શિયાળામાં ખાસ ખાવી જોઈએ મગફળી,શરીરમાં આવે છે આટલાં બદલાવ.

0
162

હંમેશા લોકોને બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા બદામના ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને બદામનો ઓપ્શન મળે, જો તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો મગફળી ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીના અનેક ફાયદા છે.

હાલ બદામ ના વધતા જતા ભાવોના કારણે નિયમિત તેનુ સેવન કરવુ સામાન્ય માણસોને પરવડે તેમ નથી. તેમા પુષ્કળ પ્રમાણમા વિટામિન્સ અને પોષકતત્વો સમાવિષ્ટ છે, જે સ્વાસ્થ્યને અનેકવિધ રીતે લાભદાયી સાબિત થશે. તેનુ નિયમિત સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.તમને જાણીને નવાઈ લાગશે કે, મગફળી ખાવાથી એટલો જ લાભ થાય છે જેટલો બદામ ખાઈને થાય છે. તમને વિશ્વાસ નહિ આવે પણ મગફળી પલાળીને ખાવાના પણ લાભ થાય છે તે ખુબ જ ઓછા લોકો જાણે છે તેથી, જ તેને ગરીબોની બદામ કહેવામા આવે છે.

શિયાળાની ઋતુને ખાણી-પીણીની ઋતુ માનવામાં આવે છે. આ ઋતુમાં એક વસ્તુ છે જેને લોકો ખૂબ મજાથી ખાય છે અને તે છે મગફળી. મગફળીમાં તે તમામ પોષક તત્ત્વ મળી આવે છે જે બદામમાં હોય છે. એટલા માટે તેને સસ્તું બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે. જાણો, શિયાળામાં મગફળી કેમ ખાવી જોઇએ.મગફળીમાં પર્યાપ્ત પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કોઇ પણ કારણથી દૂધ નથી પીતા તો મગફળીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

મગફળી વજન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મગફળી ખાદ્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે વધુ ખાઇ શકતાં નથી જેના કારણે તમને વજન ઘટાડવામાં સરળતા રહે છે.મગફળી એન્ટી‌-ઑક્સીડેન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સ્ટ્રોક અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરે છે. મગફળીમાં રહેલ ટ્રિપ્ટોફૈન ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

મગફળીમાં વધારે પ્રમાણમાં ફાઇટોસ્ટેરૉલ રહેલું હોય છે, જેને બીટા-સીટોસ્ટેરોલ કહેવાય છે. આ ફાઇટોસ્ટેરૉલ કેન્સરથી સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થાય છે. યૂએસમાં કરવામાં આવેલી એક સ્ટડીના રિપોર્ટ અનુસાર, જે મહિલાઓ અને પુરુષ ઓછામાં ઓછા અઠવાડિયામાં 2 વાર મગફળીનું સેવન કરે છે તેવી મહિલાઓમાં કોલોન કેન્સર થવાનું જોખમ 58 ટકા અને પુરુષોમાં 27 ટકા ઓછું થાય છે.

મગફળીમાં મેગેનીઝની સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે. આ મિનરલ્સ ફેટ, કાર્બોહાઇડ્રેટ, મેટાબૉલિઝ્મ, કેલ્શિયમ, અબ્સૉર્પ્શન અને બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે. કેટલાય સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ 21 ટકા સુધી ઘટી જાય છે. જો તમને ડાયાબિટીસ છે તો પોતાના ડૉક્ટરની સલાહ લઇને મગફળી ખાઇ શકો છો.

મગફળીમાં ભરપૂર પ્રમાણમાં મોનોસૈચ્યુરેટેડ અને પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટ્સ હોય છે. મગફળીમાં મળી આવતા ઓલેક એસિડ બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કૉલેસ્ટ્રોલના લેવલને વધારે છે. આ શરીરમાં કૉલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ પણ કરે છે અને આ સાથે જ કોરોનરી આર્ટરી ડિસીઝથી શરીરને સુરક્ષિત રાખે છે.

મગફળીમાં ભારે પ્રમાણમાં ફોલિક એસિડ રહેલો હોય છે, જે મહિલાઓમાં ફર્ટિલિટીને મજબૂત બનાવે છે. આ ગર્ભમાં વિકસતાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો તમે પ્રેગનેન્સીના શરૂઆતના દિવસોમાં છો તો આજથી જ મગફળી ખાવાની શરૂઆત કરી દો. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય સારું બની રહેશે. મગફળીનાં સેવનથી થનાર બાળકમાં અસ્થમા થવાનું જોખમ પણ ઓછું થઇ જાય છે.

મગફળી સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં રહેલ મોનોસૈચ્યુરેટેડ એસિડ સ્કિનને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે સ્કિનમાં ગ્લો પણ લાવે છે.મગફળીમાં વિટામિન C પણ મળી આવે છે, જે શિયાળામાં થતી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે છે અને શરીરની અંદરથી એનર્જી મળે છે.

