શિયાળામાં આ રીતે કરો મૂળાનું સેવન,થશે એક નહીં અનેક લાભ.

0
207

આજે અમે તમને મૂળાના લાભો વિશે જણાવીએ છીએ.ઘણી વાર તમે બ્રેડ,કચુંબર વગેરે સાથે મૂળો ખાવ છો.પરંતુ તમને ખબર છે કે તમારા સ્વાસ્થ્ય માટે મૂળો અકસીર ઈલાજ છે.આજે અમે તમને મૂળા ખાવાથી જે તમારા શરીર ની ઇન્દ્રિયો ઉડાન કરશે તેના વિશે જણાવીશું.મોટા ભાગના લોકો મૂળો ખાવા માંગતા નથી-પરંતુ અમારો આ અહેવાલ વાંચીને,તેઓ મૂળો ખાવાનું શરૂ કરશે!

શિયાળાની ઋતુમાં ખાવા-પીવાની એટલી વસ્તુઓ ઉપલબ્ધ રહે છે કે, શરીરને સરળતાથી તંદુરસ્ત રાખી શકાય છે. શિયાળામાં સૌથી વધારે આહારમાં સામેલ કરવામાં આવતી વસ્તુઓમાંથી એક છે મૂળા. મોટાભાગના લોકો મૂળા તેના સ્વાદના કારણે ખાતા હોય છે, પરંતુ ઘણા ઓછા લોકો તેના ફાયદાઓ વિશે જાણે છે. જાણો, શિયાળામાં દરરોજ મૂળા કેમ ખાવા જોઇએ અને આ શરીરને કેટલી બીમારીઓથી દૂર રાખે છે.

સામાન્ય રીતે મૂળો શિયાળા દરમિયાન ખાવામાં આવે છે, કારણ કે શિયાળો ની મોસમ એ મૂળા માટે ઠીક છે.આજે દરેક વસ્તુ દરેક સીઝનમાં શરૂ થઈ છે પરંતુ જો તમે યોગ્ય સીઝનમાં યોગ્ય વસ્તુ ખાઈ લો છો તો પછી તમે બેવડા લાભો મેળવી શકો છો.દરેક ઘરમાં લોકો અનેક રીતે મૂળો ખાય છે.કોઈ વ્યક્તિ તેનું અથાણું બનાવી ને ખાય છે તો પછી કેટલાક પરોઠા.શું તમે જાણો છો કે મૂળિયામાં ઔષધી ઓ ઉપલબ્ધ છે,જે તમને ફિટ રાખવા માટે ના તમામ કાર્ય કરે છે.જો તમને જાણ નથી તો અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ :

જણાવી દઈએ કે જો તમે દરરોજ મૂળાનું સેવન કરશો તો તમને તેનો ભરપૂર ફાયદો મળશે.દરરોજ ખાવાથી તમારી જીવનશૈલી એકદમ બદલાઈ જશે.તમને તમારી અંદર ભરપૂર એનર્જી જોવા મળશે અને બીમારી તો તમને અડકી પણ નહીં શકે.

મૂળામાં વધારે પ્રમાણમાં વિટામિન C મળી આવે છે જે શિયાળામાં થતાં કફ અને શરદીથી બચાવે છે. મૂળા શરીરની ઇમ્યૂન સિસ્ટમને પણ વધારવાનું કામ કરે છે. મૂળા શરીરમાંથી સોજો અને બળતરાને ઘટાડવાની સાથે વધતી ઉંમરની અસરને રોકવામાં પણ મદદ કરે છે.મૂળા શરીરને પોટેશિયમ પહોંચાડે છે જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ખાસ કરીને જો તમે હાઇપરટેન્શનની ફરિયાદ છે તો પોતાના ડાયેટમાં મૂળા સામેલ કરો. આયુર્વેદ અનુસાર મૂળા લોહી પર શીતળ અસર નાંખે છે.

મૂળા એન્થોસાયનિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જેનાથી આપણં હૃદય સારી રીતે કામ કરી શકે છે. દરરોજ મૂળા ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. મૂળામાં ફોલિક એસિડ અને ફ્લેવોનૉયડ્સ પણ સારાં પ્રમાણમાં મળી આવે છે. મૂળા લોહીમાં ઑક્સીજનનો પૂરવઠો પણ વધારે છે.

કેટલાક લોકો નું એવું માનવું હોય છે કે મૂળો ખાવાથી શરદી ઉધરસ થઈ જાય છે પણ જો એવું હોય અને તમને શરદી ઉધરસ હોય તો આનું સેવન વગર બીકે કરો.તમારી શરદી ઉધરસ ઝડપથી ઠીક થઈ જશે .યુવા પેઢી ને ખીલ થી ખુબજ સમસ્યા છે.એવામાં જો તમે ખીલ થી પરેશાન હોય તો તમારા માટે આ લેખ ખુબ જ મહત્વનો છે.મૂળા ખાવાથી ખીલમાં રાહત મળે છે.મુળા થી ખુબજ વધારે માત્રામાં ફોલિક એસિડ,વિટામિન C અને ઈંથોકાઈનીંન મળે છે.જેના કારણે કેન્સરની બીમારીમાંથી રાહત મળે છે. મોં,પેટ અથવા કિડનીના કેન્સરમાં રાહત આપે છે.એટલા માટે મૂળો એ કેન્સર ના દર્દી માટે ખુબજ ફાયદાકારક છે.

