂર્ણ સુરક્ષામાં રહે છે અને તેના માટે તેણે એક એવો વિસ્તાર પસંદ કર્યો છે.

જ્યાં પાકિસ્તાની સેનાના અધિકારી રહે છે. આ ઘરનું એડ્રેસ છે ડી-13 બ્લોક 4, કેડીએ સ્કીમ 5, ક્લિફટન કરાંચી, પાકિસ્તાન.કરાંચીના ક્લિફટન વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમનું ઘર છે જ્યાં તે વ્હાઇટ હાઉસના નામથી ઓળખાય છે. દાઉદના ઘરની પાસે તેના ભાઇ અનીસ અને નૂરા ઇબ્રાહિમનું પણ ઘર છે. ક્લિફટન કરાંચીનો સૌથી પોશ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રશિયાનું દુતાવાસ પણ છે. ઉંચી ઉંચી બિલ્ડિંગો અને શોપિંગ મોલ્સ પણ છે.દાઉદ ઇબ્રાહિમના પરિવારમાં દાઉદ સહિત કુલ 9 સભ્યો છે.

દાઉદનું આખું નામ દાઉદ ઇબ્રાહિમ કાસકર છે અને તેની પત્નીનું નામ છે મહજબીન શેખ. દાઉદના પુત્રનું નામ મોઇન નવાજ છે. જેની પત્નીનું નામ સોનિયા મોઇન શેખ છે. દાઉદની ત્રણ દિકરીઓ પણ છે જેમાં પેહલી દીકરીનું નામ છે મહરૂખ જુનેદ મિયાંદાદ જેના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનેદ મિયાંદાદ સાથે થયા છે. બીજા નંબરની દીકરીનું નામ છે મહરીન જેના પતિનું નામ છે ઓરંગઝેબ મહમૂદ. દાઉદ ઇબ્રાહિમની ત્રીજી દીકરીનું નામ માઝિયા શેખ છે.

દાઉદના આંતરરાષ્ટ્રીય વેપાર ઝબીર મોતીવાલા જોવે છે. જેની બ્રિટન પોલીસે 2018માં ધરપકડ કરી હતી. જબીર મોતીવાલાની તલાસ અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈ ને પણ છે અને ટુંક સમયમાં બ્રિટેન જબીર મોતીવાલાને અમેરિકાને સોંપી શકે છે કેમ કે, જબીર મોતીવાલા અમેરિકામાં ડ્રગ્સનો વેપાર કરતો હતો, અને મની લોન્ડ્રિંગને અંજામ આપતો હતો. જબીરના પ્રત્યર્પણની મંજૂરી બ્રિટનની એક નીચલી કોર્ટે આપી છે અને ટૂંક સમયમાં તેને અમેરિકાને સોંપવામાં આવી શકે છે.

ઇડી એ દાઉદ ઇબ્રાહિમના ખાસ ગણાતા અને મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી અને ડ્રગ ડીલર ઇકબાલ મિર્ચીની દેશ અને વિદેશની કરોડોની બેનામી સંપત્તી અંગેની માહિતી મેળવી છે. આ મુદ્દે ઇડીએ ઇકબાલ મિર્ચીનાં બે લાખ લોકો હારુન યુસુફ અને રંજીત સિંહ બિંદ્રાની ધરપકડ કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકબાલ મિર્ચી અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ છે, તે મુંબઇથી 1995માં દુબઇ ભાગી ગયો હતો. દુબઇથી ઇકબાલ મિર્ચીએ પોતાનો બેઝ લંડનમાં બનાવી લીધો હતો.

મળતી માહિતી અનુસાર ઇકબાલ મિર્ચી પર મુંબઇમાં હત્યા, હત્યાના પ્રયાસો, બિનકાયદેસર વસુલીનાં અનેક કેસ નોંધાયેલા છે. અમેરિકાએ પણ ઇકબાલ મિર્ચીને 2004માં 10 ખુંખાર ડ્રગ તસ્કરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતે યુકે સરકારને ઇકબાલ મિર્ચીના પ્રત્યાર્પણનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નામંજુર થઇ ગઇ હતી. જો કે ઇકબાલ મિર્ચીની 2013માં લંડન નજીક મૃત્યું થયું હતું.

ઇકબાલ મિર્ચીએ બિનકાયદેસર રીતે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. જેની શરૂઆતમાં એસએએફઇએમએ હેઠળ એટેચ કરવામાં આવ્યું હતું. જો કે ઇકબાલ મિર્ચીએ દસ્તાવેજોમાં હેરાફેર કરીને સંપત્તીઓ છોડાવી હતી. ઇડીએ આ મુદ્દે પીએમએલએ, મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી હતી અને મુંબઇ અને બેંગ્લુરૂમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઘણા બધા દસ્તાવેજો, ડિઝીટલ એવિડેન્સ, ઇ મેઇલ જપ્ત કર્યા અને 18 લોકોનાં નિવેદનો પણ નોંધ્યા હતા.આ નિવેદનો અને પુરાવાના આધારે ઇડીને ઇકબાલ મિર્ચીમાં બે ખાસ લોકોને હારુન યુસુફ અને રંજિત સિંહ બિંદ્રાને માહિતી મળી અને બંન્નેની ધરપકડ કરવામાં આવી.

આ બંન્ને લોકોએ ઇકબાલ મિર્ચીને મુંબઇમાં કરોડોની સંપત્તીને વેચવામાં મદદ કરી અને તેમાંથી કમાયેલા પૈસાને મિર્ચીને વિદેશમાં મોકલી દેવામાં આવ્યા. તપાસમાં માહિતી મળી કે રંજીત સિંહ બિંદ્રાએ જ ઇકબાલ મિર્ચી અને સનબલિંક વચ્ચે થયેલી ડીલમાં વચેટિયાની ભુમિકા નિભાવી હતી. ઇડીએ ઇકબાલ મિર્ચીની મુંબઇમાં 10, 1 દુબઇમાં અને 25 સંપત્તિ યુકેમાં હોવાની માહિતી મેળવી હતી. યુકેમાં 25 સંપત્તીઓમાંથી 16 સંપત્તિ હારુન યુસુફનાં નામ પર છે જે ઇકબાલ મિર્ચી અને તેના પરિવારની બેનામી સંપત્તી છે.