શિવપુરાણના આ ઉપાયોથી 100% થાય છે ધનપ્રાપ્તિ, અત્યારેજ જાણીલો આ ઉપાયો વિશે…………

0
262

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ લોકો ને ધન અને સુખ હોતું નથી. ઘણી બધી મુસીબતો આવે છે જેવીકે ઘરમાં પૈસા ની કમી થવી, ઘરમાં બધા બીમાર રેહવાં વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આજે અમે તમને આ લેખમાં એક ઉપાય બતાવવા શું તે ઉપાય અજમાવવા થી તમારી બધી મુસીબતો દૂર થઈ જશે તો આવો જાણીએ.

શિવપુરાણને મહાપુરાણનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને દરેક સમસ્યાના સમાધાન માટે શિવપુરાણમાં અલગ-અલગ પ્રકારના ઉપાયો આપવામાં આવ્યા છે. ભગવાન શિવ ખૂબ ભોળા છે. જો કોઈ શિવભક્ત સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે તો તે પ્રસન્ન થઈ જાય છે. મનુષ્યોની સમસ્યાઓના સમાધાન માટે શિવપુરાણમાં નાના-નાના સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને અજમાવવા સરળ છે. જાણો, તેના વિશે.

જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને તાવ છે તો તમે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરો અને રોજ સવારે સ્નાન કર્યા બાદ ઓમ નમઃ શિવાયનો જાપ કરતાં જળ ચડાવો. શાસ્ત્રોમાં સુખ પ્રાપ્તિ અને સંતાનના સ્વાસ્થ્ય માટે ભગવાન શિવની પૂજા શુભ ફળદાયી બતાવવામાં આવી છે. મહિલાએ સવારે સ્નાન બાદ રોજ ભૂખ્યા પેટે શિવજીને જળ ચડાવવું જોઈએ, આમ કરવાથી પતિને દીર્ઘાયું પ્રાપ્ત થાય છે.

જો તમારા ઘરમાં બાળકો છે અથવા તો તમે પોતે લખવા-વાંચવાના કાર્ય સાથે જોડાયેલા છો તો દૂધમાં ખાંડ ઉમેરીને ભગવાન શિવ પર અભિષેક કરો. શુભ ફળની પ્રાપ્તિ માટે તમારે રોજ શેરડીના રસથી પણ ભગવાન શિવ પર અભિષેક કરવો. આમ કરવાથી તમારા ઘરમાં આનંદ અને શાંતિ બની રહેશે. જો વ્યક્તિ શારીરિક રીતે નબળી છે તો શિવપુરાણમાં તેના માટે પણ વિશેષ ઉપાય આપવામાં આવ્યા છે.

રોજ ભગવાન શિવનો અભિષેક ગાયના ઘીથી કરો. તેનાથી તે વ્યક્તિની નબળાઈ દૂર થાય છે. તો મધથી ભગવાન શિવ પર અભિષેક કરવાથી ટીબીના દર્દીઓનો પણ ઈલાજ થઈ શકે છે. જો તમે ઘણા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અને ઘણા પ્રયાસ બાદ પણ સફળ નથી થઈ રહ્યા તો ચમેલીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરો. લાલ અને સફેદ આંકડાના ફૂલથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણમાં શમીના ફૂલથી ભગવાન શિવની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

શિવપુરાણમાં સુંદર પત્નીની પ્રાપ્તિ માટે ફૂલોનો ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. જે અનુસાર બેલાના ફૂલથી રોજ અપરિણીત યુવક ભગવાન શિવની પૂજા કરે તો તેને સુંદર અને સુશીલ પત્નીની પ્રાપ્તિ થાય છે. જૂહીના ફૂલથી રોજ ભગવાન શિવની પૂજા કરવાથી તમારા ઘરમાં અન્નની કમી નહીં થાય અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થશે.કરેણના ફૂલનું ભગવાન શિવની પૂજા કરવાનું શિવપુરાણમાં ખાસ મહત્વ બતાવાયું છે. જે પ્રમાણે રોજ કરેણના ફૂલથી શિવજીની પૂજા કરવાથી નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. પારિજાતના ફૂલથી પૂજા કરવાથી સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દૂર્વાથી શિવજીની પૂજા કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

ભગવનની ભક્તિ કરવા માટે આપણે અઠવાડિયાનો કોઈપણ દિવસ યોગ્ય માનીએ છીએ પરંતુ સોમવારના દિવસે આપણે ખાસ શંકર ભગવનની પૂજા કરતા હોઈએ છીએ, શંકર ભગવાનને આપણે ભોળાનાથ તરીકે ઓળખીએ છીએ અને એમ પણ માનીએ છીએ કે શિવજી આપણી મનોકામના પૂર્ણ કરે છે. તો શિવજીની પૂજામાં સોમવારના દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાં આવે તો તેમની કૃપા અચૂક બને છે અને તમારા ઘરમાં પણ ધન અને સમૃદ્ધિનો વાસ થાય છે. ચાલો જાણીએ સોમવારના દિવસે કરવામાં આવતા ઉપાયો.