આપણે લગભગ ઘણી વસ્તુમાં મગફળીનો ઉપયોગ કરીએ છીએ. જેના ખુબ જ ફાયદા પણ થાય છે. જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના થોડા દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના ઘણા રોગો દુર થઇ શકે છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને નિયમિત કરે છે  અને હૃદયની બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને મજબૂત કરશે.

જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના ૨૦ થી ૨૫ દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો દુર કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી પણ બચાવશે. સ્નાયુઓને મજબૂત કરશે.

પલાળેલી મગફળીનુ સેવન કરવાથી રક્તનુ પરિભ્રમણ નિયંત્રિત રહે છે. આ સિવાય તે હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત આપે છે. જો તમે જીમમા જાવ છો તો નિયમિત સવારે મગફળી પલાળીને ખાઓ કારણકે, જીમ ગયા બાદ શરીર ને પ્રોટીન અને કેલ્શિયમ ની આવશ્યકતા હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.

તેમાં ઓમેગા-૬ ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે. તે ચામડીના સેલ્સ માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે અને તેનાથી રંગ ગોરો થાય છે. ચામડીની ચમકમા પણ વૃદ્ધિ થાય છે. પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, લોહતત્વ, સેલેનિયમના ગુણતત્વોથી ભરપૂર આ મગફળીને પલાળીને સવારે ભૂખ્યા પેટ સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. જો તમે બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમા રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે.

ઘણા લોકોને સવારે મગફળી ખાવી પસંદ હોય છે. પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ નામનો પદાર્થ આવેલો હોય છે, જે ચામડીની સમસ્યા દુર કરવાની સાથે ત્વચામા નીખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમા બનતા ઓક્સીડેશનને રોકે છે, સાથે ચામડીને નુકશાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.

મગફળીનુ સેવન કરવાથી શરીરમા રક્તની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમા ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે. તે તમારી ભૂખને પણ દૂર કરે છે. નિયમિત તેનુ સેવન કરવાથી કેન્સર પણ દૂર રહે છે. પલાળેલી મગફળી ખાવાથી બ્લડસુગર નિયંત્રણમા રહે છે. તેનાથી ડાયાબિટીસ જેવી બીમારીથી પણ રાહત મેળવી શકાય છે. તેમા વિટામિન-ઈ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. આ સિવાય તે ત્વચાની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી રક્ષણ આપે છે અને સ્વસ્થ રાખે છે.

મગફળીમાં રહેલા તત્વોને લીધે ભૂખ ઓછી લાગે છે, જેથી વજન ઓછું કરવામાં લાભદાયી બને છે.પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દુર કરવામાં મદદ કરે છે.બાળકોને સવારમા પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ વધારો જોવા મળે છે.કોઈ પણ પ્રકારની ઉધરસ કેમ ન હોય તે મગફળીમાં રહેલા તૈલીય ગુણને લીધે દુર થાય છે.કોઈ પણ વ્યક્તિને સાંધાનો દુખાવો થતો હોય તો એમણે પલાળેલી મગફળી જરૂર ખાવી જોઈએ, જે સાંધામાં થતાં દુખાવો દુર કરે છે.ઘણા લોકો જન્મ થી નબળા હોય છે અને શરીર નો વ્યવસ્થિત વિકાસ થયેલ નથી હોતો. જો આવા લોકો શેકેલ મગફળીનું સેવન કરે તો એ પોતાની નબળાઈ દુર કરી શરીર વધારી શકે છે. કેમ કે શેકેલ મગફળીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય છે, જે વ્યક્તિને વજન વધારવામાં ખુબજ મદદ કરે છે.

મગફળી સ્વાદ માં તો બધાને ભાવતી હોય છે પણ શું તમે જાણો છો એ બદામ જેટલીજ ફાયદાકારક હોય છે. આપણે જાણીએ છીએ કે અશ્વગંધા આપણા માટે કોઈ વરદાન થી ઓછી નથી પણ દિવસે ને દિવસે એના ભાવ વધતા જાય છે અને દરેક લોકો ને એનું સેવન કરવું પરવડતું નથી.

જો ગર્ભવતી મહિલાઓ બાફેલી મગફળીનુ નિયમિત રીતે ખાય તો તેને આના અનેક ફાયદા થાય છે અને તે ગુડ બેક્ટેરિયાનુ સંતુલન જાળવી રાખે છે. અને આ સિવાય બાફેલી મગફળી ખાવાથી તમારા બાળકોમા ઇન્ફેક્શન અને એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવાની તમામ શક્તિ વધે છે.જે પણ થાઇરોઇડના પેશન્ટ્ છે તેને મગફળી ખાવી જોઈએ નહિ અને આ મગફળીમા મળી આવતું Goitrogens નામનુ તત્વ એ થાઇરોઇડ ગ્રંથીની પ્રક્રિયાને અસંતુલિત કરી શકે છે અને આ મગફળી એક હાઈ કેલરી યુક્ત બીજ છે કે જે તેને વધારે પ્રમાણમા ખાવાથી વજન પણ વધી શકે છે અને કિડની કે પથરીના પેશન્ટ્સે પણ મગફળી ખાવા જોઈએ નહી.