મૂળામાં સારા એવા પ્રમાણમાં ફાઇબર મળી આવે છે. જે લોકો દરરોજ સલાડના રૂપમાં મૂળા ખાય છે તેના શરીરમાં ક્યારેય પણ ફાઇબરની ઊણપ રહેતી નથી. ફાઇબરના કારણે પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. આ ઉપરાંત મૂળા લિવર અને બ્લેડરને પણ સુરક્ષિત રાખે છે.મૂળામાં સારા એવા પ્રમાણમાં કોલેજન મળી આવે છે જે આપણી રક્ત વાહિકાઓને મજબૂત બનાવે છે. તેના કારણે એથેરોસ્ક્લેરોસિસ જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

મૂળા ન માત્ર પાચનતંત્ર માટે સારાં હોય છે, પરંતુ આ એસિડિટી, મોટાપો, ગેસ્ટ્રિક સમસ્યા અને ઉબકા જેવી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય છે.જો તમને ગ્લોઇંગ ત્વચા જોઇએ તો દરરોજ મૂળાનો જ્યુસ પીઓ. તેમાં વિટામિન C અને ફૉસ્ફોરસ હોય છે. આ ઉપરાંત તે શુષ્ક ત્વચા અને ખીલથી પણ છૂટકારો અપાવે છે. તેને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા ખતમ થઇ જાય છે અને વાળ જડથી મજબૂત થાય છે.

લાલ મૂળા વિટામિન E, A, C, B6 અને Kથી ભરપૂર હોય છે. તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ, ફાઇબર, ઝીંક, પૉટેશિયમ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેંગેનીઝ સારા પ્રમાણમાં મળી આવે છે. આ બધા પોષક તત્ત્વ આપણા શરીરને અંદરથી તંદુરસ્ત બનાવે છે.પાયરીયાથી બીમાર વ્યક્તિઓને મૂળાના રસથી દિવસમાં 2-3 વાર કોગળા કરવા જોઈએ અને સાથેજ તેનો રસ પણ પીવો જોઈએ.એટલું જ નહિ મૂળા ને ચાવી ચાવી ને ખુબ જ ખાઓ.તેના કારણે દાંતો સબંધિત બધા રોગો દૂર થઈ જાય છે.

જો તમે થોડીજ વારમાં થાકી જાઓ છો તો તમારા માટે મુળાનું સેવન કરવું એ ખુબજ ઉપયોગી છે.તેનાથી તમારું શરીર પણ એકદમ સુડોળ અને સ્ફૂર્તિ વાળું રહે છે.જો તમે વધારે વજન થી પરેશાન છો?તો આ ઉપાય તમારા માટે ખુબજ ઉપયોગી છે.વજન ઘટાડવા માટે તમારે સવારે ઉઠીને મૂળા ખાવા જોઈએ.તેના કારણે તમારા વજન માં ખાસ્સો ઘટાડો થાય છે અને મુળાના રસમાં લીંબુ મેળવીને પીવાથી વજન ઝડપથી ઘટે છે.તમને જાણીને નવાઈ લાગશે કે મૂળા ખાવાથી કબજિયાત થી પણ રાહત મળે છે.બવાસીર દરમિયાન કાચા મૂળા અથવા મૂળાનું શાક બનાવીને ખાવાથી રાહત મળે છે.કમળાના રોગથી છુટકારો મેળવવા માટે તમારે સવારે ખાલી પેટમાં કાચા મૂળો અથવા પાંદડા ખાવા જોઈએ.આમ કરવાથી તમને તરત રાહત મળશે.આ ઉપરાંત,ડૉક્ટરનો સંપર્ક કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે..

જો આપ બદલતા મોસમ માં જલ્દી-જલ્દી બિમાર થઈ જાવ છો તો મૂળા આપના ને માટે સારા સાબિત થઈ શકે છે. આ ઈમ્યૂન પાવર વધારે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.બવાસીરમાં કાચા મૂળા અથવા મૂળાનાં પાંદડાનું શાક બનાવીને ખાવું ફાયદાકારક હોય છે.દરરોજ સવારે ઉઠતા જ એ ક કાચો મૂળો ખાવાથી કમળાનાં રોગમાં આરામ મળે ચફે.જો પેશાબનું બનાવાનું બંધ થઈ જાય તો મૂળાનો રસ પીવાથી પેશાબ ફરીવાર બનવા લાગે છે.અડધો ગ્લાસ મૂળાનો રસ પીવાથી પેશાબ સાથે થવાવાળી બળતરા અને દુખાવો બંધ થઈ જાય છે.ખાટા ઓ ડકાર આવે છે તો મૂળાબાં એ ક કપ રસમાં મિશ્રી મેળવીને પીવાથી લાભ મળે છે.