સોમવારના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈને તેમના શિવલિંગ ઉપર દૂધની અંદર કેસર મેળવીને અભિષેક કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે, અને લગ્ન કરવાનો યોગ પણ જલ્દી બને છે. ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે માછલીઓને લોટની ગોટીઓ બનાવી ખવડાવવી શુભ માનવામાં આવે છે, પરંતુ એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે ગોટીઓ ખવડાવતી વખતે તમારે ભગવાન શિવનું ધ્યાન ધરવું જરૂરી છે.

તમારા મનમાં જાગેલી કોઈ સાચી અને શુદ્ધ ઈચ્છા પૂરતી માટે સોમવારના દિવસે 21 બીલીપત્રો લેવા, તેના ઉપર ચંદનથી ૐ નમઃ શિવાય લખવું અને ત્યારબાદ એ બિલિપત્રોને એક પછી એક ૐ નમઃ શિવાય ના ઉચ્ચાર સાથે શિવલિંગ ઉપર અર્પણ કરવા. જો તમે પણ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો સોમવારના દિવસે ભગવાન શંકરના વાહન નંદીને બળદને લીલો ઘાસચારો ખવડાવવો. ઘરમાં હંમેશા અન્નના ભંડાર ભરેલા રહે તે માટે સોમવારના દિવસે ગરીબ લોકોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે તેનાથી પિતૃઓ પણ રાજી રહે છે.

ઘરમાં ધનની વૃદ્ધિ માટે સોમવારના દિવસે જ ઘરની અંદર પારદથી બનેલું શિવલિંગ સ્થાપિત કરવું અને તેની રોજ પૂજા પણ કરવી. સંતાન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવવા, તેની ઉપર 11 વખત જળાભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે. જો તમે કે તમારા કોઈ સ્નેહી સ્વજન ગંભીર રોગોથી પીડાઈ રહ્યા હોય તો સોમવારના દિવસે શિવલિંગ ઉપર 101 વખત જળાભિષેક કરવો. જળાભિષેક કરતી વખતે “ૐ જું સ:” મંત્રનો પણ જાપ કરવો.

જો મહેનતના પૈસા તમારા હાથમાં ના ટકતા હોય તો કરો આ સરળ ઉપાય, સુખ સમૃદ્ધિની થશે પ્રાપ્તિ સંસાર માં દરેક વ્યક્તિની એજ ચાહત હોય છે કે તે પોતાના જીવન માં પૂરી મહેનત થી ઘણા બધા પૈસા કમાય. પૈસા વિના આપણે કઈ પણ કામ નથી કરી શકતા. કોઈ પણ કાર્ય પૂરું કરવા પૈસા ની જરૂર પડે છે, તેથી વ્યક્તિ પોતાના જીવન માં ખુબજ મહેનત કરે છે. પરંતુ ઘણી વાર એવું પણ બને છે કે વ્યક્તિ કટલી પણ મહેનત કરે છતાં તેના હાથમાં પૈસા ટકતા નથી. અને તેથી તેને ખુબજ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા ઈચ્છો છો, તો તે માટે એક માટીના વાસણ માં લાલ કપડામાં સોના અને ચાંદીના સિક્કા બાંધીને પોટલી બનાવી લેવી. ત્યાર બાદ આ પોટલી ને ઘઉં અથવા ચોખામાં દાટી દેવી. અને તેને ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખવી. આવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની ઉણપ નહિ આવે. તમારા ઘરમાં ધનની દેવી લક્ષ્મી હંમેશ માટે નિવાસ કરે, તો તે માટે લોઢાના વાસણ માં પાણી ખાંડ દૂધ અને ઘી નાખી એક પીપળાના ઝાડ ના થડ માં તેને અર્પણ કરવું. આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થઇ જાય છે.

સોમવાર અથવા શનિવાર ના દિવસે કેટલાક ઘઉં અને તુલસી ના ૧૧ પાન અને કેસર આટલી વસ્તુઓ પોતાના ઘરે અનાજ માં નાખવી તેનાથી તમારા ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય છે અને ધન માં વૃદ્ધિ થાય છે. જો તમારે તમારા વ્યાપારમાં નુકશાન થઇ રહ્યું હોય, તો તેમાટે સોમવારે શિવ મંદિરે જઈને શિવલિંગ પર દૂધ મેળવેલું પાણી અર્પણ કરવું. અને રુદ્રાક્ષ ની માળા થી ૧૦૮ વાર ઓમ નમઃ શિવાય નો જપ કરવો. અને પુનમ ના દિવસે પણ શિવલિંગ પર દૂધ અને પાણીનો અભિષેક કરવો. અને વ્યાપારમાં પ્રગતી માટે ભગવાનને પ્રાર્થના કરવી. તેનાથી ચન્દ્રમા તરતજ પ્રભાવિત થઇ જશે. અને વ્યાપારમાં વૃદ્ધિ થશે અને સાથે સાથે ધન લાભ થશે.