સિરિયલની આ રોમાંટિક જોડીઓ અસલ જિંદગીમા, એકબીજા સામે વાત કરવાનુ પણ પસંદ નથી કરતા જુઓ તસવીરો….

0
111

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ ટીવીની અમુક એવી જોડીઓ વિશે જે સિરીયલ મા તો એકબીજા માટે ખાસ હોઇ છે પરંતુ ઓફ સ્ક્રીનમા તેઓ એક સાથે બિલકુલ નથી બનતુ અને આજે એવી અમુક જોડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કહેવાય છે કે જેવુ દેખાય છે તેવુ હોતુ નથી અને તે સાબિત કરે છે ટીવી ઇન્ડસટ્રી મા આવુ જ કઇક છે કે હે તેઓ બતાવે છે તેવુ હોતુ નથી પરંતુ ઓનસ્ક્રીન એટલા રોમાન્ટિક હોય છે કે આપણે તે ખુબજ પસંદ આવે છે.મિત્રો ટીવીની દુનિયામાં અનેક એવી જોડીઓ હોય છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. લોકો એ જોડીઓને સાથે જ જોવા માંગે છે અને લોકો ઑનસ્ક્રીન તો તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરે છે પરંતુ ઑફસ્ક્રીન જરૂરી નથી કે બંને વચ્ચે સંબંધો સારા હોય અને આજે અમે તેમને ટીવી સીરિયલ્સની આવી જ કેટલીક મશહૂર જોડીઓ વિશે જણાવીશું જેમને એકબીજા સાથે બિલકુલ નથી બનતું કે જે એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા.

દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ.

મિત્રો આ બંને જ્યારે સ્ટાર પ્લસના સીરિયલ યે હૈ મોહબ્બતે માં સાથે કામ કરતા હતા ત્યારે કરણ સાથે દિવ્યાંકાને બિલકુલ બનતું નહોતું. લોકો એક તરફ બંનેની કેમિસ્ટ્રીની પસંદ કરી રહ્યા હતા તો આ તરફ સેટ પર કરણ ખૂબ જ એટિટ્યૂડમાં રહેતા અને ઘણી વાર મોડા પહોંચતા હતા અને આ કારણે બંને વચ્ચે ખૂબ જ કડવાશ હતી.

હિના ખાન અને કરણ મેહરા.

મિત્રો આ બંનેએ સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને દાયકાઓ સુધી લોકોએ એ જોડીને ખૂબ જ પસંદ કરી હતી પરંતુ અસલ જીંદગીમાં બંને સેટ પર અલગ અલગ રહેતા હતા ત્યાં સુધી કે વાત કરવાથી પણ કતરાતા હતા.

તોરલ રાસપુત્રા અને સિદ્ધાર્થ શુક્લ.

મિત્રો સુપરહિટ સીરિયલ બાલિકા વધૂ ના મુખ્ય કિરદારના રૂપમાં લોકોએ તોરલ અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરી હતી અને આ બંને શરૂઆતમાં સારા મિત્રો હતો પરંતુ એક વાર જ્યારે સીરિયલના હનીમૂન સીક્વન્સની શૂટિંગ માટે તેઓ કાશ્મીર ગયા હતા ત્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાશ્મીરથી પાછા આવીને પણ બંને વચ્ચે અંતર બની રહ્યું હતુ.

રજત ટોકસ અને પરિધિ શર્મા.

મિત્રો ઐતિહાસિક ધારાવાહિક જોધા અકબર માં જોધા અને અકબરનો કિરદાર નિભાવનાર પરિધિ અને રજત ટોકસને જરાય બનતું નહોતું કારણ કે રજતને એવું લાગતું હતું કે તે પરિધિથી સીનિયર છે અને તે તેની કદર નથી કરતી અને તે સેટ પર પરિધિને હંમેશા ઈગ્નોર કરતા હતા અને તેની સાથે વાત પણ નહોતા કરતા.

દીપિકા સિંહ અને અનસ રશીદ.

મિત્રો સૌથી લોકપ્રિય ધારાવાહિક દીયા ઔર બાતી માં બંનેની જોડીને લોકોએ ખૂબ લોકપ્રિય છે અને તેઓ બંને સારા મિત્રો હતા પરંતુ એક વાર દીપિકાએ અનસને બધાની સામે થપ્પડ મારી દીધી હતી અને મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે, અનસે દીપિકાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. જેના કારણે દીપિકાએ હાથ ઉઠાવ્યો હતો અને આ ઘટના બાદ સેટ પર બંનેએ વાત કરવાનું બંધ કરી દીધું હતું.